Only Gujarat

Bollywood

ઈરફાનથી લઇને વાજિદ સુધી, એક મહિનામાં આપણાથી વિખૂટા પડી ગયા 13 સેલેબ્રિટીઝ

કોરોનાના લીધે આખી દુનિયા પરેશાન છે ત્યારે હિન્દી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રિનો આ સૌથી કપરો કાળ ચાલી રહ્યો છે. છેલ્લા 34 દિવસમાં 13 સેલેબ્સના મોતનાં સમાચાર આવ્યા છે. આ ખરાબ સમાચારને કારણે આખો દેશ આઘાતમાં છે. મનોરંજન ઉદ્યોગએ લગભગ 1 મહિનાની અંદર 13 લોકો ગુમાવ્યા. આ લોકોની અછત ક્યારેય પૂરી નહિ થઇ શકે.અભિનેતા, સંગીત નિર્દેશકથી લઈને સિલેબ જ્યોતિષ સુધીના લોકોને દેશએ ભારે હૃદયે વિદાઈ આપી છે.

ઇરફાન ખાન: બોલીવુડને સૌથી પહેલો આંચકો ઇરફાન ખાન તરીકે મળ્યો હતો. 29 મી એપ્રિલે તેમના મૃત્યુના સમાચાર આવ્યા. તેમને ન્યુરોએન્ડોક્રાઈનની કેન્સર હતું.

રીશિ કપૂર : ઇરફાન ખાનના મોતના બીજા દિવસે એટલે કે ૩૦ એપ્રિલના રોજ રીશિ કપૂરના મૃત્યુના સમાચાર આવ્યા તો લોકોને વિશ્વાસ ન થયો. દેશ માટે આ બીજો મોટો આંચકો હતો. ઋષિ કપૂરને લ્યૂકેમિયાની બીમારી હતી.

વાજિદ : 1 જૂનના રોજ સાજિદ-વાજિદની જોડી તૂટવાના સમાચારથી ઘણા લોકોના હૃદય તૂટી ગયા. વાજિદને કિડનીની સમસ્યા હતી. અહેવાલો અનુસાર ગળાના ચેપને કારણે તે થોડા દિવસ વેન્ટિલેટર પર હતા.તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

મોહિત બધેલ : કોમેડી શો છોટે મિયાંથી લોકપ્રિય બનેલા મોહિત બધેલનું 23 મેના રોજ અવસાન થયું હતું. અહેવાલો અનુસાર તેમને કેન્સર હતું.

પ્રેક્ષા મહેતા : ટીવી અભિનેત્રી પ્રેક્ષા મહેતાના આત્મહત્યાના સમાચારથી બધાને મોટો આંચકો લાગ્યો . 25 મેના રોજ તેણે આત્મહત્યા કરી હતી.

મનમિત ગ્રેવાલ : ‘આદત સે મજબૂર ‘ અને ‘કુલદીપક’ જેવા શોમાં દેખાઈ ગયેલા ટીવી એક્ટર મનમિત ગ્રેવાલના મોતના સમાચાર પણ ચોંકાવનારા હતા. અહેવાલો અનુસાર તેણે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી હતી.

સચિન : કહાની ઘર ઘર કીથી પ્રખ્યાત થયેલા ટીવી એક્ટર સચિનનું પણ પાછલા દિવસોમાં નિધન થયું. તેને હૃદય-રોગનો હુમલો આવ્યો હતો.

શફીક અન્સારી : ક્રાઇમ પેટ્રોલથી ઘરે ઘરે પ્રવેશનાર અભિનેતા શફીક અન્સારીનું 10 મેના રોજ નિધન થયું હતું. અહેવાલો મુજબ છેલ્લા કેટલાક સમયથી તેઓ પણ કેન્સર સામે લડતા હતા.

યોગેશ ગૌડે : ગીતકાર યોગેશ ગૌડે 29 મી મેના રોજ આ દુનિયા ને અલવિદા કહ્યું.તેમણે ‘કહી દૂર જબ દિન ઢલ જાયે’ જેવા ઘણા સારા ગીતો આપ્યા છે.

એમોસ : 25 વર્ષથી આમિર ખાન સાથે કામ કરી રહેલા તેના સહાયક એમોસનું મે મહિનામાં નિધન થયું હતું. તેને હાર્ટ એટેક આવ્યો હતો.

અભિજિત : શાહરૂખ ખાનના મિત્ર અને ટીમના સભ્ય અભિજિતનું પણ ગયા મહિને નિધન થયું. શાહરૂખે તેમને યાદ કરીને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.

સાંઇ ગુંડેવર : પીકે અને રોક ઓન જેવી ફિલ્મોમાં કામ કરનારા અભિનેતા સાંઇ ગુંડેવરનું 10 મેના રોજ નિધન થયું. તેમને મગજનું કેન્સર હતું.

મેબીના માઇકલ: રિયાલિટી ટીવી શો ‘પ્યાતે હુડુગીર હલી લીફુ’ ની અભિનેતા મેબીના માઇકલનું 26 મેના રોજ એક અકસ્માતમાં નિધન થયું. તે માત્ર 22 વર્ષની હતી.

You cannot copy content of this page