Only Gujarat

Bollywood

અર્શી ખાનનો ખૂબ જ હોટ રોમાન્સ, જોઈને ચાહકોને લાગ્યો આંચકો

અભિનેત્રી અર્શી ખાન પોતાની બેબાક શૈલીના કારણે અભિનયના જગતમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ અભિનેત્રી તેના નિવેદનોથી લઈને ફેશન સેન્સ સુધીની દરેક બાબતે ખૂબ જ હિંમત દેખાડે છે. હાલ અર્શી ખાનના અમુક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયોમાં અર્શી ખાનનો વધુ પડતો સિઝલિંગ રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે.

કોણ છે અર્શીના પાર્ટનર?
અર્શી ખાનના આ વીડિયો જોયા બાદ દરેક વ્યક્તિ આ વ્યક્તિ વિશે જાણવા માંગે છે. તમને જણાવી દઈએ કે, અર્શી સાથે આ વીડિયોમાં જોવા મળતો આ વ્યક્તિ ઈશાન મૈશ છે. ઈશાન ટિકટોક સ્ટાર તરીકે પ્રખ્યાત થયો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો :
ઇશાન એક ડાન્સર છે જે સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે. યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ પર ઇશાનના વીડિયો ઘણા લોકપ્રિય છે અને રાખી સાવંતથી લઇને પલક તિવારી સુધી ઘણી હસીનાઓ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા છે.

અર્શી અને ઇશાનની કેમેસ્ટ્રી :
આ વીડિયોમાં અર્શી અને ઈશાન એકથી વધુ જોવાલાયક ગીતો પર રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ બંનેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો તેમના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. નેટીઝન્સ કહે છે કે, અર્શી અને ઇશાન વચ્ચેની કેમેસ્ટ્રી ખુબ જ સારી છે.

બોડી શેમિંગ પર બોલી હતી અર્શી ખાન :
‘બિગ બોસ’ ફેમ અભિનેત્રી અર્શી ખાને હાલમાં જ બોડી શેમિંગ પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે, તે તેનો સામનો કરીને થાકી ગઈ છે. બોડી શેમિંગ વિશે વાત કરતા તેણીએ કહ્યું, “મને લાગે છે કે બોડી શેમિંગ એ સતામણી અને અપમાનના સૌથી ગંભીર સ્વરૂપોમાંનું એક છે અને સામાન્ય રીતે મહિલાઓ દ્વારા અનુભવાય છે. હું તેનો સામનો કરીને કંટાળી ગઈ છું. લોકો મારી પીઠ અને તેના કદ વિશે અવારનવાર ટિપ્પણી કરતા રહે છે.”

You cannot copy content of this page