Only Gujarat

National TOP STORIES

ઢગલાબંધ વરરાજાઓને છેતરીને ભાગી ગઈ આ લૂંટેરી દુલ્હન, આ રીતે પકડાઈ?

છતરપુરઃ મધ્ય પ્રદેશના છતરપુરના બમીઠા પોલીસે લુંટેરી દુલ્હનની ધરપકડ કરી છે. જે લગ્નના નામે લોકો સાથે છેતરપિંડી કરતી હતી. તે લગ્નના બીજા દિવસે ઘરેણાં અને રોકડા રૂપિયા લઈ ભાગી જતી હતી. પૂછપરછમાં આરોપી મહિલાએ ઘણા લોકો સાથે લગ્ન કરી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપી મહિલાનું નામ પૂજા સાકેત છે. જે રીવા ઉલેહીની રહેવાસી છે. પૂજાએ સપના અહિરવાર બની બમીઠાના કાલીચરણ અહિરવાર સાથે લગ્ન કર્યા હતા. બીજા દિવસે જ તે 80 રૂપિયા લઈ ભાગી હતી. જેની ફરિયાદ કાલીચરણે કરી હતી. પ્રીતિ યાદવ બની વિજયપાલ સાથે લગ્ન કર્યા હતા. ગામ જંગલની વચ્ચે હોવાથી તે ભાગી શકી નહીં.

આ સમયે તેની સાથે ભાઈ બની આવેલા પપ્પૂ કુશવાહાએ પોલીસ ફરિયાદ કરી કે વિજયપાલ અને તેના પરિવારજનો બહેનને પિયર લઈ જવા દેતા નથી. જે પછી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.

દુલ્હન અને તેના ભાઈને પોલીસ સ્ટેશન લવાતા પૂછપરછમાં વાસ્તવિકતા સામે આવી હતી. પૂજા અને પપ્પૂ લગ્નના નામે છેતરપિંડી કરતા હતા. આ મામલે પોલીસે પૂજા અને પપ્પૂ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. બંનેને કોર્ટમાં રજૂ કરી જેલ ભેગા કરાયા હતા.

ડીએસપી અનુરક્તિ સબનાનીએ જણાવ્યું કે, મહિલા અને તેના સાથીની ધરપકડ કરવામા આવી છે. મહિલા લગ્ન બાદ રૂપિયા અને ઘરેણાં લઈ ભાગી જતી. પૂછપરછ થકી તેની ગેંગના અન્ય લોકોની માહિતી મેળવવામાં આવી રહી છે.

You cannot copy content of this page