Only Gujarat

Religion

આજે સર્વપિતૃ અમાસના દિવસે જાણો કઈ રાશિ ઉપર બની રહેશે પોતાના પિતૃઓની કૃપા

રાશિફળ: 17-09-2020:  આજે સર્વપિતૃ અમાસના દિવસે જાણો કઈ રાશિ ઉપર બની રહેશે પોતાના પિતૃઓની કૃપા!

  • મેષઃ આજના દિવસે મન ગમતીતક આવતી જણાય, આપની પડતર સમસ્યાનો ઉકેલ જણાય, યાત્રા-પ્રવાસ માં સાનુકુળતા, જમીન અંગેના પ્રશ્નોનું હરાકાત્મક નિરાકરણ જણાય, આધ્યાત્મિક ક્ષેત્રે વધારે સમય આપશો.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય તેમજ વાદ વિવાદથી દૂર રહેવું હિતાવહ.
  • પરિવાર: વ્યક્તિગત સંબંધો મધુર ફળ આપશે સામાજિક માન સમ્માન વધે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય.
  • નાણાકીય: કોઈ આર્થિક સમસ્યાનો હલ જોવા મળે તેમજ નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર સંભવ.
  • આજનો મંત્ર: ॐ गुणाकराय नमः

  • વૃષભઃ નવા કાર્યોનો શુભારંભ થાય, જૂની વસ્તુ કે જૂના મિત્રોને મળવાનું સંભવ બને, નાના-મોટા પ્રવાસ સંભવ, વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવુ, ખાન-પાનમાં વિશેષ ધ્યાન રાખવુ, યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ.
  • કાર્યક્ષેત્ર: નવી તકનું નિર્માણ સંભવ અને કાર્યક્ષેત્રમાં નવો પ્રોજેક્ટ મળી શકે છે.
  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ થાય, પિતૃપક્ષ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: ખોટા અવિચારી ખર્ચ કે રોકાણ ન કરવા, આવક કરતાં જાવક વધી ન જાય તેનું ધ્યાન રાખવુ.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે સાનુકૂળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય માં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ गुणिने नमः

  • મિથુનઃ આજના દિવસમાં આત્મવિશ્વાસ ભરપુર જણાય, ચિંતાનાં વાદળ દૂર થતા જણાય, વિદેશગમનનું આયોજન કરી શકશો, આપના દિવંગત પિતૃની કૃપા બની રહેશે, કોઈ અંગત બાબતનો બાબતોનો ઉકેલ આવતો જણાય.
  • કાર્યક્ષેત્ર: તમારી કાર્યક્ષમતામાં વધારો થતો જણાય, કાર્યક્ષેત્રમાં દિવસ સામાન્ય રહે.
  • પરિવાર: પરિવાર તરફથી સહકાર મળી રહે,સ્વજનથી મિલન સંભવ.
  • નાણાકીય: આકસ્મિક ખર્ચમાં વૃદ્ધિ થતી જણાય તેમજ નાણા વ્યવહાર માં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: આપના મહેનતનું ફળ ચાખવા મળશે.
  • સ્વાસ્થ્ય: ખાન-પાનમાં વિશેષ ધ્યાન રાખવુ.
  • આજનો મંત્ર: ॐ जयन्ताय नमः

  • કર્કઃ દિવસમાં કોઈ સારા સમાચારની પ્રાપ્તિ થાય, ઓછું બોલવું અને આપના કાર્યને બોલવા દેવું, મનમાં ઉત્સાહ જણાય, સ્નેહીજન સાથે મળવા જવાનું આયોજન સંભવ, કાયદાકીય બાબતોનો ઉકેલ જણાય.
  • કાર્યક્ષેત્ર: ધારેલું કાર્ય સફળ થતું જણાય, કાર્યક્ષેત્રમાં હરિફ વર્ગથી સાવધાન રહેવું.
  • પરિવાર: ગૃહજીવનની બાબતો વધુ ગુંચવાતી જણાય, પ્રિય વ્યક્તિથી મુલાકાત સંભવ.
  • નાણાકીય: આવકનું પ્રમાણ વધે તેમજ કોઈ નવી વસ્તુ લેવાય.
  • વિદ્યાર્થી વર્ગ: આજે કઈક નવું શીખવાનું મળશે.
  • સ્વાસ્થ્ય: જૂના રોગનું નિરાકરણ આવે.
  • આજનો મંત્ર: ॐ जीवाय नमः

  • સિંહઃ પોતાના રોજિંદા કાર્યોમાંથી કાંઈક નવું કરવાનું મન થાય, ધર્મ કાર્ય સંભવ, પ્રવાસ–પર્યટનનું આયોજન સંભવ બને, માનસિક ચિંતાઓ દૂર થતી જણાય, દિવસ ની શરૂવાત કોઈ અણધાર્યા સમાચારથી થતી જણાય.
  • કાર્યક્ષેત્ર: તમારા કરેલા કાર્યનું મધુર ફળ મળતું જણાય, કાર્યક્ષેત્રમાં પોતાની ક્ષમતા પર શંકા ના કરવી.
  • પરિવાર: પારિવારિક સહયોગ સારો પરંતુ ભાઈ-ભાંડુઓ સાથેના વિખવાદથી દૂર રહેવું.
  • નાણાકીય: આર્થિક નવા માર્ગો મળતા જણાય, નાણાનો વ્યય વધે નહિ તે ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય નરમ-ગરમ જણાય.
  • આજનો મંત્ર: ॐ जयावहाय नमः

  • કન્યાઃ મધ્યાહન પછી કોઈ સમાચાર આપને બેચેન કરી શકે છે, વિચારો ઉપર અંકુશ રાખવો, કોઈ નવી વસ્તુ ખરીદી શકો છો, રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય, આપના દિવંગત પિતૃની કૃપા બની રહેશે.
  • કાર્યક્ષેત્ર: આજે કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા જણાય પરંતુ કાર્યક્ષેત્રમાં ફરીફવર્ગથી સાથ-સહયોગ સારો મળે.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય તથા સામાજિક કાર્યોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય અને નાણાંકીય ભીડ દૂર થતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ માં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીઓ થી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ विविक्ताय नमः

  • તુલાઃ આપનું મૌન આપની અડચણો ની દવા બની રહે, કોઈ નવા નિર્ણયો લઈ શકાય, જીવનમાં મીઠાસ જોવા મળે, મિત્રો ના સહકાર થી આપની પ્રશ્નો રૂપી નાવ કિનારે પહોચશે, રોજીંદા કામોથી લાભ થતો જણાય.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રનો પ્રવાસ વિશેષ ફળદાયી નિવડે તેમજ મહત્વ ના નિર્ણયો લેવાય.
  • પરિવાર: અંગત જીવન માં મધુરતા જળવાઈ રહેશે, માતૃ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
  • નાણાકીય: નવા આર્થિક સ્રોતની તક મળતી જણાય અને સંપત્તિનાં પ્રશ્નોનું હકારાત્મક પરિણામ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: આજે પ્રગતિકારક તક મળતી જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ वश्याय नमः

  • વૃશ્રિકઃ નકારાત્મક વિચારોને દુર રાખવા, જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય, કાયદાકીય બાબતોનો ઉદેલ જોવા મળે, પારિવારિક શાંતિ જણાય, ટૂંકા પ્રવાસનું આયોજન સંભવ, સાંજના સમયમાં સાનુકૂળતા જણાય.
  • કાર્યક્ષેત્ર: સહયોગી સાથે પ્રેમથી વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે.
  • પરિવાર: સામાજિક કાર્યો પુરા થતા જણાય તથા કોઈ સામાજિક કાર્યોમાં દિવસ પરોવાયેલો રહે.
  • નાણાકીય: મિલકત અંગેના પ્રશ્નો માં સાનુકુળતા જણાય, આર્થિક સ્થિતિ સુધારતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ માં સાચવવું.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ श्रीमते नमः

  • ધનઃ વડીલોના આશીર્વાદ લઈ કાર્યનો પ્રારંભ કરવો પરંતુ પ્રેમ સંબંધમાં સામાન્ય તણાવ અનુભવાય, વિચારો સકારાત્મક રાખવા, અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય, કોર્ટ-કચેરીનાં કાર્યોમાં પ્રતિકૂળતા જણાય.
  • કાર્યક્ષેત્ર: કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું તથા કાર્યક્ષેત્રમાં હરીફવર્ગ થી લાભ જણાય.
  • પરિવાર: મોસાળ પક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ તેમજ દાંપત્યજીવનનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • નાણાકીય: આર્થિક ચિંતા-ઉપાધીઓ માં વધારો જણાય, રોકાણ કરવામાં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની ચિંતા માં નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: ॐ बृहद्रथाय नमः

  • મકરઃ આપના અંગતપ્રશ્નોને કારણે મુંઝવણોમાં વધારો જણાય, ગૃહજીવન સારું, યાત્રા-પ્રવાસ માં સાનુકુળતા જળવાઈ રહેશે. મનમાં ઉત્સાહ જણાય, અને મહત્ત્વના વ્યક્તિનો પરિચય થાય, આપના આવેગ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું.
  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સાવધ રહેવું જરૂરી અને કાર્યક્ષેત્રમાં પરિવર્તન કે સ્થાન ફેર જણાય
  • પરિવાર: દાંપત્યજીવનમાં મધુરતા જણાય, મિત્રો-સ્નેહીજનથી વિવાદ ટાળવો.
  • નાણાકીય: આવકના સ્રોતમાં વૃદ્ધિ જણાય, ઉધાર ઉછીના ના કરવા.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયાસનું શુભફળ મળે
  • સ્વાસ્થ્ય: આરોગ્ય માં બદલાવ અનુભવાય.
  • આજનો મંત્ર: ॐ सुराराध्याय नमः

  • કુંભઃ આજે મહત્વના કામમાં પ્રગતિ જણાય, ચિંતાનાં વાદળો હટતા જણાય, પ્રવાસમાં સાનુકૂળતા જણાય તેમજ જીવનમાં મીઠાસ જોવા મળે, આજે આપને મનમાં અસંતોષની ભાવના રહે, સત્કાર્યમાં દિવસ પસાર થાય.
  • કાર્યક્ષેત્ર: કાર્યને પૂર્ણ કરવામાં ઉતાવળ ના કરવી અને જોખમ લેવામાં સંકોચ ના કરવો.
  • પરિવાર: જીવન સાથી તરફથી સ્નેહ – સહયોગ સારો જણાય તથા વિવાદ ટાળવો.
  • નાણાકીય: આર્થિક સ્રોતની તક મળતી જણાય, નવી યોજનાનું આયોજન સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં સાચવવું હિતાવહ.
  • સ્વાસ્થ્ય: થોડો સમય મેડિટેશન કરવામાં પસાર કરવો.
  • આજનો મંત્ર: ॐ गीष्पतये नमः

  • મીનઃ દિવસમાં કઈક નવું કરવાનું મન થાય, અગત્યની બાબતમાં ઉતાવળીયું પગલું ભરવુ નહીં, માનસિક ચિંતા દુર થતી જણાય, આપના નવા કર્યો પૂર્ણ થતા જણાય, યાત્રા – પ્રવાસનું આયોજન સંભવ બને, આપના દિવંગત પિતૃ ની કૃપા બની રહેશે.
  • કાર્યક્ષેત્ર: કાર્યને પૂરું કરવામાં ધૈર્ય જાળવવું તથા હાર્ડવર્કથી સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • પરિવાર: દાંપત્યજીવનનાં પ્રશ્નો ઉદ્દભવે, ભાઈ – બહેન ના સંબંધ માં મધુરતા જણાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં નવા પડાવ સર થાય.
  • સ્વાસ્થ્ય: જુના રોગનું નિવારણ જણાય.
  • આજનો મંત્ર: ॐ धीवराय नमः
You cannot copy content of this page