Only Gujarat

FEATURED International

ધરતી સાથે અથડાઈ શકે છે ‘તબાહીનો દેવતા’, મહાવિનાશની આપી ચેતવણી

અમદાવાદઃ 2020 પૂરું થવામાં બસ હવે થોડાંક જ દિવસો બાકી છે. આખી દુનિયા આ વર્ષ ક્યારે પૂરું થાય તેની આતુરતાથી રાહ જુએ છે. આ વર્ષને અનેક કારણોસર અપશુકનિયાળ કહેવામાં આવી રહ્યું છે. સૌથી મોટું કારણ તો કોરોનાનું છે. આ વર્ષે દુનિયાના મોટાભાગના દેશમાં કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. જોકે, માત્ર દુનિયામાં જ નહીં પરંતુ અવકાશમાં પણ આ વર્ષે ઘણી હલચલ જોવા મળી હતી.

અનેક ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થઈ ગયા. લેટેસ્ટ માહિતી પ્રમાણે, 25 ડિસેમ્બરના રોજ એક ઉલ્કાપિંડ પૃથ્વીની નજીક પસાર થશે. સૌથી મોટી વાત એ છે કે આ ઉલ્કાપિંડ છ વર્ષ પહેલાં એટલે કે 2014માં તેની ઓળખ કરવામાં આવી હતી અને ત્યારથી જ તે પૃથ્વી માટે જોખમી હોવાની વાત થતી આવી છે.

એપ્રિલ 2020માં લૉકડાઉન દરમિયાન અફવા ઊડી હતી કે પૃથ્વીનો અંત થઈ જશે. માયા કેલેન્ડરના હવાલેથી ચર્ચાતું હતું કે દુનિયાનો અંત થવાનો છે. આ જ દરમિયાન એક ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકમાંથી પસાર થવાનો હતો અને આને જ તબાહીનું કારણ માનવામાં આવતું હતું. જોકે, આવું કંઈ જ ના થયું અને ઉલ્કાપિંડ પૃથ્વીને સ્પર્શ કર્યા વગર નીકળી ગયો. જોકે, ત્યારબાદથી અનેકવાર અવકાશમાંથી ઉલ્કાપિંડ પૃથ્વી તરફ આવતા હોવાની ચર્ચા થાય છે.

સૌથી મોટી વાત એ છે કે ઉલ્કાપિંડની સાઈઝ ઘણી જ મોટી છે. આ ઉલ્કાપિંડ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે સીધા ટકરાઈ શકે છે. જોકે, આ જ સુધી કોઈ ઉલ્કાપિંડની ટક્કર થઈ નથી. અલબત્ત, આ વખતે એક ઉલ્કાપિંડ પૃથ્વીને અથડાય તેવી શક્યતા હોવાનું માનવામાં આવે છે. 25 ડિસેમ્બરના રોજ આ ઉલ્કાપિંડ પૃથ્વીની નિકટમાંથી પસાર થશે.

આ ઉલ્કાપિંડને SD224 એવું નામ આપવામાં આવ્યું છે. તે અવકાશમાંથી 36 હજાર કિમીની ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. તેની પહોળાઈ 200 મીટર જેટલી છે.

નાસાના સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝે આશંકા વ્યક્ત કરી છે કે તે 25 ડિસેમ્બરે પૃથ્વીની એકદમ નજીક આવશે. જો ગુરુત્વાકર્ષણની અસર પડી તો પૃથ્વી સાથે અથડાવવાના ચાન્સ વધી જશે. જોકે, નાસાએ કહ્યું હતું કે આમ થવાની સંભવાના બહુ જ ઓછી છે પરંતુ તેઓ આની પર ધ્યાન રાખી રહ્યાં છે. નાસાના પ્રમાણે, આગામી 100 વર્ષમાં 22 જેટલા ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાય તેવી શક્યતા છે.

You cannot copy content of this page