ફુલકા રોટલીના છે આટલા બધા ફાયદા, ભાગ્યે જ તમને હશે ખબર!

અમદાવાદઃ આપણે રોજ રોટલી ખાઈએ છીએ પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે આ રોટલી આપણાં શરીરને કેટલી માત્રામાં પોષકતત્વો આપે છે. આજે અમે તમને ફુલકા રોટલીના અઢળક ફાયદા જણાવીશું. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જેને ઘરમાં ઘઉંની રોટલી ના બનતી હોય. રોટલી આટલી મહત્વની હોવા છતાંય આપણામાંથી ભાગ્યે જ રોટલીના ફાયદા જામતા હોઈએ છીએ. આમ પણ જે વસ્તુ સરળતાથી મળતી હોય તેની આપણને કદર હોતી જ નથી. 


એક રોટલીમાં આટલા પોષક તત્વો હોય છેઃ – ઘરમાં સામાન્ય રીતે બનાવેલી રોટલીમાં 70 કેલરી હોય છે, 3 ગ્રામ પ્રોટીન, 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ તથા 0.4 ગ્રામ ચરબી હોય છે. અહીંયા ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે રિફાઈન્ડ લોટની બદલે સાદા લોટમાંથી તૈયાર કરેલી રોટલી હોવી જોઈએ. 


રોટલીમાંથી મળતા પોષક તત્વોઃ જો ઘઉંના જાડા લોટમાંથી રોટલી બનાવવામાં આવે તો તેમાંથી વિટામિન બી, આયોડીન, ઝિંક, મેગ્નીઝ, કોપર, સીલિકોન, પોટેશિયન તથા કેલ્શિયમ મળે છે. 


શરીરને આટલા લાભ થાય છેઃ ઘઉંના લોટ સોલ્યુબલ ફાઈબર મેળવવાનું મુખ્ય માધ્યમ છે અને આપણાં શરીર તથા પાચનને એકદમ ફીટ રાખે છે. રોટલીમાં કાર્બોહાઈડ્રેટ હોવાથી શરીરને એનર્જી મળે છે. 

આ સાથે જ આપણી જઠારગ્નિ શાંત કરે છે. માંસપેશીઓ તથા શરીરના તમામ અંગોને પૂરતી એનર્જી પૂરી પાડે છે, જેથી આપણે આખો દિવસ થાક્યા વગર કામ કરી શકીએ. ઓછી ચરબીમાં વધુ પોષણ આપે છે. 

You cannot copy content of this page