Only Gujarat

Bollywood FEATURED

નાનપણની પ્રેમિકાને તરછોડી જીતેન્દ્રને કરવા હતા હેમામાલિની સાથે લગ્ન પરંતુ…

મુંબઈઃ બોલિવૂડમાં જમ્પિંગ જેક નામથી ઓળખાતાં જિતેન્દ્ર હવે 74 વર્ષના થઈ ગયાં છે. 7 એપ્રિલ, 1942નાં રોજ અમૃતસરમાં બિઝનેસ ફેમિલીમાં જન્મેલા જિતેન્દ્રનું અસલી નામ રવિ કપૂર છે. તેમણે 1974માં તેમની બાળપણની ફ્રેન્ડ શોભા સાથે લગ્ન કર્યા હતા. જોકે, ઓછા લોકોને ખબર હશે કે, જિતેન્દ્ર અને હેમા માલિની એક બીજાને પ્રેમ કરતાં હતાં. જેને લીધે જિતેન્દ્ર પોતાની મંગેતર શોભાને છોડી હેમા માલિની સાથે લગ્ન કરવાના હતા. જોકે, તે સમયે ધર્મેન્દ્ર વચ્ચે આવી ગયા અને જિતેન્દ્ર અને હેમા માલિનીનો સંબંધ હંમેશાં માટે તૂટી ગયો.

1974માં આવેલી ફિલ્મ ‘દુલ્હન’નાં શૂટિંગ દરમિયાન જિતેન્દ્ર અને હેમા માલિની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને બંનેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. આ વાતની જાણ જ્યારે જિતેન્દ્રની મંગેતર અને બાળપણની ફ્રેન્ડ શોભાને થઈ તો તેમણે ધર્મેન્દ્રને હેમા માલિનીને સમજાવવાની જવાબદારી સોંપી હતી.

પછી ધર્મેન્દ્ર નશામાં જિતેન્દ્રની એરહોસ્ટેસ ગર્લફ્રેન્ડ શોભાને લઈ મદ્રાસ(ચેન્નઈ) હેમા માલિનીના ઘરે પહોંચી ગયા અને લગ્ન તૂટી ગયાં હતા. જે બાદ ધર્મેન્દ્રે હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે શોભા કપૂર 14 વર્ષની હતી ત્યારે જ જિતેન્દ્રને તેમની સાથે પ્રેમ થયો હતો. જોકે, તે સમયે જિતેન્દ્ર બોલિવૂડ સ્ટાર નહોતા.

જિતેન્દ્ર જ્યારે બોલિવૂડમાં તેમનું નસીબ અજમાવી રહ્યા હતા ત્યારે, શોભા પણ બ્રિટિશ એરવેઝમાં કામ કરી રહ્યા હતાં. એરહોસ્ટેસની જોબ હોવાને લીધે શોભાને મોટેભાગે બહાર રહેવું પડતું હતું અને જિતેન્દ્રને ઓછું મળી શકતાં હતાં.

જિતેન્દ્રને બોલિવૂડમાં સક્સેસ મળ્યા પછી 1973માં શોભા સાથે લગ્ન નક્કી થયાં. પણ, જિતેન્દ્રના પિતાની તબિયત લથડતાં લગ્ન રોકવા પડ્યા હતાં.

આ દરમિયાન જિતેન્દ્રની લાઇફમાં હેમા માલિની આવી ગઈ હતી. આમ, 18 ઓક્ટોબર, 1974એ શોભા અને જિતેન્દ્ર લગ્નના બંધને બંધાયા. આગળ જતાં બંનેને બે સંતાનો થયાં. તેમની દીકરીનું નામ એકતા અને દીકરાનું નામ તુષાર છે.

લગભગ 200 ફિલ્મમાં કામ કરી ચૂકેલા જિતેન્દ્રને સૌથી પહેલો બ્રેક ફિલ્મમેકર વી. શાંતારામે આપ્યો હતો. 1964માં આવેલી આ ફિલ્મનું નામ ‘ગીત ગાયા પથ્થરો ને’ હતું.

જિતેન્દ્રે તેમના કરિયરમાં ‘જીને કી રાહ’, ‘મેરે હુજુર’, ‘ફર્ઝ’, ‘હમજોલી’, ‘કારવાં’, ‘ધરમવીર’, ‘પરિચય’, ‘ખુશ્બુ’, ‘તોહફા’ અને ‘હિમ્મતવાલા’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page