Only Gujarat

Bollywood

બોલિવૂડની કઈ 12 અભિનેત્રીઓ ફિલ્મોમાં એન્ટ્રી કર્યાં પહેલા જ જીતી ચૂકી છે સુંદરતાનો તાજ

મુંબઈઃ જૂહી ચાવલાથી ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેનથી પ્રિયંકા ચોપરા સુધી, એવી ઘણી એક્ટ્રસ છે, જેમની આજે બૉલિવૂડમાં અલગ ઓળખ છે. આ એક્ટ્રસે માત્ર તેમની સુંદરતાં જ નહીં પણ ટેલેન્ટના દમ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ મુકામ હાંસલ કર્યું છે. આમ તો, બૉલિવૂડમાં એવી ઘણી એક્ટ્રસ છે, જેમણે ફિલ્મમાં ડેબ્યુ કરતાં પહેલાં કોઈ બ્યૂટી કૉન્ટેસ્ટ જીત્યો છે. અમે તમને જણાવીએ બૉલિવૂડની એવી જ 12 એક્ટ્રસ વિશે.

જૂહી ચાવલાએ વર્ષ 1984માં મિસ ઇન્ડિયા જીત્યું હતું. તેમને આ ક્રાઉન રેખાએ તેમના હાથેથી પહેરાવ્યો હતો. તેમણે મિસ યૂનિવર્સ પેજેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વેબ સિરીઝ ‘આર્યા’થી કમબેક કરનારી સુષ્મિતા સેને 1994માં ફૅમિના મિસ ઇન્ડિયા જીત્યું હતું. આ પછી તે આ વર્ષે જ મિસ યૂનિવર્સ બની હતી.

ગ્લેમરસ હીરોઇન જીનત અમાને માત્ર 19 વર્ષની ઉંમરમાં જ ફૅમિના મિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો. આ પછી તે મિસ એશિયા પેસિફિક ઇન્ટરનેશનલ જીત્યું હતું.

મીનાક્ષી શેષાદ્રિએ વર્ષ 1981માં મિસ ઇન્ડિયા જીત્યું છે. આ પછી ફિલ્મ ‘પેન્ટર બાબૂ’થી બૉલિવૂડમાં તેમની શરૂઆત કરી હતી.

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબૂની પત્ની નમ્રતા શિરોડકરે વર્ષ 1993માં મિસ ઇન્ડિયા જીત્યો હતો. તે ‘પુકાર’, ‘હીરો હિન્દુસ્તાની’, ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ જેવી ઘણી બૉલિવૂડ ફિલ્મોમાં જોવા મળી હતી.

વર્ષ 1994માં મિસ વર્લ્ડ જીતનારી ઐશ્વર્યા રાયે તમિલ ફિલ્મ ‘ઇરુવર’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે સાઉથના સુપરસ્ટાર મોહનલાલ હતાં.

વર્ષ 2000માં મિસ વર્લ્ડ જીતનારી પ્રિયંકા ચોપરાએ બૉલિવૂડ ફિલ્મ ‘ધી હીરોઃ લવ સ્ટોરી ઑફ અ સ્પાઇ’થી શરૂઆત કરી હતી.

દીયા મિર્ઝાએ વર્ષ 2000માં મિસ એશિયા પેસિફિકનો જીતી હતી. આ પછી તેમણે ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’થી બૉલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ આજે પણ લોકોમાં ખૂબ જ પોપ્યુલર છે.

લારા દત્તાએ વર્ષ 1997માં મિસ ઇન્ટરકાન્ટિનેન્ટલ જીતી હતી. આ પછી વર્ષ 2000માં મિસ યૂનિવર્સ બની હતી. તેમણે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘અંદાજ’થી બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

વર્ષ 2002માં ફેમિના મિસ ઇન્ડિયા જીતનારી નેહા ધૂપિયાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘જૂલી’, ‘એક ચાલીસ કી લાસ્ટ લૉકલ’, ‘લસ્ટ સ્ટોરીઝ’ જેવી ફિલ્મો સામેલ છે.

20 વર્ષની ઉંમરમાં તનુશ્રી દત્તાએ વર્ષ 2004માં ફેમિના મિસ ઇન્ડિયા જીત્યો હતો. તેમણે મિસ યૂનિવર્સમાં પણ ભાગ લીધો હતો અને જેમાં તે ટૉપ 10માં પહોંચી હતી.

હરિયાણાની માનુષી છિલ્લરે વર્ષ 2017માં મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કર્યો હતો. આ ખિતાબ ભારતને 17 વર્ષ પછી મળ્યો હતો. આ પહેલાં વર્ષ 2000માં પ્રિયંકા ચોપરાએ આ કોન્ટેસ્ટ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે, માનુષી ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં અક્ષય સાથે જોવા મળશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page