Only Gujarat

Bollywood FEATURED

પરિણીત ને બે-બે સંતાનોનો બાપ હોવા છતાંય આ સેલેબ્સે નાની ઉંમરની એક્ટ્રેસ સાથે ચલાવ્યું ચક્કર!

મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ હંમેશાં જ પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. અમિતાભ બચ્ચન હોય કે શાહરુખ ખાન. આ સ્ટાર્સના લગ્ન પછીના અફેર્સ પણ એટલી જ ચર્ચામાં રહ્યાં છે. કેટલાંકે પોતાનું લગ્નજીવન બચાવ્યું તો કેટલાંકના ડિવોર્સ થઈ ગયા.

અમિતાભ બચ્ચન-રેખાઃ અમિતાભ તથા રેખાની લવસ્ટોરી હંમેશાં ચર્ચામાં રહી છે. રેખા સાથે રિલેશનમાં આવતા પહેલાં જયા બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા. જયા બચ્ચન પતિના અફેરથી એ હદે ત્રાસી ગઈ હતી કે તેણે રેખાને ઘરે બોલાવીને પતિથી દૂર રહેવાન ચીમકી આપી હતી. આ ઘટના બાદથી રેખા તથા અમિતાભ દૂર રહેવા લાગ્યા હતા.

અક્ષય કુમાર-પ્રિયંકા ચોપરાઃ મિસ વર્લ્ડ રહી ચૂકેલી પ્રિયંકાએ ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે અક્ષય કુમાર સાથે ‘અંદાજ’ પછી ‘એતરાઝ’માં જોવા મળી હતી. બંને વચ્ચે નિકટતા વધી હતી. આ વાતની જાણ ટ્વિંકલને થઈ તો તે ગુસ્સે થઈ ગઈ હતી. કહેવાય છે કે ટ્વિંકલે સેટ પર બધાની હાજરીમાં અક્ષયને તમાચો ચોડી દીધો હતો. પછી અક્ષયે પ્રિયંકાથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું.

સૈફ અલી ખાન-રોજા કેટલાનોઃ સૈફ અલી ખાને માત્ર 21 વર્ષની ઉંમરમાં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. સૈફનું નામ અનુ અગ્રવાલ અને મુનમુન સેન સાથે પણ જોડાયું હતું. પરિણીત હોવા છતાંય સૈફનું નામ ઈટાલિયન મોડલ રોજા સાથે જોડાયું હતું. રોજાને કારણે સૈફ-અમૃતાએ ડિવોર્સ લીધા હતા. જોકે, રોજા અને સૈફના સંબંધો લાંબા ચાલ્યા નહીં.

મલાઈકા અરોરા-અર્જુન કપૂર: અર્જુન કપૂરના સંબંધો સલમાનની બહેન અર્પિતા સાથે હતા. અર્પિતાને કારણે અર્જુન ખાન પરિવારની નિકટ આવી ગયો હતો. જોકે, અર્જુન-અર્પિતાનું બ્રેકઅપ થયું. 2017માં મલાઈકાએ અરબાઝને ડિવોર્સ આપ્યા હતા અને એક વર્ષ બાદ તે અર્જુન સાથે લિવ ઈનમાં રહેવા લાગી હતી. એક ચર્ચા એવી પણ છે કે મલાઈકાએ અર્જુન માટે જ અરબાઝને ડિવોર્સ આપી દીધા હતા.

આમિર ખાન-કિરણ રાવઃ ફિલ્મમાં આવ્યા પહેલાં જ આમિરે લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. 2002માં તેમની વચ્ચે મતભેદ થવા લાગ્યા અને આમિરના જીવનમાં કિરણની એન્ટ્રી થઈ હતી. આમિરે રીનાને ડિવોર્સ આપીને 2005માં કિરણ સાથે લગ્ન કર્યાં હતાં.

શાહરુખ-પ્રિયંકાઃ શાહરુખ તથા પ્રિયંકાની નિકટતા બોલિવૂડમાં આજે પણ ચર્ચાનો વિષય છે. 2006માં ‘ડોન’માં પ્રિયંકા-શાહરુખે સાથે કામ કર્યું હતું. ગૌરી ખાને પ્રિયંકા સાથે ઝઘડો કર્યો હતો અને ગૌરી મન્નત છોડીને થોડો ટાઈમ દિલ્હી જતી રહી હતી. જોકે, થોડાંક જ સમયમાં પ્રિયંકાએ શાહરુખ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

બોની કપૂર-શ્રીદેવીઃ બોની કપૂર પરિણીત હતો અને શ્રીદેવી પ્રત્યે આકર્ષાયો હતો. શ્રીદેવી પહેલાં બોની કપૂરને ભાઈ માનતી હતી અને રાખડી પણ બાંધતી હતી. જોકે, પછી શ્રીદેવી પણ બોનીને પ્રેમ કરવા લાગી હતી. 1996માં બોનીએ પત્નીને ડિવોર્સ આપીને શ્રીદેવી સાથે લગ્ન કર્યાં હતાં. શ્રીદેવીએ જ્યારે લગ્ન કર્યાં ત્યારે તે પ્રેગ્નન્ટ હતી.

ગોવિંદા-રાની મુખર્જીઃ ‘હદ કર દી આપને’ ફિલ્મથી રાની તથા ગોવિંદાનો રોમાન્સ શરૂ થયો હતો. ગોવિંદાએ રાનીને ફ્લેટ પણ લઈ આપ્યો હતો. ઘણીવાર ગોવિંદાએ રાનીને ફિલ્મમાં લેવાની ભલામણ પણ કરી હતી. જોકે, ગોવિંદાની પત્ની સુનીતાને આ વાતની ખબર પડી તો તે હોટલમાં જઈને રહેવા લાગી હતી. ગોવિંદાએ રાની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.

રીતિક રોશન-બારબરા મોરીઃ ‘કાઈટ્સ’ ભલે દર્શકોને ના ગમી હોય પરંતુ રીતિક તથા બારબરા મોરી એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. આ વાતથી નારાજ સુઝાન ઘર છોડીને જતી રહી હતી અને પછી બંનેએ ડિવોર્સ લઈ લીધા હતા.

આદિત્ય પંચોલી-કંગના રનૌતઃ કંગનાનું નામ પિતાની ઉંમરના આદિત્ય પંચોલી સાથે જોડાઈ ચૂક્યું છે. બંને લિવ ઈનમાં રહેતા હતા. જોકે, પછીથી બંનેના સંબંધો બગડ્યા હતા અને બંને એકબીજા પર આક્ષેપો કરવા લાગ્યા હતા.

You cannot copy content of this page