Only Gujarat

FEATURED National

આ તે કેવી મજૂબરીઓ! માતાની આ વેદનાસભર વાત વાંચીને તમેય હચમચી જશો એ નક્કી!

રાંચીઃ કોરોના અને લોકડાઉનમાં કેટલીક એવી તસવીરો સામે આવી રહી છે. જેને જોઇને હૃદય વલોવાય જાય. આવી જ એક વેદનાભરી તસવીર છત્તીસગઢથી સામે આવી છે. આ તસવીર એક મજબૂર માની છે. જેને એક 15 વર્ષના વ્હાલસોયા તેમના દીકરાને ગુમાવ્યો છે અને અંતિમ સંસ્કારના પણ તેમની પાસે પૈસા નથી. લોકડાઉનમાં આર્થિક તંગી વેઠી રહેલા એક શ્રમિક મહિલાની પીડાદાયક તસવીર સામે આવી છે. છત્તીસગઢના અંબિકાપુરમાં 15 વર્ષના દીકરાની બીમારીના કારણે મોત થઇ ગયું. પિતા લોકડાઉનના કારણે પૈતૃક ગામ ઉતરપ્રદેશના સોનભદ્રમાં ફસાયેલા છે.

આ સ્થિતિમાં આર્થિક તંગીથી પરેશાન માતા પાસે અંતિમ સંસ્કારના પણ પૈસા ન હતા. આ કારણથી માતાએ પુત્રનો શબ લેવાનો ઇન્કાર કરી દીધો. એક ગરીબ મજબુર માની સ્થિતિને સમજતા લોકોએ મદદ માટે હાથ આગળ વધાર્યાં તો આખરે માએ ભારે હૈયે જાતે મૃત દીકરાને મુખાગ્નિ આપીને અંતિમ વિદાય આપી.

મા દીકરાને શબને લઇ જવા માંગતી હતી પરંતુ મજબૂર હતીઃ અંબિકાપુર મેડિકલ કોલેજની હોસ્પિટલમાં શુક્રવારે (29 મે) મોડી રાત્રે 15 વર્ષના કમલેશ ચેરોનું બીમારીના કારણે મોત થઇ ગયું. મા દેવંતીની પાસે પૈસા નહોતા. મજબૂર મા પાસે કોઇ સાધન સામગ્રી ના હોવાથી તેમણે આખરે દીકરાનું શબ લેવોનો ઇન્કાર કરી દીધો. આ સ્થિતિને જોતા અનોખી સોચ સંસ્થાના યુવકો આ મજબૂર માની વ્હારે આવ્યા અને ત્યારબાદ પોલીસકર્મીઓએ પણ મદદ કરી ત્યારબાદ શબને શંકરઘાટ મુક્તિધામ લઇ જવાયું. અહીં માએ ખુદ તેના હાથે દીકરાને મુખાગ્નિ આપી. તો આ સમયે હાજર બધાની આંખમાં આંસુ આવી ગયા.

તાવના કારણે ખરાબ થઇ ગઇ હતી બાળકની તબિયતઃ પોલીસે જણાવ્યું કે દેવંતી ચેરો મૂળ ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના દુગ્ધીમાં જામપાનીમાં રહે છે. તે દીકરા કમલેશ સાથે મજુરી કરવા માટે અહીં આવી હતી અને બાબુપુર ભાડાનું મકાન રાખીને મજુરી કરતી હતી. પતિ માર્ચમાં તેમના ગામડે ગયો હતો અને લોકડાઉનના કારણે ત્યાં જ ફસાઇ ગયો હતો. કમલેશ લાંબા સમયથી બીમાર હોવાથી નબળો પડી ગયો હતો. તેને તાવ આવતો હતો અને નબળાઇના કારણે તે અચાનક પડી જતો હતો. પુત્ર કમલેશની તબિયત વધુ ખરાબ થતાં મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 23મેથી દાખલ કરવામાં આવ્યો હતો.

કોરોના લોકડાઉનની દર્દભરી એક અન્ય કહાણીઃ આ કહાણી છે, જે લુંડ્રાના ગામ ઝેરાડીહમાં રહેતા એક યુવકની. આ યુવકને છતીસગઢની અંબિકાપુર મેડિકલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રખાયો હતો. આ યુવક કોરોનાનો શંકાસ્પદ પેશન્ટ હતો. જો કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, કેટલાંક કારણોસર તેનું નિધન થયું હતું. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ પરિજન તેના શબને તેમના ગામડે ઘરે લઇ જઇને અંતિમ સંસ્કાર કરવા માંગતા હતા પરંતુ ઝેરાડીહ ગામના લોકોએ અંતિમ સંસ્કારનો વિરોધ કર્યો. આ ઘટનામાં પણ પોલીસના સહયોગથી અંબિકાપુરમાં જ યુવકના અંતિમ સંસ્કાર કરવા પડ્યાં.

એક અન્ય માતાએ પણ આ રીતે કર્યો દીકરાનો અંતિમ સંસ્કારઃ આ જ પ્રકારની ઘટના એક અન્ય મેડિકલ કોલેજમાં 12 મેએ સામે આવી હતી. જશપુર જિલ્લામાં રહેનાર એક યુવકનું સારવાર દરમિયાન મોત થઇ ગયું હતું. તેમણે ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. આ યુવક સાથે પણ એકલી તેમની મા જ હતી. લોકડાઉનમાં કોઇ વાહન ન મળતાં માતા દીકરાનો મૃતદેહ ઘરે ન લઇ જઇ શકી, ત્યારબાદ આ મજબુર માએ અંબિકાપુરના શંકરઘાટમાં અંતિમ સંસ્કાર કર્યાં.

You cannot copy content of this page