Only Gujarat

National

બે દિવસમાં એક-બે નહીં પણ 26 લોકોને માર્યો ડંખ, આખે આખા ગામમાં મચી ગઈ દોડધામ

નાગિનનો આવો બદલો 21મી સદીમાં ભાગ્યે જ જોવા મળે. નાગિને એક-બે નહીં પરંતુ એક એક કરી 26 લોકોને ડંખ માર્યા. આ કોઇ ફિલ્મી કહાની નહીં પરંતુ હકિકત છે. ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં નાગિનના બદલાની હેરાન કરનારી ઘટના સામે આવી છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે નાગ પંચમીના દિવસે નાગને મારી નાખવાથી ગુસ્સે થયેલી નાગિને આ વિસ્તારમાં એક એક કરીને લોકોને ડંખ મારી રહી છે.

ઘટના ઉત્તર પ્રદેશના બહરાઇચના રુપઇડીહા થાનાના બાબાગંજ વિસ્તારની છે. અહીં હાલ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઇ જવાને કારણે ઝેરીલા સાંપ નીકળી રહ્યાં છે. શંકરપુર, ચિલબિલા, બેલભરિયા સહિત કેટલાક ગામમાં બે ડર્જનથી વધુ ગ્રામજનો સહિત 6થી વધુ પશુઓને સાંપે ડંખ માર્યા છે. શંકરપુરમાં જાનવરોને ઘાસ આપવા જઇ રહેલા ઇબરારને નાગપંચમીના દિવસે એક સાંપ કરડવા દોડ્યો હતો. તે ગમેતેમ કરી ભાગવામાં સફળ રહ્યો આ દરમિયાન કોઇએ સાંપને મારી નાખ્યો.

આ ઘટના બાદ બે દિવસમાં સંદિપ, ગુલાબી દેવી, શીલા દેવી, માયા દેવી, ઝલ્લા, નેહા, ધર્મ પ્રકાશ, વિપિન, ચિરકુ, ભાગીરથની પત્ની, નગરિયા, વૈધે, પવન સહિત 26 ગ્રામજનોને નાગિને ડંખ માર્યો છે. તેમાંથી એક મંશી રામનું મૃત્યુ થયું છે. ગ્રામજનોનું કહેવું છે કે નાગ પંચમીના દિવસે ગામના મંદિરમાં રહેતા નાગ જોડામાંથી નાગને ગ્રામજનોએ મારી નાખ્યો હતો. ત્યારથી ગુસ્સે થયેલી નાગિન ગામમાં આતંક મચાવી રહી છે. સાંપના ડંખ કહેરના કારણે હવે ગ્રામજનોએ ગામ છોડવાનું શરૂ કરી દીધું છે.

સ્થાનિક લોકોએ પણ સાંપને પકડવા માટે મદારીને બોલાવી રાખ્યા છે પરંતુ મદારી શરીફાનું કહેવું છે કે આ વરસાદનું વાતાવરણ અને મોટી સંખ્યામાં સાંપ છે. આપણે બધાને પકડી શકતા નથી. તો ગામમાં રહેતા પપ્પુએ જણાવ્યું કે આ નાગિન જાણી જોઇને ગ્રામજનોને નિશાન બનાવી રહી છે.

પીડિતોએ જણાવ્યું કે સૂતી વખતે સાંપના ડંખનો અહેસાસ થાય છે. પરંતુ નાગિન દેખાતી પણ નથી. ત્યાં સુધી કે સાફસફાઇ કરતાં લોકો પણ ગામમાં જવાથી ડરી રહ્યાં છે. ગામમાં દહેશતનો માહોલ છે. લોકો પોતાના બાળકોને સંબંધીને ત્યાં મો કલી રહ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page