Only Gujarat

Religion

30 દિવસમાં ત્રણ-ત્રણ ગ્રહણો, ગંભીર આવી શકે છે આના પરિણામો, કોરોનાનો કાળો કેર વર્તાશે

અમદાવાદઃ વિજ્ઞાનમાં ગ્રહણ એક ખગોળીય ઘટના માનવામાં આવે છે પરંતુ જ્યોતિષના પ્રમાણે આ જાતકોના હિત માટે સારું નથી. ગ્રહણ કોઈપણ વ્યક્તિ માટે ફળદાયી નથી હોતું. જેના પરિણામ સારા નથી હોતા. પાંચ જૂન થી પાંચ જુલાઈના મધ્યમાં 3 ગ્રહણ લાગી રહ્યા છે. બે ચંદ્ર અને એક સૂર્ય ગ્રહણ.

જ્યોતિષના અનુસાર આવો સંયોગ કરોડો વર્ષો બાદ બની રહ્યો છે. 30 દિવસની અંદર ત્રણ ગ્રહણ થવાથી વિશ્વયુદ્ધ, મહામારી અને પ્રાકૃતિક આપતા જેવું દુષ્પરિણામ જોવા મળી શકે છે. પાંચ જૂન અને પાંચ જુલાઈએ ચંદ્ર ગ્રહણ લાગશે. ત્યાં 21 જૂને સૂર્ય ગ્રહણના પરિણામ પણ જ્યોતિષ પ્રમાણે પણ સારું નથી માનવામાં આવ્યું.

પાંચ જૂને ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણઃ પંડિત વિનોદ તિવારીએ જણાવ્યું કે પાંચ જૂનની રાત્રે સવા અગિયારે અને છ જૂનની રાત્રે 2 વાગ્યેને 34 વાગ્યા સુધી ચંદ્રગ્રહમ રહેશે. જેમાં શુક્રની વક્રી અને અસ્ત રહેશે. ગુરુ અને શનિ વક્રી રહેશે તો ત્રણ ગ્રહોની વક્રી હશે, જેનો પ્રભાવ ભારતની અર્થવ્યવસ્થા પર પડશે. શેર બજાર સાથે જોડાયેલા લોકો સાવધાન રહે અને સાવધાની વર્તવા માટે માર્કેટમાં રકમ લગાવે. આ ગ્રહણ વૃશ્ચિક રાશિ પર ખૂબ જ ખરાબ પ્રભાવ નાખનારું છે. પરિવારના લોકો સાથે વાદ-વિવાદનો સામનો કરવો પડશે. કોઈ ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિનું રહસ્યમય મોત થઈ શકે છે.

21 જૂને સૂર્ય ગ્રહણઃ પંડિત બૃજેશ પાંડેએ જણાવ્યું કે 21 જૂનના એક સાથે છ ગ્રહો વક્રીમાં રહેશે. બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ છ ગ્રહો વક્રી રહેશે. છ ગ્રહોની વક્રી હોવાના કારણે મોટું સંકટ ઉત્પન્ન થઈ શકે છે. આ ગ્રહણથી દુનિયામાં પ્રાકૃતિક આપદા સાથે જ મહામારી આવવાની પ્રબળ આશંકા છે.

પાંચ જુલાઈએ ચંદ્રગ્રહણઃ પંડિત અરવિંદ ગિરિએ જણાવ્યું કે આ મોટી ખગોળીય ઘટના છે. જે મોટા પરિવર્તનની સૂચક છે. મંગળ અને સૂર્યની રાશિના પરિવર્તન ગુરુ અને ધન રાશિમાં થઈ રહ્યો છે પરંતુ તે વક્રી રહેશે. તો શુક્ર માર્ગી હોવાથી પ્રાકૃતિક આપદાઓ આવવાની આશંકા બની રહેશે. વૈશ્વિક શક્તિઓ લડવા માટે હાવી રહેશે તો વિશ્વ યુદ્ધ પણ થઈ શકે છે.

ગ્રહણથી વધશે કોરોના સંક્રમણઃ પંડિત નરેન્દ્ર ઉપાધ્યયે જણાવ્યું કે કોઈ પણ પ્રકારનું ગ્રહણ કોઈ પણ વ્યક્તિ માટે સારું નથી હોતું. અલગ-અલગ રીતે લોકોના જીવનને પ્રભાવિત કરી શકે છે. ચંદ્ર મન મને મસ્તકને પ્રભાવિત કરે છે અને સંબંધિત વ્યક્તિની જન્મ કુંડળીમાં જેનો ભાવનો માલિક હશે તેને પણ કોરોના પ્રભાવિત કરી શકશે. ત્યાં જ સૂર્ય પિતા-પુત્ર, રાજ્ય સત્તા પક્ષ, શારીરિક ફળને પ્રભાવિત શકશે. ગ્રહણથી કોરોનાનું સંક્રમણ પણ વધશે.

You cannot copy content of this page