Only Gujarat

Bollywood FEATURED

રણબીર હોય કે અક્ષય કુમાર, આ 10 હીરોએ આપ્યા છે પોતાનાથી મોટી ઉંમરની એક્ટ્રેસ સાથે ગરમાગરમ સીન્સ

શાહિદી કપૂરના ભાઇ ઇશાન ખટ્ટરની અપકમિંગ ફિલ્મ ‘અ સૂટેબલ બોય’ 23 ઓક્ટોબરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. આ મૂવિનું ટ્રેલર શુક્રવારે રિલીઝ થઇ ગયું. જેમાં 24 વર્ષના ઇશાદ પોતાનાથી ડબલ ઉંમરની એક્ટ્રેસ તબુ(49) સાથે રોમાન્સ કરતા જોવા મળે છે. આ વેબ સીરિઝ ચાર પરિવારની એક કહાણી છે. જે સામાજિક નિયમોને બદલી રહી છે. ખુદથી મોટી હિરોઇન સાથે ઇન્ડસ્ટ્રીમાં અનેક એક્ટ્રેસે રોમાન્સ કર્યો છે. આ અવસરે એવા સ્ટાર્સ પર એક નજર કરીએ જે તેમનાથી મોટી ઉંમરની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરી ચૂક્યાં છે.

રણબીર કપૂર- એશ્વર્યા રાય
વર્ષ 2016માં રીલિઝ થયેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં રણબીર કપૂરે ઐશ્વર્યા રાય બચ્ચનની સાથે રોમાન્સ કર્યો હતો. નોંઘનિય છે કે, રણબીર એશ્વર્યાથી 9 વર્ષ નાનો છે. રોમાન્સની સાથે બંનેએ આ ફિલ્મમાં ઇન્ટીમેટ સીન પણ આવ્યા હતા.

અર્જુન કપૂર- કરીના કપૂર
ફિલ્મ ‘કી એન્ડ કા’માં એકસાથે કામ કરી ચૂકેલા અર્જુન કપૂર અને કરીના કપૂરે પણ આ ફિલ્મમાં રોમાન્સ કર્યો હતો. કરીના અર્જુનથી ઉંમરમાં 4 વર્ષ મોટી છે.

અક્ષય ખન્ના- ડિંમલ કાપડિયા
અક્ષય ખન્ના પોતાનાથી 18 વર્ષ મોટી ડિંમલ કપડિયા સાથે ઇશ્ક કરતા જોવા મળ્યાં. આ બંને એક્ટ્રેસે એકસાથે ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’માંકામ કર્યું હતું. તેમનો આ અનોખો પરંતુ ક્યૂટ લવ દર્શકોને આજે પણ યાદ છે.

અક્ષય કુમાર- રેખા
અક્ષય કુમાર અને રેખાએ ફિલ્મ ‘ખેલાડી ખેલાડી’માં સાથે કામ કર્યું હતું. બંનેએ આ ફિલ્મમાં રોમેન્ટીક સીન આપ્યા હતા. રેખા અક્ષય કુમારથી 13 વર્ષ મોટી છે. બંનેએ આપેલી રોમેન્ટિક ફિલ્મ આજે પણ લોકો યાદ કરે છે.

અલી ફઝલ – વિદ્યા બાલન
બોલિવૂડની લીડિંગ એક્ટ્રેસ વિદ્યા બાલન સાથે રોમાન્સ કરવામાં તેમનાથી 9 વર્ષના નાના અલી ફઝલ બેસ્ટ એક્ટર સાબિત થયા હતા. ફિલ્મ ‘બોબી જાસૂસ’ ભલે ન ચાલી હોય પરંતુ પડદા પર આ જોડીને લોકોએ ખૂબ વખાણી હતી.

વરૂણ ધવન -નરગિસ
યંગ જનરેશનના પસંદગીના એકટ્રેસ વરૂણ ધવન પોતાનાથી સાત વર્ષ મોટી ફાખરી સાથે ફિલ્મ ‘મેં તેરા હીરો’ રોમાન્સ કર્યો હતો.

કરણસિંહ- બિપાસા બસુ
બી ટાઉનના મોસ્ટ લાઇક્ડ કરણ સિંહ ગ્રોવર અને બિપાસા બસુએ લગ્ન પહેલા પણ સિલ્વર સ્ક્રિન પણ રોમાન્સ કર્યો હતો. એ ફિલ્મનું નામ હતું ‘અલોન’ . કરણસિંહ બિપાસા કરતા ત્રણ વર્ષ નાના છે.

રણબીર કપૂર -બિપાશા
ફિલ્મ ‘બચના એ હસીનો’માં રણબીર કપૂરે પોતાનાથી 4 વર્ષ મોટી બિપાશા સાથે રોમાન્સ કર્યો હતો. તેમને આ ફિલ્મમાં અનેક યાદગાર રોમેન્ટિક સીન આપ્યાં હતા.

સૈફ અલીખાન-માધુરી
ફિલ્મ ‘આરજુ’માં સૈફ અલીખાને તેમનાથી 3 વર્ષ મોટી માધુરી દિક્ષિત સાથે કામ કરતાઅનેક રોમેન્ટીક સીન આપ્યા હતા.

You cannot copy content of this page