Only Gujarat

FEATURED National

લગ્નના એક વર્ષ બાદ જ પત્ની ત્રાસી ગઈ પતિથી, પોલીસને કરી એવી ફરિયાદ કે અધિકારીઓ કરે છે આ કામ

પટના, બિહાર: કોરોના કાળમાં ઘરકંકાસના મામલા વધી ગયા છે. નાની-નાની વાતો પર જોર પકડી લેતા આ ઝઘડા હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા છે. આવો જ એક મામલો થોડા દિવસ પહેલા ગર્દનીબાગ મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. જ્યાં એક મહિલા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી કે તેને બાળક જોઈએ છે, પરંતુ પતિ તેના માટે તૈયાર નથી. લોકો આ માટે તેને મહેણા પણ મારી રહ્યા છે.

પટના શહેરમાં રહેતા સદ્દાબ અને સગુફ્તાના લગ્ન ગયા વર્ષે એપ્રિલમાં થયા હતા. પત્નીનું કહેવું છે કે લગ્નને એક વર્ષ થઈ ગયું અને તે મા નથી બની શકી. જેના કારણે આસપાસના લોકો અને સંબંધીઓ મહેણા મારે છે.

પતિનું કહેવું છે કે તે બાળકના ઉછેર માટે તૈયાર નથી. જેને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ ગયો અને બંને પોલીસ સ્ટેશનમાં ગયા અને તૂ-તૂ-મૈ-મૈ કરવા લાગ્યા.

મહિલાનું પોલીસ સ્ટેશનમાં આવવાનું કારણ તો બાળકને લઈને થયેલો વિવાદ હતો. પરંતુ આ ઝઘડાના મૂળમાં કોરોના કાળમાં થયેલી બેરોજગારી પણ છે. પત્ની પોતાના પતિ માટે એટલે પણ પરેશાન છે કે, તે લૉકડાઉન તો ઠીક બાકીના દિવસોમાં પણ ઘરે જ આખો દિવસ બેઠો રહે છે.

પતિ કહે છે કે પત્નીના ઘરના લોકોએ બધુ જોઈને લગ્ન કર્યા છે. તેમને ખબર હતી કે હું બેરોજગાર છું એટલે હું કામ નહીં કરું. પોલીસ હાલ બંનેનું કાઉન્સેલિંગ કરી રહી છે અને લગ્ન બચાવવાના પ્રયાસમાં લાગી છે.

You cannot copy content of this page