Only Gujarat

Bollywood

તેલથી ચપોચપ વાળ ને મેકઅપ વગર આવી લાગી પ્રેગ્નન્ટ કરીના, જાય છે સાતમો મહિનો

મુંબઈ: કરીના કપૂર પોતાના પ્રેગ્નેન્સી પીરિયડને માણી રહી છે. હાલમાં તે મુંબઈમાં નહીં પરંતુ હિમાચલ પ્રદેશની વાદીઓમાં દિકરા તૈમૂર અલી ખાનની સાથે સમય વિતાવી રહી છે. કરીનાના પતિ સૈફ અલી ખાન હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં પોતાની અપકમિંગ ફિલ્મ ભૂત પુલિસનું શૂટિંગ કરી રહ્યા છે તો કરીના પર પતિની પાસે રહેવા આવી ગઈ છે. જણાવી દઈએ કે કરીના બીજી વાર માતા બનવા જઈ રહી છે. સાત મહિના પ્રેગનેન્ટ કરીના હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

હાલમાં જ કરીનાએ એક ઈમેજ વીડિયો સોશિયલ મીડિયા પણ તેણે પોસ્ટ કર્યો છે. જેમાં તે તડકામાં કૉફી પી રહી છે. વીડિયોમાં તેનો પ્રેગનેન્સી ગ્લો ચોખ્ખો નજર આવી રહ્યો છે. કરીનાએ લખ્યું- બ્રેકફાસ્ટ વિથ બેબો. તેના ચાહકો આ વીડિયોને લાઈક કરી રહ્યા છે અને તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે. ચાહકો જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીના કેટલાક ખાસ લોકો પણ લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. જ્યાં કેટરીનાને આ પોસ્ટ પસંદ આવી તો અર્જુન કપૂરે કમેન્ટ કરી કે-મેન્યૂ ક્યાં છે.

સામે આવેલા વીડિયામાં કરીના મેકઅપ વગર નજર આવી રહી છે. તેણે પોતાના વાળને ટાઈટ બાંધ્યા છે, જેથી તેના વાળ ચિપકુ દેખાઈ રહ્યા છે. સાથે જ હાથમાં કૉફી સાથે અલગ-અલગ એક્સપ્રેશન સાથે તે પોઝ આપી રહી છે. તડકામાં બેસીને કૉફી પિવાના કારણે તેનો આખો ચહેરો લાલ દેખાઈ રહ્યો છે.

જણાવી દઈએ કે કરીના જ્યારે લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ કરતી હતી ત્યારે તે પાંચ મહિના ગર્ભવતી હતી. આ વિશે વાત કરતા તેણે ધ ક્વિંટને કહ્યું હતું કે તે ઘરે નથી બેસી શકતી કારણ કે તેનો પરિવાર પણ તેને એવું કહીને ચિડવે છે કે તેના પેંટમાં કીડીઓ છે, જેના કારણે તે એક જગ્યાએ નથી બેસી શકતી.

ફિલ્મના શૂટિંગ વિશે કરીનાએ કહ્યું હતું કે- તે એ સમયે ફિલ્મનું શૂટિંગ નહોતી છોડી શકે એમ. કારણ કે ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં પુરું થવાનું હતં. પરંતું કોરોનાના કારણે લૉકડાઉન થતા તેને રોકવામાં આવ્યું હતું.

પ્રેગનેન્સીમાં કામ કરવા પર કરીના બોલી કે પ્રેગનેન્સી કોઈ બિમારી નથી કે તે ઘરે બેસી જાય. આ વાત સાચી છે કે કેટલીક પરેશાનીઓ આવે છે પરંતુ તમારે તમારી જાતનું ધ્યાન રાખવું જોઈએ. માત્ર આ જ કારણે કામ છોડી દેવું યોગ્ય નથી.

એક ઈન્ટરવ્યૂમાં કરીનાએ જણાવ્યું હતું કે એવી કઈ વસ્તુ છે જે તે બીજી પ્રેગનેન્સીમાં નથી કરવા ઈચ્છતી. કરીનાએ કહ્યું હતું કે- તૈમૂરના સમયે જ્યારે હું પ્રેગનેન્ટ હતી ત્યારે મને લોકો ખૂબ જ ખાવા માટે કહેતા હતા અને એટલે જ મારું વજન 25 કિલો વધી ગયું હતું. હું ફરીથી એ નથી કરવા માંગતી. મને બસ હેલ્ધી અને ફિટ રહેવું છે.

જણાવી દઈએ કે કરીના જ્યારે પહેલીવાર 2016માં પ્રેગનેન્ટ હતી ત્યારે તેણે કહ્યું કે, તે ઈચ્છે છે કે તેના ઘરે દિકરી આવે. રિપોર્ટ્સનું માનીએ તો કરીનાએ જણાવ્યું હતું કે તે જ્યાં જાય ત્યારે તેને પૂછવામાં આવે છે કે તેને દિકરો થવાનો છે કે દિકરી?

જેનો જવાબ દેતા કરીનાએ કહ્યું હતું કે શું ફેર પડે છે? તે દિકરી છે અને ઈચ્છે છે કે તેના ઘરે દિકરી આવે. કરીનાએ એવું પણ કહ્યું હતું કે તેણે તેના માતા-પિતા માટે દિકરા કરતા વધારે કર્યું છે.

કરીનાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે સૈફને ખબર પડી કે હું બીજી વાર પ્રેગનેન્ટ છું તો તેનું રિએક્શન ફિલ્મી ટાઈપ નહોતું. તે ખુશ હતા. મારા ઘરમાં કાંઈ જ ફિલ્મી નથી. તમામ લોકો નૉર્મલ અને રિલેક્સ રહે છે. જેવું કે મે જણાવ્યું કે આ પ્લાન્ડ નહોતું. પરંતુ અમે હંમેશા એવું ઈચ્છતા હતા. તેને સેલિબ્રેટ કરવા માંગતા હતા અને તેનો આનંદ લઈ રહ્યા છે.

કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો તે કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં નજર આવશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષથી શરૂ થશે. જેમાં અનિલ કપૂર, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, રણવીર સિંહ, જાહ્નવી કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.

You cannot copy content of this page