Only Gujarat

FEATURED National

પહેલાં લાંચ વિરોધી આપ્યું ભાષણ ને કલાક પછી લાંચ લેતા ઝડપાયા અધિકારી!

એન્ટી કરપ્શન ડે પર જયપુર એસીબીની ટીમે સવાઈ માધોપુરમાં મોટી કાર્રવાઈ કરતા સવાઈ માધોપુર એસીબીના જ એડિશનલ એસપી ભેરૂલાલ 80 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા.

ડીજી બીએલ સોની અને એડીજી દિનેશ એમએમના નિર્દેશનમાં જયપુર એસીબીની ટીમે એએસપી પુષ્પેન્દ્ર સિંહના નેતૃત્વમાં કાર્રવાઈને અંજામ આપ્યો.

એસીબી પાસેથી મળેલી જાણકારી અનુસાર, સવાઈ માધોપુર એસીબીની સામે એસપી ભેરૂલાલ દ્વારા સવાઈ માધોપુર ડીટીઓ મહેશ ચંદ પાસેથી 80 હજાર રૂપિયા મંથલી રિશ્વત લેવામાં આવતી હતી. જેનાથી પરેશાન થઈને તેણે એસીબી મુખ્યાલય પર ફરિયાદ કરી હતી.

ડીટીઓની ફરિયાદ પર જયપુર એસીબીની ટીમે કાર્રવાઈ કરતા એડિશનલ એસપી ભેરૂલાલના બંગલા પર દરોડા પાડ્યા. આ દરોડાના એક કલાક પહેલા જ એએસપી લોકોને મંચ પરથી કહી રહ્યા હતા કે કોઈ પણ લાંચ માંગે તો 1064 પર કૉલ કરો અને રિશ્વતખોરી બંધ કરવામાં સહયોગ કરો.

બુધવારે એએસપી પોતાના સરકારી બંગલા પર 80 હજાર રૂપિયા મંથલી લેતા હતા. આ જ સમયે જયપુર એસીબીની ટીમે તેમને દબોચી લીધા. રિશ્વતના આ ખેલમાં શિકારી ખુદ અહીં શિકાર થઈ ગયો.

You cannot copy content of this page