Only Gujarat

FEATURED National

ઠંડીથી થરથર કાપતો હતો આ ભિખારી તો DSPએ ગાડી રોકી પછી તેનો જોય તો…..

ઘણી વાર એવું બને છે કે, જોવામાં સામેની વ્યક્તિ ભિખારી જેવી દેખાય છે પણ વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ડીએસપી રસ્તાના કિનારે એક ભિક્ષુકની પાસે ગયા સ્તબ્ધ થઈ ગયા હતા. તે ભિખારી તેમની જ બેચનો અધિકારી નીકળ્યો હતો.

હકીકતમાં, ગ્વાલિયરની પેટા-ચૂંટણીઓની મતગણતરી પછી ડીએસપી રત્નેશસિંહ તોમર અને વિજયસિંહ ભાદોરિયા ઝાંસી રોડથી રવાના થઈ રહ્યા હતા. બંને બંધન બગીચાના ફૂટપાથ પરથી પસાર થતાં તેઓએ ત્યાં એક આધેડ ભિખારીને ઠંડીમાં કાંપતો જોયો હતો. તેને જોઈને અધિકારીઓ કાર રોકી અને તેની સાથે વાત કરવા પહોંચી ગયા.

આ પછી, બંને અધિકારીઓએ તેની મદદ કરી હતી. રત્નેશે પોતાનાં જૂતા આપ્યાં હતાં અને ડીએસપી વિજયસિંહ ભદૌરીયાએ પોતાનું જેકેટ આપ્યું હતું. આ પછી, જ્યારે બંનેએ વાતચીત શરૂ કરી ત્યારે તેઓ ચોંકી ગયા. તે ભિખારી ડીએસપીની બેચનો અધિકારી નીકળ્યો છે.

તે ભિખારીનાં રૂપમાં છેલ્લા 10 વર્ષથી લાવારિસ પરિસ્થિતિમાં ભટકી રહ્યો છે. તે પોલીસ અધિકારી રહી ચૂક્યો છે. તેનું નામ મનીષ મિશ્રા છે. એટલું જ નહીં, 1999 બેચના પોલીસ અધિકારી એક અચૂક શૂટર હતો. મળતી માહિતી મુજબ, મનીષ મિશ્રા મધ્યપ્રદેશના વિવિધ પોલીસ સ્ટેશનમાં ઈનચાર્જ તરીકે પદ ઉપર રહ્યા છે.

મનીષ મિશ્રાએ 2005 સુધી પોલીસ નોકરી કરી હતી અને છેલ્લા સમયે દતિયામાં પોસ્ટ હતા. અચાનક જ તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. ઘરવાળાઓ પણ પરેશાન થવા લાગ્યા. સારવાર માટે તેમને જ્યાં-જ્યાં લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી તેઓ ભાગી ગયા હતા.

થોડા દિવસો બાદ મનિષ ક્યાં ભાગી ગયો તે પરિવારને ખબર પણ ન પડી. તેની પત્ની પણ તેને છોડીને જતી રહી હતી. પાછળથી તેની પત્નીએ છૂટાછેડા લીધા. ધીમે ધીમે તે ભીખ માંગવા લાગ્યો હતો. ભીખ માંગતા માંગતા તેને લગભગ 10 વર્ષ થઈ ગયા હતા.

મનીષના આ બંને સાથીઓએ વિચાર્યું નહોતું કે આવું પણ થઈ શકે છે. મનિષે બંને અધિકારીઓ સાથે 1999માં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પોસ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પછી, બંનેએ મનીષ મિશ્રા સાથે જૂની વાતો કરવાનો પ્રયાસ કર્યો અને તેને તેમની સાથે લઇ જવા આગ્રહ કર્યો. પરંતુ તે સાથે જવા તૈયાર ન હતા.

આ પછી, બંને અધિકારીઓએ મનીષને એક સામાજિક સંસ્થામાં મોકલ્યો હતો. મનીષની સંભાળ ત્યાંથી શરૂ થઈ ગઈ છે. આટલું જ નહીં મનીષનો ભાઈ પણ થાણેદાર છે અને પિતા અને કાકા એસએસપી પદ પરથી નિવૃત્ત થયા છે.

માહિતીમાં જાણવા મળ્યું કે તેની એક બહેન એમ્બેસીમાં સારી પોસ્ટ ઉપર છે. તેની સાથે છૂટાછેડા લીધેલી મનીષની પત્ની પણ ન્યાયિક વિભાગમાં પોસ્ટ છે.

અત્યારે મનીષના બંને મિત્રોએ તેની સારવાર ફરી શરૂ કરી દીધી છે. મનિષની આ દર્દનાક કથા જે પણ સાંભળે છે તે ચોંકી જાય છે.

You cannot copy content of this page