Only Gujarat

National

ગ્રાહકનો આકર્ષવા મોકલતો પત્નીના સેક્સી ફોટો, પત્ની લેતી એક રાતના 8 હજાર રૂપિયા

કાનપુરઃ અહીંની ચકેરી પોલીસે શિવ કટરા રોડ પર આવેલા બાંકે બિહારી લાલ વિસ્તારમાં ચાલતા ઓનલાઈન સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી સંચાલક, તેની સાસુ તથા એક કોલગર્લની ધરપકડ કરી હતી. આ તમામ લોકો ગ્રાહક સાથે વ્હોટ્સએપ કોલિંગ પર વાત કરતા હતા.

આ ગેંગ વ્હોટ્સએપ પર જ યુવતીઓની તસવીર મોકલતી. જે પછી યુવતીને ગ્રાહકે જણાવેલા સ્થળ પર અથવા પોતાના ફ્લેટ પર મોકલવામાં આવતી. આ સેક્સ રેકેટના સંચાલકે પોતાની પત્નીને પણ આ ધંધામાં ધકેલી હતી. સીઓ કેન્ટ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું કે, અંશુ સિંહની નામની કોઈ વ્યક્તિએ યુપી પોલીસ, એડીજી જોન કાનપુર, આઈજી રેન્જ તથા સીઓ સદરને સેક્સ રેકેટ અંગે જાણ કરી હતી.

અંશુએ ટ્વિટમાં એક નંબર આપવાની સાથે જણાવ્યું કે, આ લોકોએ દેહવ્યાપાર સંબંધિત વેબસાઈટ પણ બનાવી રાખી છે. એસઆઈ રવિ શ્રીવાસ્તવ, પીઆઈ તરુણરાજ પાંડે અને તેમની ટીમે ગેંગને પકડવા માટે યોજના બનાવી. પોલીસકર્મી પ્રદીપ કુમારે ફોન નંબર પર ગ્રાહક બની વ્હોટ્સએપ કોલ કર્યો. જે પછી સંચાલકે 2 યુવતીઓની તસવીર મોકલી. સૂચનાની પૃષ્ટિ થયા બાદ સીઓ કેન્ટે સર્વિલાન્સની મદદથી સંચાલકના ઘરે રેડ પાડી. અહીંથી સંચાલક દીપક સિંહ, મૂળ કોલકાતાની સાસુ સરવરી બેગમ અને એક યુવતી અંજલી સરકારની ધરપકડ કરી હતી.

આરોપી દીપક સિંહની પત્ની ડૉલી ઉર્ફ પૂજા સિંહ ઉર્ફ ફરઝાના ખાતૂન પોલીસને હાથ આવી નથી. પોલીસે 2 એટીએમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અને 3 મોબાઈલ કબ્જે કર્યા છે. સંચાલકના બંને ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યા છે.

પોતાનો ફ્લેટનો કરતો હતો સેક્સ રેક્ટ માટે ઉપયોગ
સંચાલક દીપક કોલકાતા નિવાસી કોલગર્લ અંજલીની સાથે જ પોતાની પત્નીને પણ ગ્રાહકો પાસે મોકલતો હતો. જે માટે તે ગ્રાહક પાસેથી 8 હજાર જેટલી રકમ પડાવતો હતો. આ ધંધાની કમાણીથી તેણે એક ફ્લેટ પણ ખરીદ્યો હતો. આ ફ્લેટમાં જ તે યુવતીઓ મોકલતો હતો. ગ્રાહક પાસેથી ફ્લેટના 1500 રૂપિયા અલગથી લેતો હતો.

પોલીસે જણાવ્યું કે, દીપક હરબંશ મોહાલનો રહેવાસી છે. ડોલી સાથે લગ્ન કર્યા બાદ તેણે જુનું મકાન વેચી લાલબંગલાના બાંકે બિહારી લાલ વિસ્તારમાં ઘર લીધું હતું. પોલીસ હાલ તેની પત્નીની શોધ કરી રહી છે.

You cannot copy content of this page