Only Gujarat

Bollywood FEATURED

વરુણ ધવનની પત્નીએ પહેર્યો લગ્નનો સફેદ ચૂડો, લોકોએ એવું એવું સંભળાવ્યું કે..!

બોલિવૂડ એક્ટર વરુણ ધવન સાથે સાત ફેરા ફર્યા પછી નતાશા દલાલ પોતાનું લગ્નજીવન એન્જોય કરી રહ્યા છે. લગ્ન પછી વરુણ પોતાના કામમાં વ્યસ્ત છે. તો તેમની પત્ની નતાશા દલાલ સ્પોટ થઈ હતી. સોશિયલ મીડિયા પર તેમના ફોટો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં નતાશા કારમાંથી ઊતરતી જોવા મળી રહી છે. ફોટોમાં નતાશા દલાલ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. તેમણે બ્લેક સ્વેટર સાથે મેચિંગ પેન્ટ પહેર્યું છે.

સાથે જ તેમણે કોરોનાને લીધે માસ્ક પણ પહેર્યું છે. આ દરમિયાન તેમના હાથમાં ચૂડો અને ગળામાં પાતળો ચેન પણ જોઈ શકાય છે. તેમના હાથ અને પગની મહેંદી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. જેને લીધે તે ટ્રોલ થઈ રહી છે. એક યૂઝરે લખ્યું કે, ‘લગ્ન પછી સફેદ ચૂડો કેમ?’ તો એક યૂઝરે લખ્યું, ‘આ કેવા કપડાં પહેર્યાં છે.’

ઉલ્લેખનીય છે કે, નતાશાએ વરુણ સાથે અલીબાગમાં ધ મેન્શન હાઉસમાં સાત ફેરા લીધા હતાં. નતાશા સાથે લગ્ન પછી વરુમ ધવને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં બંને સાથે જોવા મળ્યા હતાં. ફોટોમાં વરુમ ધવન અને નતાશા સિલ્વર આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. આ ફોટો શેર કરી વરુણ ધવને લખ્યું હતું કે, ‘જિંદગીભરનો પ્રેમ ઑફિશિયલ થઈ ગયો.’

નતાશા દલાલ એક ફેશન ડિઝાઈનર છે. નતાશા ખુદની બ્રાન્ડ લેબલ છે. તેમણે પોતાની સ્ટડી ન્યૂયોર્કથી પુરી કરી છે. ન્યૂયોર્કથી સ્ટડી પુરી કર્યા પછી નતાશા વર્ષ 2013માં ભારત પાછી આવી હતી. વરુણ અને નતાશા બાળપણના ફ્રેન્ડ છે. વરુણ અને નતાશા ઘણી પાર્ટીમાં અને બોલિવૂડ ગેધરિંગ્સમાં જોવા મળ્યાં છે. બંનેની જોડી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

વરુણ ધવને પોસ્ટ શેર કરી આભાર માન્યો હતો
લગ્ન પછી વરુણ ધવને ટ્વીટ કરી ફેન્સનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘છેલ્લાં થોડાંક દિવસોમાં મને અને નતાશાને તમારો જે પ્રેમ અને પોઝિટિવિટી મળી છે, તે મારા દીલની ખૂબ જ નજીક છે. હું દરેક વ્યક્તિનો દિલથી આભાર માનું છું. પોતાનો પ્રેમ આ રીતે જ આપતા રહે.’

વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની ચર્ચા ખૂબ જ થઈ હતી. લગ્ન પછી તેમના બોન્ડિંગના ફોટો ખૂબ જ વાઇલ થયા હતાં. લગ્ન પછી નતાશા પહેલીવાર તેમના ઘરની બહાર જોવા મળી હતી. નતાશા એક સલૂનમાંથી બહાર નીકળતી જોવા મળી હતી.

આ દરમિયાન નવ પરિણીત નતાશા દલાલે બ્લેક કૈઝુઅલ આઉટફિટ પહેર્યું હતું. નતાશા દલાલને લાઇમલાઇટમાં આવવું ઓછું પસંદ છે, પણ લગ્ન પછી હવે તેમાં બદલાવ આવી શકે છે. નતાશાએ બ્લેક માસ્ક અને હેન્ડબેગ લીધું હતું.

લગ્નમાં નતાશા ઑફ વ્હાઇટ હેવી એમ્બ્રોડરી લહેંગામાં સારી લાગતી હતી. આ સાથે જ તેમણે ડાયમંડ જ્વેલરી કેરી કરી હતી. વરુણે પણ કલર કોર્ડિનેટ કરતા શેરવાની પહેરી હતી.

નતાશા દલાલ ખુદ ફેશન ડિઝાઈનર છે અને તેમણે પોતાના લબેલ ‘નતાશા દલાલ લેબલ’નો લહેંગો પહેર્યો હતો. તેમણે પોતાનો લહેંગો ખુદ ડિઝાઈન કરી હતી.

લગ્ન પછી નતાશા અને વરુણનાં ઘણાં ફોટો ઇન્ટરનેટ પર વાઇલ થયો હતો. તેમની વરમાળાથી ફેરા સુધીના દરેક ફોટો સામે આવ્યાં અને ફેન્સે તે ઘણાં પસંદ પણ કર્યાં છે.

ઉલ્લેખનીય નતાશા દલાદ મુંબઈ બેસ્ડ ફેશન ડિઝાઈનર છે. તેમણે ફેશન ઇન્સ્ટિ્યૂટ ઓફ ટેક્નોલોજી, ન્યૂયોર્કથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો છે. તે વર્ષ 2013માં ભારત પાછી આવી ગઈ હતી.

ભારત આવ્યાં પછી તેમણે ખુદનું ડિઝાઈન હાઉસ લોન્ચ કર્યું. તેમના આ ફેશન ડિઝાઈન હાઉસનું નામ નતાશા દલાલ લેબલ છે, તેમનું આ લેબલ બ્રાઇડલ અને વેડિંગ આઉટફિટ્સ માટે ફૅમશ છે.

You cannot copy content of this page