Only Gujarat

Bollywood FEATURED

આ એક્ટ્રેસિસે કર્યાં છે ફિલ્મમેકર્સ સાથે લગ્ન, જાણો કોણ કોણ છે લિસ્ટમાં!

મુંબઈઃ બોલીવુડમાં લગ્ન હોય કે રિલેશનશિપ, ચાહકો તેના વિશે જાણવા માટે ઉત્સુક રહે છે. ઘણીવાર ચર્ચા થતી હોય છે કે આ એક્ટર આ એક્ટ્રેસને ડેટ કરી રહ્યા છે અને આવનારા સમયમાં બંને લગ્ન કરી શકે છે. આજે અમે તમને જણાવીએ છે બોલીવુડની એ 10 જોડીએ વિશે, જે ફિલ્મમેકર્સે અને એક્ટ્રેસ વચ્ચે બની.

અભિનેત્રી રાની મુખર્જીએ ફિલ્મમેકર આદિત્ય ચોપડા સાથે વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. તે પહેલા આદિત્ય ચોપરાએ પાયલ ખન્ના સાથે 2001માં લગ્ન કર્યા હતા અને 2009માં બંને અલગ થઈ ગયા હતા. આદિત્ય ચોપરા ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ માટે જાણીતા છે.

એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ ફિલ્મ મેકર ગોલ્ડી બહેલ સાથે 2002માં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત વર્ષ 1994માં ‘નારાજ’ના સેટ પર થઈ હતી અને બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. 1998 પ્રોડ્યૂસર તરીકેની ગોલ્ડી બહેલની પહેલી ફિલ્મ ‘અંગારે’માં સોનાલીએ કામ કર્યું હતું.

અભિનેત્રી ઉદિતા ગોસ્વામીના કરિયરની બીજી ફિલ્મ ‘ઝહર’ 2005માં આવી અને તેમને ડાયરેક્ટર મોહિત સૂરી હતા. બંનેની દોસ્તી થઈ ગઈ અને તે પ્રેમમાં બદલાઈ ગઈ. લાંબા સમયના રિલેશનશિપ બાદ 2013 તેમણે લગ્ન કર્યા. તેમના બે બાળકો છે.

ફિલ્મમેકર બોની કપૂરે ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ બાદ અભિનેત્રી શ્રીદેવીથી આકર્ષિત થયા હતા અને બાદમાં બંને ઘણા નજીક આવી ગયા હતા, બોની કપૂરના લગ્ન થઈ ગયા હોવાથી શ્રીદેવી સાથે લગ્ન કરતા અચકાતા હતા. આખરે વર્ષ 1996માં બંનેએ લગ્ન કરી લીધા. બંનેને બે દીકરીઓ ખુશી કપૂર અને જાહ્નવી કપૂર છે. બોની કપૂરે પહેલા મોના કપૂર સાથે લગ્ન કર્યા હતા. જેના બે બાળકો અર્જુન અને અંશુલા કપૂર છે.

સુપરહિટ ફિલ્મ ‘ગેંગ્સ ઑફ વાસેપુર’ના ડાયરેક્ટર અનુરાગ કશ્યપે વર્ષ 2011માં અભિનેત્રી કલ્કિ કેકલાં સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ લાંબો સમય ના ચાલ્યો અને બંને 2015માં અલગ થઈ ગયા. કલ્કિ કેકલાં પહેલા અનુરાગ કશ્યપે ફિલ્મ એડિટર આરતી બજાજ સાથે 2003માં લગ્ન કર્યા અને 6 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લઈ લીધા. અનુરાગની એક દીકરી આલિયા છે. થોડાં મહિના કલ્કિએ દીકરીને જન્મ આપ્યો હતો. આ બાળકી કલ્કિના પ્રેમી ગાય હર્શબર્ગની છે. બંનેએ હજી સુધી લગ્ન નથી કર્યા.

બોલીવુડના જાણીતા ડાયરેક્ટર મહેશ ભટ્ટે વર્ષ 1986માં અભિનેત્રી સોની રાઝદાન સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરીઓ છે આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ. જણાવી દઈએ કે વર્ષ 1981માં સોની રાઝદાને ફિલ્મ ’36 ચૌરંગી લેન’થી ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા મહેશ ભટ્ટે વર્ષ 1970માં કિરણ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. જેના બે બાળકો પૂજા અને રાહુલ ભટ્ટ છે.

ડાયરેક્ટર પ્રકાશ ઝા વર્ષ 1984માં પોતાની ફિલ્મ ‘હિપ હિપ હુર્રે’ બનાવી રહ્યા હતા. એ દરમિયાન તેમને દીપ્તિ નવલ સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરી લીધા. બંનેએ એક સાથે વધુ એક ફિલ્મ પણ કરી હતી. જોકે, પ્રકાશ ઝા અને દીપ્તિ નવલ બાદમાં અલગ થઈ ગયા.

‘ચોર પુલિસ’, ‘ખૂન ખરાબા’, ‘દાદા’ જેવી ફિલ્મો કરનારી અભિનેત્રી બિંદિયા ગોસ્વામીએ વર્ષ 1985માં ‘એલઓસી’, ‘બૉર્ડર’, ‘રિફ્યૂજી’ જેવી ફિલ્મોના ડાયરેક્ટર જેપી દત્તા સાથે લગ્ન કરી લીધા. આ કપલની બે દીકરીઓ છે. આ પહેલા બિંદિયા ગોસ્વામીએ વર્ષે 1980માં એક્ટર વિનોદ મહેરા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન બહુ લાંબા ચાલ્યા નહીં અને બંનેએ લગ્નના 4 વર્ષ બાદ છૂટાછૂડા લીધા.

વર્ષ 1975 આવેલી યાદગાર ફિલ્મ શોલેના ડાયરેક્ટર રમેશ સિપ્પીનું દિલ અભિનેત્રી કિરણ જુનેજા પર આવ્યું હતું. તેમણે વર્ષ 1991માં લગ્ન કરી લીધા હતા. આ પહેલા રમેશના લગ્ન ગીતા સાથે થયા છે. જણાવી દઈએ કે કિરણ જુનેજા અને રમેશ સિપ્પીની ઉંમરમા ઘણો ફરક છે.

ડાયરેક્ટર કમાલ અમરોહીએ વર્ષ 1952માં એક્ટ્રેસ મીના કુમારી સાથે ચુપકેથી લગ્ન કરી લીધા હતા કારણ કે તેઓ પહેલાથી પરિણીત હતા. બંનેના લગ્ન થયા ત્યારે કમાલ 34 વર્ષ અને મીના 19 વર્ષના હતા. વર્ષ 1972માં આવેલી કમાલ અમરોહીની ચર્ચિત ફિલ્મ ‘પાકીઝા’ની અભિનેત્રી મીના કુમારી હતી.

You cannot copy content of this page