Only Gujarat

National

કોરોનાને કારણે બાળ ઠાકરેના પુત્રે દુબઈમાં કરી ગ્રાન્ડ પાર્ટી, એક્ટ્રેસ સાથે જોવા મળી ગાઢ નિકટતા

મુંબઈ: હાલ મહારાષ્ટ્ર અને શિવસેનાના કદાવર નેતા બાલ ઠાકરેના પૌત્ર ઐશ્વર્ય ઠાકરે ચર્ચામાં છે. તે પણ પોતાના જન્મદિવસને લઈને, જ્યાં તે જન્મદિવસ મનાવવા દુબઈ પહોંચ્યા. તેની સાથે બોલીવુડ અભિનેત્રી અલાયા ફર્નિચરવાલા પણ હતી. બંને આ પાર્ટીમાં જશ્ન મનાવતા દેખાયા. ઐશ્વર્ય ઠાકરેની માતા સ્મિતા ઠાકરેએ પાર્ટીની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

આ વાયરલ વીડિયોમાં ઐશ્વર્ય ઠાકરે અને અલાયા ખૂબ જ ક્લોઝ જોવા મળી રહ્યા છે. જ્યાં તેમણે એકસાથે કેક કાપી. બાલ ઠાકરેની વહૂ સ્મિતા ઠાકરેએ વીડિયો શેર કરતા અલાયાને ટેગ પણ કરી છે.

જણાવી દઈએ કે બાલા સાહેબ ઠાકરેની વહૂ સ્મિતા ઠાકરે ગ્લેમર વર્લ્ડમાં જાણીતું નામ છે. તે લગ્ન પહેલા અભ્યાસ બાદ મુંબઈની પાસપોર્ટ ઑફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. સાથે તે એ બ્યૂટી પાર્લર પણ ચલાવતી હતી. જ્યાં બાલ ઠાકરેના દીકરા જયદેવ પોતાની પત્નીને છોડવા માટે જતા હતા. આ દરમિયાન સ્મિતાનું માતોશ્રી આવવા જવાનું શરૂ થઈ ગયું. તે જયદેવની નજીક આવી. જે બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ રીતે 1987માં સ્મિતા જયદેવની બીજી પત્ની બની.

સ્મિતા ઠાકરેએ આ પાર્ટીના વીડિયો અને ફોટોના કેપ્શનમાં અલાયા ફર્નીચરવાલાને મેન્શન કરી છે. તે ઐશ્વર્યએ પણ ફોટો શેર કરતા પોતાની માતા અને અલાયાને એડ કરીને એક ઈમોજી લગાવી છે.

જણાવી દઈએ કે બંનેએ બર્થ ડે પાર્ટી પહેલા દુબઈમાં અનેક ફોટોશૂટ પણ કરાવ્યા છે.

બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન બંનેએ એકબીજા સાથે ડાન્સ કર્યો અને અનેક વાર ગળે લગાવતા પણ જોવા મળ્યા.

જણાવી દઈએ કે અલાયા પૂજા બેદીની દીકરી છે અને તેણે સૈફ અલી ખાન સાથેની ફિલ્મ જવાની જાનેમનથી બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું.

આ પહેલા પણ ઐશ્વર્ય અને અલાયા સાથે જોવા મળી ચુક્યા છે. ચર્ચા થવા લાગી છે કે ક્યાંક બંને વચ્ચે અફેર તો નથી ને. બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન અલાયા અને ઐશ્વર્ય ઠાકરે.

You cannot copy content of this page