Only Gujarat

International

37 વર્ષની મહિલાએ ખાધી વાયગ્રા, પછી જે હાલત થઈ એ જોઈને ભલભલાને ન થયો વિશ્વાસ

ઈંગ્લેન્ડમાં કોરોનાને કારણે કોમામાં ગયેલી મહિલા નર્સનો જીવ વાયગ્રા વડે બચાવી લેવામાં આવ્યો છે. 37 વર્ષની મોનિકા અલ્મેડા કોરોનાને કારણે 28 દિવસ સુધી કોમામાં હતી, પરંતુ મોનિકાને વાયગ્રાનો હેવી ડોઝ આપવામાં આવતા જ તે ભાનમાં આવી ગઈ. તેને વાયગ્રા આપવાનો વિચાર તેની સાથે કામ કરતી એક નર્સે આપ્યો હતો. વાયગ્રા એક પ્રકારની ગોળી છે જે જાતીય ઉત્તેજનાને વેગ આપે છે.

‘ધ સન’ના એક રિપોર્ટ મુજબ ગેન્સબરો લિંકનશાયરની રહેવાસી મોનિકા પોતે પણ એક નર્સ છે. ઓક્ટોબરમાં, કોરોના દર્દીઓની સારવાર દરમિયાન, તે સંક્રમિત થઈ હતી. આ પછી તેની તબિયત સતત બગડવા લાગી અને તેણે લોહીની ઉલટીઓ પણ થઈ. બાદમાં મોનિકાએ હોસ્પિટલમાં તેની સારવાર કરાવી, જ્યાંથી તેને ટૂંક સમયમાં રજા આપવામાં આવી.

16 નવેમ્બરે કોમામાં ગઇ હતી
ડિસ્ચાર્જ થયાના થોડા દિવસો બાદ મોનિકાને ફરીથી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. લિંકન કાઉન્ટી હોસ્પિટલમાં તેની સારવાર શરૂ થઈ. સારવાર દરમિયાન મોનિકાના ઓક્સિજનનું સ્તર સતત ઘટી રહ્યું હતું. જે બાદ તેને ICUમાં શિફ્ટ કરવામાં આવી હતી. જ્યાં 16 નવેમ્બરે તે કોમામાં જતી રહી હતી.

હવે વાયગ્રાને લઈને નવું સંશોધન શરુ થયું
મોનિકાને ભાનમાં લાવવા માટે ડોક્ટરોએ ઘણી ટ્રીટમેન્ટ કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ડોકટરો મોનિકાને વેન્ટીલેટરમાંથી કાઢવાનું વિચારી રહ્યા હતા, પરંતુ તે પહેલા વાયગ્રા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વાયગ્રાનો હેવી ડોઝ આપ્યા પછી જ મોનિકા ભાનમાં આવી. હવે વૈજ્ઞાનિકો એ વાત પર સંશોધન કરી રહ્યા છે કે શું વાયગ્રાનો ઉપયોગ નાઈટ્રિક ઑક્સાઈડની જેમ જ થઈ શકે છે, જે લોહીમાં ઑક્સિજનનું સ્તર વધારી શકે છે.

વાયગ્રાએ જ મને બચાવી છે
મોનિકાએ કહ્યું- વાયગ્રાએ મને બચાવી છે. તેનાથી મારા એર વેવ્સ (વાયુ તરંગો) ખુલી ગયા જેથી મારા ફેફસાં કામ કરવા લાગ્યા. મને અસ્થમા છે, જેના કારણે મારું ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટી રહ્યું હતું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે 37 વર્ષની ઉંમરે હું આટલી બીમાર હોઈશ.

You cannot copy content of this page