Only Gujarat

FEATURED International

બે દીકરીઓની માતા છે આ મહિલા, અચાનક જ 16 વર્ષ નાના પુરુષ સાથે મળી આંખો

લંડનઃ પ્રેમની કોઈ સીમા નથી હોતી. પ્રેમ તો કોઈને ક્યારેય પણ થઈ જાય છે. ઘણી વાર આ પ્રેમના કારણે માણસને ઘર-પરિવાર અને સમાજમાંથી બહિષ્કૃત પણ થવું પડે છે. સાઉથ ઈંગ્લેન્ડમાં રહેતી 51 વર્ષની મહિલાને પોતાનાથી 16 વર્ષ નાના શખ્સ સાથે પ્રેમ થઈ ગયો. બંને છેલ્લા 2 વર્ષથી ડેટ કરી રહ્યા છે. પરંતુ આ સંબંધના કારણે મહિલાને ઘણી મોટી કિંમત ચૂકવવી પડી. 51 વર્ષની આ મહિલાએ માત્ર 9 મહિનામાં 25 કિલો વજન ઓછું કર્યું. જે બાદ તેનું અફેર 35 વર્ષના એક શખ્સ સાથે થઈ ગયું. પ્રેમનો પરવાનો તેમના પર સવાર હતો. પરંતુ ત્યાં કાંઈક એવું થયું કે, જેણે મહિલાની જિંદગી બદલાઈ ગઈ. પોતાની જિંદગી વિશે ખુદ મહિલાએ લોકો સાથે ચર્ચા કરી હતી.

સાઉથ ઈંગ્લેન્ડના સુર્રીમાં રહેતી 51 વર્ષની જોઅન્ના ટર્નર ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે 9 મહિનામાં 25 કિલો વજન ઘટાડ્યું. જે બાદ જોઅન્નાએ સોશિયલ મીડિયા પર પોતાની સ્ટોરી શેર કરી. આ દરમિયાન ફેસબુકના માધ્યમથી જોએન્નાની મુલાકાત પોતાનાથી 16 વર્ષ નાના ક્રિસ્ટોફર ડી રોજારિયો સાથે થઈ. બંને વચ્ચે ઉંમરનો ઘણો ફેર હતો પરંતુ બંનેને સાથે સમય વિતાવવો પસંદ હતો.

બંનેને એકબીજાની કંપની પસંદ આવી. જલ્દી જ વાતચીત ડેટિંગમાં બદલાઈ ગઈ. જોઅન્નાને ક્રિસ્ટોફર સાથે એનર્જેટિક ફીલ થતું હતું. તેને એવું લાગ્યું કે તે ફરીથી જીવવા લાગી છે. પરંતુ જોઅન્નાના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. તેમના માટે આ શરમની વાત હતી. જોઅન્નાનું કહેવું છે કે ઉંમરના આ સમયમાં તે મેનોપૉઝમાંથી પસાર થઈ રહી છે, જેમાં તેના બાળકોએ તેને છોડી દીધી. તે ખૂબ જ એકલી થઈ ગઈ. પરંતુ તેને ક્રિસ્ટોફરનો સાથ ન છોડ્યો. બંનેએ સમાજમાંથી બહિષ્કૃત થયા બાદ પણ પોતાના સંબંધ ખતમ ન કર્યો.

2 દીકરીઓની માતા જોઅન્નાએ પોતાના પરિવાર સાથે ખોટું બોલીને ક્રિસ્ટોફર સાથે પોતાનો સંબંધ કાયમ રાખ્યો. આ માટે જોઅન્નાએ પહેલા પોતાના 10 વર્ષ જૂના પાર્ટનરને છોડ્યો. જોઅન્નાના પ્રમાણે, તે એક ટૉક્સિક રિલેશનમાં હતી.

જ્યારે જોઅન્નાના પરિવારને આ સંબંધ વિશે ખબર પડી તો તેઓ ખૂબ જ નારાજ થયા. તેમને ઘરથી અલગ કરી દેવામાં આવ્યા. ત્યાં સુધી કે જોઅન્નાને પોતાની પ્રપૌત્રીને મળવાથી રોકી દીધી.

જો કે, આ આખા સમયમાં ક્રિસ્ટોફરે જોઅન્નાનો સાથ ન છોડ્યો. તેણે પોતાના પરિવારને આ સંબંધ વિશે વાત કરી. શરૂઆતમાં ક્રિસ્ટોફરના માતા-પિતા આ સંબંધની વિરુદ્ધમાં હતા. પરંતુ ધીમે-ધીમે તેમણે જોઅન્નાને અપનાવી લીધી. જોઅન્નાએ પોતાના પરિવારને પાછો મેળવવા માટે પોતાના બ્રેકઅપની વાત પણ કહી. એક વર્ષ સુધી તેણે આ સંબંધને છુપાવ્યો. પરંતુ હકીકત સામે આવી ગઈ.

હવે જોઅન્નાની દીકરીઓએ ધીમે-ધીમે ક્રિસ્ટોફરની સાથે તેના સંબંધોને અપનાવવાનું શરૂ કરી દીધું છે. જો કે, અત્યાર સુધી બધુ સરખું નથી થયું પરંતુ જોઅન્નાને આશા છે કે તેમની દીકરીઓ ક્રિસ્ટોફરને અપનાવી લેશે.

You cannot copy content of this page