Only Gujarat

Religion

આજે દિવાળીના દિવસે કોની મનોકામના થશે પુરી અને કોને કયા મંત્રજાપથી થશે ફાયદો? વાંચો રાશિફળ

રાશિફળ: 14-11-2020: આજે દિવાળીના દિવસે કોની થશે મનોકામના પુરી તો અને કયા મંત્રજાપથી થશે ફાયદો! જુઓ તમારું રાશિફળ.. 

મિત્રો, સનાતન ધર્મમાં દિવાળીનું વિશેષ મહત્વ રહેલું છે. આજના દિવસે માં લક્ષ્મીજી, સરસ્વતીજીનું પૂજન તેમજ ચોપડા પૂજન કરવામાં આવે છે. દરેક  વ્યાપારીવર્ગ અને નોકરિયાત વર્ગ આગામી વર્ષ સારું રહે તે માટે આજે વિશેષ પૂજા કરે છે. અહીંયા તમારી રાશિ પ્રમાણે મંત્ર આપવામાં આવ્યો છે જે તમારી માટે શ્રેષ્ઠ બની રહેશે. 

મેષઃ આજે સામાજિક કાર્યમાં મધુર ફળ ચાખવા મળે, ભવિષ્યની નવી યોજનાનું આયોજન સંભવ બને, મનમાં ધારેલું કાર્ય આગળ વધતું જણાય, પરિશ્રમનું ફળ જણાય, યાત્રા પ્રવાસમાં સાનુકુળતા જળવાઈ રહે, સાંજનો સમય યાદગાર બની રહેશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સહયોગ સારો મળે, નવી તકોનું નિર્માણ થતું જણાય.
  • પરિવાર: સામાજિક કાર્યો પાર પડતા જણાય અને પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નવીન તક જણાય, આર્થિક પ્રશ્નો નું મધુર પરિણામ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને મહેનત નું મધુર ફળ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: તંદુરસ્તી એકંદરે ઠીક જણાય.
  • આજનો મંત્ર: ॐ भुवनेश्वर्यै नमः

વૃષભઃ આજે ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું, ખર્ચ વધવાના પરિણામે નાણાંકીય ભીડ જણાય, જૂની ચિંતાઓ દૂર થતી જોવા મળે, કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા જણાય, જમીન-મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીનો સૂચન મહત્વપૂર્ણ જોવા મળે, પોતાની ક્ષમતા પર શંકા ના કરવી.
  • પરિવાર: પરિવારમાં આર્થિક પ્રશ્નોના કારણે મનભેદ-મતભેદ જણાય, અંગત સંબંધોમાં નવો વળાંક આવી શકે.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રમાં નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું,  નવા સાહસો વિચારી ને કરવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિણામ માં થોડી ખટાસ ચાખવી પડે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ અંગેના પ્રશ્નો થી વધારે ચિંતિત રહો.
  • આજનો મંત્ર: ॐ देव्यै नमः

 

મિથુનઃ આજે સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે સાથે જ પારિવારિક કલેસટાળવો, આવેશ ઉપર કાબુ રાખવો, અશાંતિના વાદળો વિખરતા જણાય, કાર્યક્ષેત્રમાં આગવું સ્થાન જણાય  તેમજ કૌટુંબિક સુખ ઉત્તમ જણાય.

  • કાર્યક્ષેત્ર: નવીન કાર્યરચના સંભવ, કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રસંશા થાય.
  • પરિવાર:  કોઈ કૌટુંબિક સમસ્યાનું નિરાકરણ જણાય, સામાજિક ચિંતાનો ઉકેલ જોવા મળે.
  • નાણાકીય: તમારા વ્યવાહરથી આપ બીજાનું મન જીતી શકશો, નવા આર્થિક સ્તોત્રોનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • આજનો મંત્ર: प्रसन्नाक्ष्यै नमः

કર્કઃ આજે બપોર બાદ અધૂરા કાર્યો પૂર્ણ થતા જણાય, મહત્વના કામમાં પ્રગતિ જણાય, પારિવારિક સુખ ઉત્તમ જણાય, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, યાત્રા-પ્રવાસ ટાળવો હિતાવહ, આજે ધન નો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવી તકને ઝડપવામાં વિલંબ ના કરવો હિતાવહ તેમજ કાર્યક્ષેત્રમાં હરિફ વર્ગથી સાવધ રહેવું.
  • પરિવાર: મિત્રોના સહયોગથી આપની નાવ કિનારે પહોંચશે, પરિવારિક ચિંતા દૂર થતી જણાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, જાવકનું પ્રમાણ વધારે જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં વિશેષ લાભ જણાય
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાચવવું.
  • આજનો મંત્ર: विष्णुपत्न्यै नमः


સિંહઃ આજે ઓછું બોલવું અને આપના કાર્યને બોલવા દેવું, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ, સામાજિક કાર્યોમાં બરકત જણાય, મહત્વના કાર્યમાં ધીરજથી કામ લેવું, અગત્યનાં કાર્યોમાં સફળતા જણાય,વિવાદો નિવારાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગ થી સાવધ રહેવું, યોગ્ય આયોજન અને સાહસ થી આપ સફળતા નો સ્વાદ ચાખી શકશો.
  • પરિવાર: કૌટુંબિક સુખ સારું, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: આર્થિક મર્યાદાઓ હતાશાને ભેટ આપશે અને ધાર્યું કાર્ય આગળ વધે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાચવવું.
  • આજનો મંત્ર: ॐ जयायै नमः

કન્યાઃ આજે નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે, અણધાર્યા સમાચારથી ખુશીની ક્ષણો આવતી જણાય, પારિવારિક અવરોધો દુર થતા જણાય, વિચારોને પોઝેટીવ રાખવા, વિચારેલી યોજનાઓને અમલ માં મૂકી શકાશે, આવકના સ્ત્રોત્ર વધતા જણાય.

  • કાર્યક્ષેત્ર: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે, સ્વજનનો સહકાર જણાય.
  • પરિવાર: પારિવારિક કલેસ ટાળવો, લગ્નજીવનમાં ખુશીઓ આવશે.
  • નાણાકીય: આર્થિક મુશ્કેલીઓનો માર્ગ જણાય, નાણાનો વ્યય વધે નહિ તે ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: સફળતા પ્રાપ્ત કરવા વધારે મહેનત કરાવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ शुभायै नमः

તુલાઃ આજે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, પારિવારિક નિર્ણય વિચારી ને કરવો, નકામી વસ્તુમાં સમય પસાર ન કરવો, સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે, ગુસ્સા – આવેશ પર સંયમ રાખવો, દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં કામનું વધારે દબાણ જણાય, અધિકારીઓ આપના ઉપર મહેરબાન રહેશે.
  • પરિવાર: દાંપત્યજીવન વધુ મધુર બની રહેશે, મનભેદ-મત ભેદ ટાળવા.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, નાણા વ્યવહારમાં સાવધ રહેવું.
  • વિદ્યાર્થી વર્ગ: લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયાસ કરવો.
  • આજનો મંત્ર: ॐ वसुप्रदायै नमः

વૃશ્રિકઃ  આજે બીજા પ્રત્યે આદરભાવ રાખવો, નવું સાહસ વિચારી ને કરવું હિતાવહ, ખોટા અવિચારી ખર્ચ ટાળવા હિતાવહ, કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે, વિશરાયેલા સંબંધો ફરી થી તાજા થતા જણાય.

  • કાર્યક્ષેત્ર: મહત્વના કામમાં પ્રગતિ જણાય, કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ.
  • પરિવાર: દામ્પત્ય જીવનમાં સમસ્યા ન સર્જાય તેનું ધ્યાન રાખવું, કૌટુંબિક સુખ સારું.
  • નાણાકીય: સ્થાઇ સંપત્તિ વિશે કોઇપણ નિર્ણય વિચારીને કરવો, ખર્ચ નું પ્રમાણ વધતું જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ પ્રગતિ માં જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાનુકુળતા રહે.
  • આજનો મંત્ર: ॐ सिद्धये नमः

ધનઃ આજે દિવસે રોજિંદા જીવનમાં બદલાવ લાવવાનું મન થાય, સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે, પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રની અંદર ધનલાભ સમભાવ આપની મહેનત નું સવાયુ ફળ જણાય.
  • પરિવાર: માંગલિક પ્રસંગોનું આયોજન સ્નેહીજનો ની મદદથી સંભવ બને.
  • નાણાકીય: આર્થિક બાબતે દિવસ લાભદાયક ગણાય, શુભ કાર્યમાં ધન ખર્ચ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસની અંદર સફળતા જોવા મળે.
  • સ્વાસ્થ્ય: નાની ઈજાથી સાચવવું.
  • આજનો મંત્ર:  ॐ शुभप्रदाये नमः

મકરઃ આજે આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય, આપનું મૌન આપની અડચણોની દવા બની રહે, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય, સર્જનાત્મક શક્તિઓ માં વધારો થતો જણાય, કોઈ નવા નિર્ણયો લઈ શકાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્ર ની અંદર સાવધ રહીને કામ કરવું તેમજ કાર્યક્ષેત્રની અંદર યશપદની પ્રાપ્તિ જોવા મળે.
  • પરિવાર: સામાજિક કાર્યોમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે, કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત સંભવ.
  • નાણાકીય: આર્થિક આયોજનમાં મધુરતા જણાય, મનોવાંછિત આવક જળવાઇ રહે.
  • વિદ્યાર્થી વર્ગ: શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે વિશેષ કાળજી રાખવી.
  • આજનો મંત્ર: ॐ वसुन्धरायै नमः

કુંભઃ આજે ધાર્યા કામ પાર પડતા જણાય, સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, વિશરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય, પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ, જમીનમાં રોકાણ લાભદાયી રહેશે તથા સંપત્તિનાં પ્રશ્નો હલ થતા જણાય.

  • કાર્યક્ષેત્ર: આપની પડતર સમસ્યાનો ઉકેલ જણાય, નવા સાહસો વિચારીને કરવા.
  • પરિવાર: દાંપત્યજીવનમાં શાંતિ જળવાઈ રહેશે, સામાજિક પ્રશ્નનું નિરાકરણ સંભવ બને.
  • નાણાકીય: રોકાણ કરતાં પહેલાં તેનો પૂર્વ અભ્યાસ જરૂરી, આર્થિક સહાય મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય.
  • આજનો મંત્ર: ॐ यशस्विन्यै नमः

મીનઃ આજે ધાર્યા કામ પાર પડતા જણાય,  ધરેલા પરિણામ મેળવવા વધુ રાહ જોવી પડે, આર્થિક માર્ગોમાં બકરું કાઢતા ઊંટ પેઠું એવી સ્થિતિ જણાય સાથે જ સામાજિક કાર્યો પાર પડતા જણાય, દિવસ ધીરજતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: ચિંતાનાં વાદળો દુર થતા જણાય, ગુસ્સા – આવેશ પર સંયમ રાખવો.
  • પરિવાર: જૂના વાદ-વિવાદ સમાપ્ત થાય, કૌટુંબિક મતભેદ ટાળવા.
  • નાણાકીય: આપના વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, અણધાર્યો ખર્ચ થવાની સંભાવના.
  • વિદ્યાર્થી વર્ગ: વિચારોને પોઝેટીવ રાખવા.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.   
  • આજનો મંત્ર: शान्तायै नमः
You cannot copy content of this page