Only Gujarat

Bollywood

મોડી રાત્રે ભાઈના ઘરે જોવા મળ્યો સલમાન, કોઈને એકધારો જોતો નજરે પડ્યો

મુંબઈ: કોરોનાના કારણે સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ પોતાના ઘરમાં સમય વિતાવી રહ્યા છે. જો કે, કેટલાક સેલેબ્સ કામ પર પાછા ફર્યા છે અને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ વચ્ચે સલમાન ખાન અને તેના પરિવારની કેટલીક તસવીરો સામે આવી છે. હાલમાં જ ખાન ફેમિલી અને કેટલાક ફ્રેન્ડ્સ અરબાઝ ખાનના ઘરે પહોંચ્યા. અરબાઝે પોતાના ઘરે એક પાર્ટી રાખી હતી. આ પ્રસંગે સલમાન ખાન, સોહેલ ખાન, સલીમ ખાન, યૂલિયા વંતૂર સાથે કેટલાંક સેલેબ્સ અરબાઝના ઘરની બહાર સ્પૉટ થયા હતા. સલમાન ખાન ભાઈ અરબાઝના ઘરે મોડી રાત્રે પનવેલના ફાર્મહાઉસથી મુંબઈ પાર્ટીમાં સામેલ થયો હતો. આ પ્રસંગે તેણે કેપ અને માસ્ક પહેર્યો હતો. એટલું જ નહીં તે કોઈને જોતો હોય તેમ લાગતું હતું.

અરબાઝની પાર્ટીમાં યૂલિયા વંતૂર પણ સામેલ થઈ.

માતા સલમા ખાન સાથે સોહેલ ખાન.

સલમાન ખાનના પિતા સલીમ ખાનને કાર સુધી મૂકવા જતો કેરટેકર.

સોહેલ ખાન માતા સલમા સાથે. બીજી તરફ સલીમ ખાન છત્રી લઈને કાર તરફ જતા જોવા મળ્યા હતા.

વરસાદથી પોતાને બચાવતા નજર આવી રહેલા સોહેલ.

માતા હેલન સાથે સોહેલ ખાન.


માતા હેલનનો હાથ પકડીને કાર સુધી લઈ જતા સોહેલ ખાન.

You cannot copy content of this page