Only Gujarat

Bollywood FEATURED

પહેલી નજરમાં તો ઓળખી પણ ના શકો કે આ તો જેઠાલાલ છે, દાઢી-મૂંછમાં લાગે અલગ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ધારાવાહિક છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે. ટીઆરપીની રેસમાં પણ આ ઘારાવાહિક હંમેશા ટોપ પર જ રહ્યું છે. જેનું શ્રેય ગોકુલધામના નિવાસીઓને એટલે કે આ શોના કલાકારોને મળે છે. દિલીપ જોશી અને રીલ લાઇફના જેઠાલાલ એવું કેરેક્ટર છે કે, ચાહકો તેને જોઇને હસવાનું ચુકતા નથી. દિલીપ જોશીએ થોડા સમય પહેલા જ ઇન્ટગ્રામ પર ડેબ્યૂ કર્યું છે. તેમણે તેમની કેટલીક જુની તસવીરો પણ શેર કરી છે, જેમાં તેમને ઓળખવામાં થોડી મુશ્કેલી થઇ રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર યુવાનીના દિવસોને યાદ કર્યોઃ ઇન્સ્ટાગ્રામ પર તેમણે તેમના યુવાનીના દિવસોની યાદ તાજી કરી છે. તેમણે તેમની જુવાની સમયની કેટલીક તસવીરો શેર કરતા લખ્યું છે કે, “કોઇ કે મને કહ્યું કે, થ્રોબૈક થર્સડે જેવું કંઇક હોય છે ઇન્સ્ટાગ્રામ પર, એટલા માટે આ શેર કર્યું”.

પૃથ્વી થિયેટરના ગ્રીન રૂમની તસવીરઃ તેમની તસવીરો સાથે દિલીપ જોષીએ જણાવ્યું છે, આ 1983ની ફોટો છે. જ્યારે જુહુના પૃથ્વી થિયેટરમાં તે ગ્રીન રૂમમાં હતા. નાટક ‘ખેલૈયા’માં કામ કરતા હતા. આ એ સમયની અનેક યાદો છે. તે સમયે સાથે કાસ્ટ અને ક્રૂ ખાસ કરીને ચંદુ ભાઇ, પરેશ ભાઇ અને મહેન્દ્ર જોશીજી સાથે હતા.

હાલમાં જ કર્યું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂઃ દિલીપ જોશીના આ પોસ્ટ પર અનેક ટીવી એકટર્સ સાથે ફેન્સે પણ ખુશી વ્યક્ત કરી છે. જ્યારે દીલિપ જોશીએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું તો અનેક સેલેબ્સે સોશિયલ મીડિયા પર તેમનું સ્વાગત કર્યું.

You cannot copy content of this page