Only Gujarat

International

મહિલાએ પતિ પર જે વિચિત્ર આરોપ લગાવ્યા છે તે જાણીને તમારા હોંશ ઉડી જશે એ નક્કી

પટણાઃ અનામિકા (બદલેલ નામ) બિહારના પટણાની રહેવાસી છે. આ વર્ષે માર્ચમાં તેના લગ્ન થયા હતા. યુવક સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં રહે છે અને ત્યાં જ નોકરી કરે છે. લગ્ન બાદ અનામિકા પણ અમેરિકાના વર્જિનિયા ગઈ હતી. ત્યાં પહોંચવા પર પતિ તેને માર મારતો, દહેજ માટે હેરાન કરતો, તેની પર પ્રતિબંધો લગાવ્યા હતા.’ બંનેનો પરિવાર ભારતમાં રહે છે. જ્યારે અનામિકાના પિતાએ આ મુદ્દે જમાઈ સામે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેણે સસરા સમક્ષ દહેજની માગ કરી હતી. સ્થિતિ એટલી બગડી કે 15 જૂને અનામિકાને જીવ બચાવવા પોલીસ બોલાવવી પડી હતી.

પતિથી અલગ થયા બાદ અનામિકા સિએટલમાં પોતાના એક સંબંધીને ત્યાં રહે છે. તેણે ત્યાં ભારતીય દૂતાવાસ અને પોલીસમાં આ મામલે ફરિયાદ કરી હતી. આ સાથે અનામિકા અમુક એનજીઓના સંપર્કમાં છે જે ઘરેલું અને દહેજ હિંસાની શિકાર થનાર ભારતીય મહિલાઓની મદદ કરે છે.

અનામિકાએ ભારતીય મીડિયાને જણાવ્યું કે, તેની પાસે પોલીસ ફરિયાદ છે. તેમા અનામિકાએ જે માહિતી આપી છે ચોંકાવનારી છે. ફરિયાદ અનુસાર, અનામિકાનો પતિ તેને ક્યાંય એકલા જવા દેતો નહોતો. તે તેને માત્ર બાથરૂમ એકલા જવા દેતો અને તે પણ ફોન વગર. તે અનામિકાને બળજબરીપૂર્વક ઘણા સ્થળે લઈ જતો, તે બીમાર હોય તો પણ. એકવાર પતિએ જાહેરમાં રોડ પર અનામિકાને ઘૂંટણીયે પડી માફી માંગવા મજબૂર કરી હતી.

અનામિકાએ ફરિયાદમાં કહ્યું કે,‘પતિને શંકા હતી કે હું પ્રેગ્નન્સી અટકાવવા ગુપ્તભાગમાં કોઈ વસ્તુનો ઉપયોગ કરી રહી છું. વૉશરૂમમાં અવાજ ના આવે તો બુમો પાડતો. પછી તે વૉશરૂમનો દરવાજો ખુલ્લો રાખવા મને મજબૂર કરવા લાગ્યો. તે ઘણીવાર ફોનની ફ્લેશ લાઈટથી મારા ગુપ્તભાગની અંદર જોતો અને પોતાની આંગળી કે ગ્લવ્ઝનો ઉપયોગ કરી હાથ અંદર નાંખી ચેક કરતો. સેક્સ કર્યા બાદ તે મારી પર ગુસ્સો કરતો કે હું પ્રેગ્નન્સી રોકી રહી છું.’

તેના પતિનો સંપર્ક કરાતા તેણે તમામ આરોપોને ફગાવી દીધા અને પોતાને ફસાવવામાં આવી રહ્યાની વાત કહી. તેણે પહેલા પોતાને મેરિલેન્ડ યુનિવર્સિટિનો સ્ટુડન્ટ ગણાવ્યો અને પછી બાલ્ટિમોર કેમ્પસમાં ભણે છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. અનામિકાના પતિ વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધવામા આવ્યો છે.

અનામિકાએ અમેરિકન વિદેશ વિભાગનો સંપર્ક કર્યો છે. જેમણે અનામિકાના પતિને એફ-1 સ્ટુડન્ટ વિઝા આપ્યું છે. આ સાથે જ અનામિકાએ ફ્રેડી મેક પાસે પણ મદદ માગી હતી, જ્યાં અનામિકાનો પતિ કામ કરતો હતો. જોકે તેનાથી કોઈ ફાયદો થયો નહીં.

You cannot copy content of this page