Only Gujarat

National

દીકરીને કારમાં ખેંચીને લઈ ગયા, પછી એવા સમાચાર આવ્યા કે બધા ખળભળી ઉઠ્યા

ઝજ્જર, હરિયાણા: અહીં શુક્રવારે સવારે 18 વર્ષની એક છોકરીના થયેલા અપહરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. લગભગ 3 કલાકની નાકાબંધી બાદ જ્યારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી, તો ખબર પડી કે છોકરી અને જે છોકરાએ તેનું અપહરણ કર્યું હતું તેણે લગ્ન કરી લીધા છે. એટલે કે છોકરી અને તેના પ્રેમીએ અપહરણનું નાટક કર્યું હતું. પ્રેમી અને તેના મિત્રો માતાની આંખ સામેથી છોકરીને કારમાં ઉઠાવીને લઈ ગયા હતા.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા હડકંપ મચી ગયો હતો. પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉભા થવા લાગ્યા હતા. છોકરી પોતાની માતા અને સહેલી સાથે બહાર જઈ રહી હતી. આ વચ્ચે કાર સવાલ 3 થી 4 યુવકો તેને પોતાની સાથે ખેંચીને લઈ ગયા. માતાએ જ્યારે યુવકોને રોકવાનો પ્રયાસ કર્યો તો, તે તેને ધક્કો મારીને નીકળી ગયા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસે નાકાબંધી કરી દીધી હતી. 3 કલાક બાદ છોકરી અને બે છોકરા જીંદના કિલા જફરગઢમાં મળ્યા. પરંતુ છોકરી અને તેમાંથી એક છોકરાએ લગ્ન કરી લીધા હતા.

પહેલા જાણો ઘટનાક્રમ
12 ધોરણમાં ભણતી છોકરી શુક્રવારે સવારે કિડનેપ થઈ હતી. કારમાં આવી રહેલા 3 થી 4 યુવકોએ છોકરીને જબરદસ્તી કારમાં બેસાડી. તેમણે છોકરીની માતાને ધક્કો પણ માર્યો હતો. છોકરીની માતાએ જણાવ્યું કે, જ્યારે તેણે દીકરીને બચાવવાનો પ્રયાસ કર્યો તો, આરોપીએ તેને પેટમાં લાત મારીને પાડી દીધી હતી.

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલાએ જણાવ્યું કે જે જાનવરો માટે ચારો લઈને પરત ફરતી હતી, ત્યારે તેણે છોકરીને રડતી જોઈ. સૂચના મળતા જ પોલીસ પહોંચી ગઈ અને નાકાબંધી કરી.છોકરીના પિતાએ જણાવ્યું કે 4 મહિના પહેલા એક છોકરો તેમની છોકરીને પરેશાન કરતો હતો. છોકરો કબાડીનું કામ કરે છે. તેનું નામ મનજીત છે, જે બિરધાના ગામમાં રહે છે.

સાઈબર સેલની મદદથી જ્યારે પોલીસે લોકેશનની તપાસ કરી તો તે રોહતકના આર્યસમાજ મંદિરનું નિકળ્યું. પોલીસે કિલા ઝફરગઢથી છોકરીને છોડાવી લીધી અને બે યુવકોને પકડ્યા. ઝજ્જરના ડીએસપી શમસેર સિંહે કહ્યું કે છોકરીના નિવેદનના આધાર પર આગળની કાર્યવાહી થશે. જો કે છોકરીની માતાએ અપહરણનો કેસ દાખલ કર્યો છે.

પોલીસે જ્યારે આરોપીને પકડ્યો તો, છોકરીએ જણાવ્યું કે તેણે મનજીત સાથે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા છે. છોકરાની ઉંમર 28 વર્ષ છે. પોલીસ તેને પ્રેમ પ્રકરણ માની રહી છે. અપહરણ કર્તા HR55AC9709માં બેસીને આવ્યા હતા.

 

 

 

 

You cannot copy content of this page