Only Gujarat

Bollywood FEATURED

ફોટોગ્રાફરે સલમાનને કહ્યું હતું કે ભાગ્યશ્રીને બથ ભરીને કીસ કરી લેજે, જાણો સલ્લુએ શું કર્યું

મુંબઈ: વર્ષ 1989માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં સલમાન ખાન સાથે ડેબ્યૂ કરનાર ભાગ્યશ્રીએ પોતાના માસૂમિયત ભરેલા અંદાજથી સૌના દિલ જીતી લીધી હતા. આ ફિલ્મના પ્રોડક્શન દરમિયાન બંને એક્ટર્સની સારી કેમિસ્ટ્રી જોતા તેમને એકસાથે અનેક ફોટોશૂટ્સ કરવાની ઑફર પણ મળી હતી. આ ફોટોશૂટ્સને લઈને ભાગ્યશ્રીએ કેટલાક ખુલાસા કર્યા છે.

જબરદસ્તી કિસ કરાવવા ઈચ્છતો હતો ફોટોગ્રાફર
ડેક્કર ક્રૉનિકલને આપેલા ઈંટરવ્યૂમાં ભાગ્યશ્રીએ કહ્યું કે, ‘એ સમયે એક ખૂબ જ જાણીતા ફોટોગ્રાફર હતા જે હવે આ દુનિયામાં નથી. તે સલમાન અને મારી કેટલી હૉટ તસવીરો ખેંચવા માંગતા હતા. તો તેમણે ફોટોશૂટ દરમિયાન સલમાનને એક ખુણામાં લઈ જઈને કહ્યું, હું જ્યારે કેમેરા સેટ અપ કરીશ ત્યારે તું તેને પકડીને સ્મૂચ કરી લેજે.’

સલમાનનો જવાબ સાંભળી આવ્યો જીવમાં જીવ
ભાગ્યશ્રીએ આગળ કહ્યું કે, ‘સલમાન અને તે ફોટોગ્રાફરને એ અંદાજ નહોતો કે હું પાસે જ ઉભી છું અને બધું સાંભળી શકું છું. કેટલીક ક્ષણો માટે તો હું સ્તબ્ધ રહી ગઈ. પરંતુ બાદમાં મે સલમાનનો જવાબ સાંભળ્યો.

તેમણે ફોટોગ્રાફરને કહ્યું કે, હું આવું કાંઈ જ નહીં કરું. જો તમે એવો કોઈ પોઝ ઈચ્છો છો તો તમારે ભાગ્યશ્રી સાથે વાત કરવી પડશે.’ ભાગ્યશ્રી કહે છે કે, ‘એ સમયે અમે નવા નવા આવ્યા હતા.

ફોટોગ્રાફરને લાગ્યું કે તે જેમ ઈચ્છશે એમ અમારો ઉપયોગ કરી શકશે. એ જમાનામાં સ્મૂચિંગ સીન્સ સ્ક્રીન પર નહોતા બતાવવામાં આવતા. પરંતુ સલમાનનો જવાબ સાંભળીને મારા જીવમાં જીવ આવ્યો કે હું સુરક્ષિત માહોલમાં કામ કરી રહી છું.’

You cannot copy content of this page