Only Gujarat

International

કોરોનાથી માર્યા ગયેલાં ડોક્ટરની વિધવા પત્નીએ આપ્યો બાળકને જન્મ, લખી ભાવુક પોસ્ટ

ચીનમાં વુહાન કોરોના વાયરસનું એપીસેન્ટર હતું. અહીં હજારોની સંખ્યામાં રોજ પોઝિટિવ કેસ આવતા હતા આ સમયે ડોક્ટર્સ અને નર્સ પણ કોરોના દર્દીને સેવા કરતા કરતા સંક્રમિત થયા હતા. વુહાનમાં રહેતા ડોક્ટર લી.વેનલિયાંગ સાથે પણ આવું જ થયું. રહેતા ડોક્ટર લી.વેનલિયાંગને કોરોના વાયરસનો વ્હિસલબ્લોઅર ડોક્ટર કહેવાય છે. તેમણે તેમના સાથી તબીબ મિત્રોને જણાવ્યું હતું કે. કોરોના વાયરસના સાત લક્ષણની તેમણે ઓળખ કરી છે. જે સાર્સ જેવા જ છે. સાર્સ પણ એક મહામારી છે. જે 2003માં દુનિયાભરમાં ફેલાઇ હતી.

ચીની અધિકારીઓએ જ્યારે કોરોના વાયરસની વાતનો સ્વીકાર ન હતો કર્યો ત્યારે પણ ડો. લી.વેનલિયાંગે સાથી ડોક્ટર્સને અપીલ કરી હતી કે, તે પર્સનલ પ્રોટ્કેટિલ ઇક્વિમેન્ટ પહેરે. જો કે શરૂઆતના સમયમાં ચીન પોલીસે તેમને ધમકી આપીને ધરપકડ કરીને ચૂપ કરાવી દીધા હતા. પોલીસે ડો.લી પર ખોટી અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ત્યારબાદ પ્રશાસને તેમની માફી માંગી હતી. લોકોનો ગુસ્સો ફાટી નીકળતા સરકારે આ ડોક્ટરને મરણોપરાંત સન્માન આપવાનું નક્કી કર્યું છે.

ડોક્ટર વેનલિયાંગની પત્ની ફૂનઝુએજીએ ચીની સોશિયલ મીડિયા પર વીચેટ પર તેમના ન્યુબોર્ન બાળકની તસવીર શેર કરતા લખ્યું છે કે, ‘‘તેમની આખરી ગિફ્ટ. ફૂને હવે બે બાળકો છે.’’

ચીની મીડિયા મુજબ 12 જૂને ફૂએ દીકરાને જન્મ આપ્યો. તેમની પત્નીએ લખ્યું છે કે, ‘‘શું તેમને સ્વર્ગમાંથી જોઇ શકો છો. આજે તમે મને અંતિમ ગિફ્ટ આપી છે. પતિની આખરી નિશાનીનું હું જીવની જેમ જતન કરીશ.’’

ફૂએ જણાવ્યું કે, પતિના મોત બાદ શોકના કારણે તેમને ઘણી શારિરીક તકલીફો વધી ગઇ હતી. બાળકની સુરક્ષા માટે બહુ વહેલા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ફૂને અને અન્ય સંતાન પણ છે. પતિના મોત બાદ શરૂઆતના દિવસોમાં તેમણે તેમના બાળકને જણાવ્યું હતું કે, તેના પિતા વિદેશ ગયા છે.

You cannot copy content of this page