Only Gujarat

Bollywood

દયાભાભીની લાડલા દીકરાની પહેલીવાર જોવા મળી એક ઝલક

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દયાભાભી એટલે કે દિશા વાકાણીનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે, જેમાં તે તેના પરિવાર સાથે પૂજા કરતી જોવા મળે છે. આ વીડિયોમાં પહેલીવાર દિશાનાં બાળકો પણ દેખાય છે. રિપોર્ટ્સમાં જાણવા મળે છે કે, પહેલીવાર જ દિશાના દિકરાની જલક આ રીતે લોકો સામે આવી છે.

મહાશિવરાત્રીની પૂજાનો વીડિયો છે આ
આ વીડિયો દિશા વાકાણીના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, આ વીડિયો ગત શિવરાત્રીનો જ છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, “દિશા વાકાણીનો તાજેતરનો વીડિયો. આશા છે કે, તે બહુ જલદી પાછી ફરશે.” વીડિયોમાં દિશાના ખોળામાં તેનો દીકરો બેસેલો છે, જ્યારે તેની દીકરી સ્તુતિ તેના પતિ મયૂર પડિયાના ખોળામાં જોવા મળે છે.

ભાવુક થયા ઈન્ટરનેટ યૂઝર્સ
દિશાનો આ વીડિયો જોઈ તેના ફેન્સ બહુ ભાવુક બની રહ્યા છે અને કમેન્ટ બૉક્સમાં તેમણી લાગણીઓ શેર કરી રહ્યા છે. તો એક ઈન્ટરનેટ યૂઝરે લખ્યું છે, “મેમ પ્લીઝ, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં પાછાં આવી જાઓ ને.” તો અન્ય એક યૂઝરે લખ્યું છે, “પ્લેઝ પાછાં આવી જાઓ ને.” તો અન્ય એક યૂઝર તેના દીકરાનું નામ પૂછે છે.

એક્ટ્રેસના કેન્સરના સમાચાર આવ્યા હતા
ગયા વર્ષે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિશા ગળાના કેન્સર સામે લડી રહી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે ‘તારક મેહતા….’ માં સતત બનાવટી અવાજ કાઢવાના કારણે તેને આ બીમારી થઈ છે. જોકે ત્યારબાદ, દિશાના કો-સ્ટાર જેઠાલાલ એટલે કે, દિલીપ જોશી અને દિશા વાકાણીના ભાઈ મયૂર વાકાણીએ પણ એ સમાચારોનેનું ખંડન કર્યું હતું. જેઠાલાલે આ સમાચારોને ઉટપટાંગ કહી તો, મયૂરે કહ્યું હતું કે, આ બધી અફવાઓ છે. તેના પર વિશ્વાસ ન કરવો, કારણકે દિશા એકદમ સ્વસ્થ અને ખુશ છે.

6 વર્ષથી પડદા પરથી ગાયબ છે દિશા
દિશા વાકાણીની વાત કરીએ તો તેણે વર્ષ 2008 થી 2017 સુધીમાં સતત ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં દયાભાભીનો રોલ નિભાવ્યો. 2015 માં તેણે મુંબઈ બેસ્ડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મયૂર પડિયા સાથે લાગ્ન કર્યાં અને 2017 માં જ્યારે તે પહેલીવાર માતા બનવાની હતી ત્યારે તેણે શોમાંથી મેટરનિટી લીવ લીધી હતી, પરંતુ ત્યારબાદ તે શોમાં પાછી ફરી નથી. તેના ફેન્સ ઘણા સમયથી શોમાં પાછી આવવા માટે માંગણી કરે છે. પરંતુ શોમાં દિશા ન પાછી ફરી અને હજી સુધી તેની જગ્યા પણ કોઈએ લીધી નથી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page