Only Gujarat

National

દેશને આવા જ સંવેદનશીલ કલેક્ટરોની છે જરૂર, ખેડૂતોને રૂબરુ મળી સમસ્યાઓ જાણી

દેહરાદૂનઃ ઉત્તરાખંડની આઈએએસ અધિકારી અને રુદ્રપ્રયાગ જીલ્લાની ડીએમ વંદના સિંહનો મંગળવારે અલગ જ અવતાર જોવા મળ્યો. મહિલા ખેડૂતોને ખેતમાં કામ કરતા જોઈ ડીએમ પણ અચાનક તેમની સાથે કામમાં લાગ્યા અને પાક લણવામાં મદદ કરી હતી.

ડીએમ વંદના સિંહ અગસ્ત્યમુનિ બ્લોકના ગડમિલ ગામમાં ખેતીના પાકનો અંદાજ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન મહિલાઓને કામ કરતા જોઈ તેઓ પણ તેમની મદદ કરવા આગળ આવ્યા હતા.

ડીએમ વંદનાએ ગામના ખેતરોમાં પાકનો અંદાજ લેવાની સાથે ખેતરમાં પાક લણવાનું કામ પણ શીખ્યું હતું. આ સમયે 30 સ્કે. મીટરના વિસ્તારમાંથી પાક લણવામાં આવ્યો, જેમાં 5 કિલોથી વધુ ચોખાનું ઉત્પાદન થયું.

ડીએમ વંદનાએ કહ્યું કે,‘પાક લણણીનો આ પ્રયોગ રવિ તથા ખરીફ પાકની લણણી અગાઉ કરવામાં આવે છે. જેના કારણે જીલ્લામાં થનારા ઉત્પાદનનો અંદાજ લગાવી શકાય છે.

આ સાથે જ પાકની ઉપજ તથા નુકસાન કે પાકના સડી જવાના અંદાજ માટે પણ આ પ્રયોગ કરાય છે.’

ગામમાં પાક સંબંધિત અંદાજ લેવા માટે પહોંચેલા મહિલા ડીએમ વંદનાએ ખેડૂતો સાથે તેમની સમસ્યાઓ અંગે પણ વાત કરી. આ સમયે ગ્રામ પ્રધાન યશવંત સિંહ બુટોલા અને અધિકારીઓની ટીમ હાજર હતી.

You cannot copy content of this page