Only Gujarat

Bollywood

બોલીવુડની આ ચાર ફિલ્મની થઈ ભરપૂર ચર્ચાઓ પરંતુ ક્યારેય થિયેટરમાં ના થઈ રિલીઝ

મુંબઈઃ બોલીવુડમાં દર વર્ષ અનેક ફિલ્મો બને છે, જેમાંથી કેટલી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી દે છે તો કેટલી ફિલ્મો ઉંધા માથે પછડાય છે. એ સિવાય કેટલીક ફિલ્મ એવી હોય છે જે પોતાની કહાની, સીન અને મુદ્દાના કારણે વિવાદોમાં આવી જાય છે. તમામ ફિલ્મોને સેન્સર બોર્ડથી લીલી ઝંડી મળ્યા બાદ જ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવે છે. એવામાં બોલીવુડની અનેક ફિલ્મો પોતાના વિવાદિત મુદ્દા અને કન્ટેન્ટના કારણે સિનેમાઘરોમાં રિલીઝ નથી થઈ શકી. અમે આજે તમને એવી જ ફિલ્મો વિશે જણાવીએ છે. જે બની તો ગઈ પરંતુ સિનેમાઘરોમાં રિલીઝ ક્યારેય નથી થઈ.

ફિલ્મ- અનફ્રીડમઃ આ ફિલ્મ વર્ષ 2014માં આવી હતી. આ ફિલ્મ સમલૈંગિક સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં આદિલ હુસૈન અને વિક્ટર બેનર્જી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ બોલ્ડ સીન અને વિવાદિત કન્ટેન્ટ હોવાના કારણે ભારતમાં ક્યારેય રિલીઝ ન કરવામાં આવી. કેટલાક સમય બાદ આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવી હતી. ફિલ્મ ‘અનફ્રીડમ’નું નિર્દેશન અમિત કુમારે કહ્યું હતું.

ફિલ્મ- પાંચઃ આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્પયે કર્યું હતું. હિંસા, ડ્રગ્સ અને રૉક એન્ડ રોલ કલ્ચરના કારણે ફિલ્મ ‘પાંચ’ સિનેમાઘરોમાં રિલીઝ ન થઈ શકી. સેન્સર બોર્ડના લાખ કટ માર્યા બાદ પણ ફિલ્મ રિલીઝ ન થઈ શકી. જો કે આ ફિલ્મને ડાઉનલોડ કરીને યૂટ્યૂબ પર ઘણી વાર જોવામાં આવી છે.

ફિલ્મ- ઉર્ફ પ્રોફેસરઃ આ ફિલ્મ વર્ષ 2001માં બનીને તૈયાર થઈ હતી. ફિલ્મમાં મનોજ પાહવા, અંતરા માલી, શર્મન જોશી અને યશપાલ શર્મા જેવા સિતારાઓ મુખ્ય ભૂમિકામાં હતા, પરંતુ બોલ્ડ સીન અને અશ્લીલ ભાષાના કારણે સેન્સર બોર્ડની લીલી ઝંડી મળી અને સિનેમાઘરોમાં રિલીઝ ન થઈ શકી.

ફિલ્મ- ધ પેઈન્ટેડ હાઉસઃ આ ફિલ્મ 2015થી બનીને તૈયાર છે. આ ફિલ્મ એક વૃદ્ધ શખ્સ અને યુવાન છોકરીના પ્રેમ સંબંધો પર આધારિત છે. તેના કન્ટેન્ટ પર સેન્સર બોર્ડે આપત્તિ વ્યક્ત કરી હતી અને તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો.

You cannot copy content of this page