Only Gujarat

Business TOP STORIES

રિલાયન્સ Jio પ્લેટફોર્મ સાથે જોડાયા અનંત અંબાણી, આટલી નાની ઉંમરે મળ્યું મોટું પદ

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનંતને મોટી જવાબદારી મળી છે. વાસ્તવમાં 25 વર્ષીય અનંત અંબાણીને જિયોમાં એડિશનલ ડિરેક્ટર બનાવવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર, પીએમ મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના એક અઠવાડિયા અગાઉ અનંત અંબાણીને આ જવાબદારી આપવામાં આવી હતી.

અનંત અંબાણીની ઔપચારિક એન્ટ્રી
આ પ્રથમવાર છે જ્યારે જિયોમાં અનંત અંબાણીને કોઈ મોટી જવાબદારી મળી હોય. આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના બિઝનેસમાં અનંત અંબાણીની ઔપચારિક એન્ટ્રી પણ થઈ ગઈ. અનંતના મોટા ભાઈ આકાશ અને બહેન ઈશા અંબાણી અગાઉથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જુદા-જુદા બિઝનેસ સંભાળી રહ્યાં છે. વર્ષ 2014માં ઈશા અને આકાશ અંબાણીને રિલાયન્સના ટેલીકોમ અને રિટેલ બિઝનેસના બોર્ડ ઓફ ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

જ્યારે અનંત દરવર્ષે માતા નીતા અંબાણી સાથે આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ચિયર કરતો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ આરઆઈએલ ગ્રૂપની ટીમ છે. આ ઉપરાંત અનંત અંબાણીને જામનગર રિફાઈનરીમાં સોશિયલ અને ફાઉન્ડેશન વર્ક કરવા માટે પણ ઓળખવામાં આવે છે.

Jioમાં વધી રહ્યું છે રોકાણ
અનંત અંબાણી એવા સમયે Jio પ્લેટફોર્મ સાથે જોડાયો છે, જ્યારે કંપનીમાં સતત મોટાપ્રમાણમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં અમેરિકન ઈક્વિટિ ફર્મ KKR દ્વારા પણ Jio પ્લેટફોર્મ્સમાં 1.5 અબજ ડૉલર (અંદાજે 11,367 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી હતી. ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર કેકેઆર આ રોકાણથી Jio પ્લેટફોર્મ્સમાં 2.32 ટકા જ ભાગીદારી ખરીદશે.

ફેસબુકે 9.99 ટકાની ભાગીદારી ખરીદી
આ અગાઉ એક મહિનાની અંદર જ રિલાયન્સ Jioમાં ફેસબુક ઈન્ક., જનરલ એટલાન્ટિક, સિલ્વર લેક અને વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ દ્વારા રોકાણની જાહેરાત કરવામાં આવી હતી. માત્ર ફેસબુકે Jioમાં 9.99 ટકા ભાગીદારી ખરીદી. આ માટે ફેસબુકે 5.7 બિલિયન ડૉલર એટલે કે 43, 574 કરોડનું રોકાણ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ Jioને માત્ર ટેલીકોમ ઓપરેટર જ નહીં પરંતુ એક ડિજિટલ કંપની તરીકે પણ ડેવલપ કરી રહ્યું છે. જો રિલાયન્સ Jioની વાત કરીએ તો તેને 2016માં લોન્ચ કરવામાં આવી હતી. જે પછી ટેલીકૉમ સેક્ટરમાં પ્રાઈસ અને ડેટા યુદ્ધનો પ્રારંભ થયો. આ કારણે ઘણી ટેલિકૉમ કંપનીઓએ વેપાર સમેટવાનો વારો આવ્યો.

You cannot copy content of this page