Only Gujarat

Bollywood FEATURED

તદ્દન સામાન્ય લાગતા આ ડ્રેસની કિંમત જાણીને લાગશે નવાઈ, પ્રેગ્નન્ટ કરીના આવા કપડાં પહેરે??

મુંબઈઃ કરીના કપૂર પોતાની એક્ટિંગની સાથે સાથે ફેશન સેન્સને કારણે પણ જાણીતી છે. કરીના ફેબ્રુઆરી મહિનામાં બીજા બાળકને જન્મ આપશે. હાલમાં કરીનાને આઠમો મહિનો જાય છે. કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ ફેશન સેન્સનું પૂરતું ધ્યાન રાખ્યું છે.

હાલમાં જ કરીના પોતાના બાંદ્રા સ્થિત ઘરની બહાર જોવા મળી હતી. આ સમયે કરીનાને વ્હાઈટ રંગનો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની કિંમત માત્ર 2 હજાર રૂપિયા હતી. કરીનાનો આ લુક ચાહકોને ઘણો જ પસંદ આવ્યો હતો.

કરીનાએ આ ડ્રેસ પર કોઈ પણ પ્રકારની મેચિંગ એક્સેસરીઝનો ઉપયોગ કર્યો નહોતો. કરીનાએ પોતાના લુક સાથે મેચ કરતો લાઈટ મેક અપ કર્યો હતો. કરીનાના ડ્રેસમાં વી નેકલાઈન હતી. કરીનાએ બે હજારના ડ્રેસની સાથે પ્યૂમાના 1999 રૂપિયાના સ્લિપર પહેર્યા હતા.

કરીના કપૂર હવે નવા ઘરમાં શિફ્ટ થવાની છે. હાલમાં જ કરીનાએ પોતાના જૂના ઘર ફોર્ચ્યુનમાં પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કરિશ્મા કપૂર, અમૃતા અરોરા, મલાઈકા અરોરા તથા મલ્લિકા ભટ્ટ જોવા મળ્યા હતા. કરીનાએ યલો કફ્તાન કૅર કરી કર્યું હતું.

કરીના પહેલી ડિલિવરીની જેમ જ બીજી ડિલિવર બાદ ટૂંક સમયમાં જ કામ પર પરત ફરશે. કરીનાએ પ્રેગ્નન્સીમાં આમિરની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મમાં લીડ રોલમાં આમિર ખાન છે.

You cannot copy content of this page