Only Gujarat

FEATURED National

હસતો-રમતો પરિવાર પળભરમાં થયો બરબાદ, દીકરીએ આ કારણે પોતાની જ માતાની કરી હત્યા

લખનઉ(ઉત્તરપ્રદેશ): રેલ મંત્રાલયના કાર્યકારી નિર્દેશક રાજેશ દત્ત વાજપેયીની પોતાની જ દીકરીએ તેની મા અને ભાઇ પર ગોળી ચલાવીને તેમની હત્યા કરી નાખી. પોલીસને તપાસ કરતા હત્યા કરનાર દીકરીના રૂમમાંથી હાડપિંજર અને આંસુવાળા ઇમોજી મળ્યાં. આટલું જ નહીં દીકરીએ તેના હાથે દીવાલ પર ‘ઓ આર ગોડ’ પણ લખ્યું છે. મા અને ભાઇની હત્યા કરનાર આ દીકરી લખનઉની એક પ્રતિષ્ઠિત કોલેજની વિદ્યાર્થિની છે. તે શૂટિંગની ખેલાડી પણ છે. પૂછપરછ દરમિયાન પોલીસને જણવા મળ્યું છે કે, તેને ક્યારેક રૂમ તો ક્યારેક પોર્ચમાં ભૂતો દેખાતા હતા. જો કે તેની મા અને ભાઇ આવી વાતોમાં વિશ્વાસ નહોતા કરતા. આ કારણે તેને ધીરે ધીરે એવું લાગ્યું કે તેની વાત કોઇ નથી માનતું અને તેને કોઇ પ્રેમ નથી કરતું.

ગૌતમપલ્લીના નિવાસી રેલવે અધિકારી રાજેશ દત્ત વાજપેયીનો શનિવારે (29 ઓગસ્ટ) જન્મદિવસ હતો. જો કે તે જ દિવસે તેમનો સંસાર ઉજડી ગયો. પિતા જ્યારે રાત્રે 12 વાગ્યે દિલ્લીથી લખનઉ ઘરે આવ્યાં, તો દીકરી પિતાને વળગીને ખૂબ જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. બંને જણ એક બીજાને વળગીને ખૂબ જ રડ્યાં. પિતાએ જણાવ્યું કે તેમની દીકરી ખૂબ જ મેઘાવી છે પરંતુ તેમના એક ડિપ્રેશને બધું જ બરબાદ કરી નાખ્યું.

પોલીસે શંકાના આધારે હાલ દીકરીની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન કેટલાક ચૌંકાવી દેતા તથ્યો પણ સામે આવ્યા છે. આરોપી કિશોરીએ પોલીસને જણાવ્યું કે તેને ઘરમાં ભૂત દેખાતા હતા. જ્યારે તેણે આ વાત પરિવારજનોને કહી તો તેની વાતનો કોઇએ વિશ્વાસ ના કર્યો. પરિવાર તેની વાતનો વિશ્વાસ ના કરતો હોવાથી તેને લાગતું હતું કે તેને કોઇ પ્રેમ નથી કરતું. આરોપી કિશોરીના રૂમમાં આંસુવાળા ઇમોજી ડ્રો કરેલા પણ જોવા મળ્યાં. આ બધી જ હરકતથી એટલું સ્પષ્ટ દેખાઇ છે કે તે ડિપ્રેશનમાં હતી. આ વાતનો ઉલ્લેખ તેમણે તેમની ડાયરીમાં પણ કર્યો છે.

પોલીસે જ્યારે આરોપી દીકરીને તેમનો હાથ કાપવાનું કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે તેમાં કઇ મોટી વાત છે. આ તો બહુ જ નોર્મલ છે. 1.5 મિલિયન લોકોએ તેમના હાથની નસ કાપી નાખી છે. બાથરૂમના મિરર પર તેમણે લખ્યું હતું ‘ડિસ્ક્વોલિફાઇડ હ્યુમન.’ તેણે ભાઇ અને મા પર ગોળી ચલાવ્યા બાદ ખુદને પણ ઇજા પહોંચાડી હતી. તેણે તેના હાથ પર બ્લેડથી વાર કર્યો હતો, જેના નિશાન તેમના હાથ પર જોવા મળતા હતા.

હત્યાની આરોપી દીકરીના ફેસબુક પર માત્ર તેના પિતા ફ્રેન્ડ લિસ્ટમાં છે. તેણે અકાઉન્ટ બનાવ્યા બાદ બસો જેટલી પોસ્ટ કરી છે. તેણે પ્રાઇવેસી પણ લોક કરી છે. તેણે તેની ઉપલબ્ધિઓનું પ્રમાણપત્ર પણ પોસ્ટ કર્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ કિશોરીએ પહેલા પણ ખુદને ઇજા પહોંચાડી હતી. તેના હાથ પર ઘાના નિશાન જોવા મળે છે. શનિવાર, 29 ઓગસ્ટના રોજ પણ તેણે બ્લડથી ખુદના હાથ પર ઇજા પહોંચાડી હતી. તેને છુપાવવા માટે બેન્ડેઝ લગાવી હતી. તપાસ દરમિયાન પોલીસે જોયું કે તેના બાથરૂમમાં ટામેટાની ચટણીથી ‘ડિસ્ક્વોલિફાઇડ હ્યુમન’ લખ્યું હતું.

કિશોરીએ આ શબ્દ લખ્યા બાદ મિરર પર પણ ફાયરિંગ કર્યું હતું. પોલીસ કમિશનરના જણાવ્યાં મુજબ પિસ્તોલમાં પાંચ ગોળી લોડ કરી હતી, જેમાંથી ત્રણ ગોળી તેણે ચલાવી હતી. આ પિસ્તોલથી જ તેણે મા અને ભાઇ પર ગોળી ચલાવી હતી. પોલીસે હાલ કિશોરીની ધરપકડ કરીને પિસ્તોલ જપ્ત કરી લીધી છે.

You cannot copy content of this page