Only Gujarat

Bollywood FEATURED

જાહન્વી કપૂરના આ ડ્રેસની કિંમત સાંભળીને તમને પણ લાગશે નવાઈ એ નક્કી!

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર પોતાના લુકને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. તે અલગ અલગ પ્રકારના આઉટફિટ પહેરીને તસવીરો શૅર કરતી હોય છે. જાહન્વીનો ગ્લેમરસ અંદાજ ચાહકોને ઘણો જ ગમે છે. હાલમાં જ જાહન્વી એક જાહેરાતમાં જોવા મળી હતી. આ જાહેરાતમાં જાહન્વીએ જે કપડાં પહેર્યા હતા તે ચર્ચામાં છે.

જાહન્વીએ એક પ્રિન્ટેડ યલો મિની ડ્રેસમાં જોવા મળી હતી. જાહન્વી કપૂરના આ ડ્રેસની કિંમત જાણીને તમામને નવાઈ લાગી છે.

જાહન્વી કપૂર આ આઉટફિટમાં ઘણી જ સુંદર લાગતી હતી. જાહન્વી કપૂરે જે ડ્રેસ પહેર્યો હતો તેની કિંમત બહુ જ સામાન્ય છે. આ ડ્રેસની કિંમત માત્ર 824 રૂપિયા છે. જાહન્વીએ આ ડ્રેસની સાથે બેરી ટોન્ડ ન્યૂડ લિપસ્ટિક લગાવી હતી. સાથે લાઈડ આઈ શેડો કર્યો હતો.

રાજકુમાર રાવ સાથે જોવા મળશેઃ જાહન્વી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના’ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ હતી. હવે જાહન્વી કપૂર એક્ટર રાજકુમાર રાવ સાથે ફિલ્મ ‘રૂહી અફ્ઝા’માં જોવા મળશે. આ ફિલ્મ 2021માં રિલીઝ થશે. આ ઉપરાંત જાહન્વી ‘દોસ્તાના 2’ તથા ‘તખ્ત’માં પણ જોવા મળશે. લૉકડાઉનમાં જાહન્વીએ નાની બહેન ખુશી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.

You cannot copy content of this page