Only Gujarat

Bollywood

બોલિવૂડના આ સાવકા ભાઈ-બહેનો વચ્ચે કેવા હોય છે સંબંધો? ધરમપાજીના છ સંતાનો વચ્ચે કેવો છે સંબંધ?

મુંબઈઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અફેર, ડિવોર્સ, બ્રેકઅપ અને સેકેન્ડ મેરેજ આ બધી જ ઘટના સામાન્ય અને સ્વાભાવિક છે. બોલિવૂડમાં એવા અનેક ચર્ચિત કપલ છે. જેના બીજા લગ્ન વધુ સફળ રહ્યાં હોય. આ અલગ અલગ લગ્નથી થયેલા બાળકો વચ્ચેનો પ્રેમ જોઇને આપ કહેશો કે, કોણ કહે છે સાવકા ભાઇ બહેનમાં લાગણી નથી હોતી. તો ચાલો આજે એ સંબંધો વિશે વાત કરીએ જે હંમેશા ચર્ચામા રહે છે.

બોલિવૂડ પ્રોડ્યૂસર બોની કપૂરે પહેલા લગ્ન મોના કપૂર સાથે કર્યાં હતા. બીજા લગ્ન શ્રીદેવી સાથે કર્યાં હતા. પહેલા લગ્નથી તેમને બે સંતાન છે. અંશુલા કપૂર અને અર્જુન કપૂર. બીજા લગ્નથી જાહન્વી અને ખુશી થઇ. જો કે આ બધા ભાઇ બહેનો એક જ પરિવાની જેમ જ પ્રેમ અને સૌહાર્દથી રહે છે.

એક્ટર શાહિદ કપૂર, પંકજ કપૂર અને તેમની પહેલી પત્ની નીલિમા અજીમનું સંતાન છે. નીલિમાથી અલગ થયા બાદ પંકજકપૂરે સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યાં. આ લગ્નથી બે સંતાન થાય રૂહાન અને સનાહ. તો નીલીમાએ પણ બીજા લગ્ન રાજ ખટ્ટર સાથે કર્યાં. આ લગ્નથી તેમની એક દીકરો થયો. જેનું નામ છે ઇશાન ખટ્ટર, શાહિદ કપૂરના પણ તેમના સાવકા ભાઇ-બહેનો સાથે સારી બોન્ડિંગ છે.

ફિલ્મમેકર મહેશ ભટ્ટે બે લગ્ન કર્યાં. પહેલા લગ્ન કિરણ ભટ્ટ અને બીજા લગ્ન સોની રાઝદાન સાથે કર્યાં. મહેશ અને કિરણના બે સંતાન છે. રાહુલ અને પૂજા તો મહેશ અને સોની રાઝદાનને બે દીકરીઓ છે, આલિયા અને શાહીન, અહીં પણ ચારેય ભાઇ બહેન એકબીજાથી ખૂબ જ ખુશ છે.

તૈમૂર, સારા, અને ઇબ્રાહિમ સાવકા ભાઇ બહેન જરૂર છે પરંતુ આ ત્રણેયમાં પણ ખૂબ સારી બોન્ડિંગ છે. બધા અરસપરસ દરેક સારી નરસી વાતો શેર કરે છે. સેફ અલીખાને પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે કર્યાં હતા. આ લગ્નથી તેમને બે સંતાન છે. એક સારા અને દીકરો ઈબ્રાહિમ. સૈફે બીજા લગ્ન કરીના કપૂર સાથે કર્યાં. સૈફ અને કરીને એક સંતાન છે. જેનું નામ તૈમુર છે.

અભિનેતા આમિર ખાને પણ ટીનએજન ગર્લફ્રેન્ડ રીના દત્તા સાથે લગ્ન કર્યાં હતા. જો કે 16 વર્ષ બાદ બંનેના ડિવોર્સ થઇ ગયા. આ લગ્નથી તેમને બે સંતાન જુનેદ ખાન અને ઈરા ખાન છે. ત્યારબાદ આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યાં. તેમને સરોગેસીથી એક સંતાન છે. જેનું નામ છે આઝાદ.જુનેદ અને ઇરા પણ તેમના સાવકા ભાઇ આઝાદને ખૂબ પ્રેમ કરે છે.

બોલિવૂડના એક્ટર ધર્મેન્દ્રે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા પ્રકાશ કૌર સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી તેમને 2 દીકરા અને 2 દીકરીઓ છે. સની. બોબી, અજીતા અને વિજેતા. થોડી ફિલ્મોમાં સાથે કામ કર્યાં બાદ ધર્મન્દ્રએ બીજા લગ્ન ડ્રીમ ગર્લ હેમામાલિની સાથે કર્યાં. આ લગ્નથી તેમને આહાના અને ઇશા નામની બે દીકરીઓ છે. આ બંને ફેમિલીના સંતાન એકબીજાથી ખૂબ જ ખુશ છે.

એક્ટર સંજય દત્તે પણ ત્રણ લગ્ન કર્યાં છે. સંજય દત્તે ખૂબ જ નાની ઉંમરમાં રિચા શર્મા સાથે લગ્ન કર્યાં હતા. આ લગ્નથી તેમને એક દીકરી છે. જેનું નામ છે ત્રિશાલા. રિચાના મૃત્યુ બાદ સંજય દત્તે ત્રીજા લગ્ન રેહા પિલ્લાઈ સાથે કર્યાં હતાં. આ લગ્ન લાંબા ટક્યા નહોતાં. સંજયે ત્રીજા લગ્ન માન્યતા દત્ત સાથે કર્યાં. આ લગ્નથી તેમને શાહરાન અને ઇકરા ટ્વીન્સ બાળકો છે. ત્રિશાલાએ માન્યતા અને તેના બંને ભાઇ બહેનોને ખૂબ પ્રેમ અને આદરથી અપનાવ્યા છે.

બોલિવૂડ એક્ટર કબીર બેદીની લવ લાઇફ ખૂબ વિવાદાસ્પદ રહી છે. કબીરે પહેલા લગ્ન ઓડિશાની ડાન્સર પ્રોતિમા બેદી સાથે કર્યાં હતા. બંનેને બે સંતાન સિદ્ધાર્થ અને પૂજા છે. બીજા લગ્ન ફેશન ડિઝાઇનર સુજૈન સાથે કર્યાં. બંનેનો અદમ નામનો દીકરો છે. આ બધા જ સાવકા ભાઇ બહેનો વચ્ચે પણ સારું બોન્ડિંગ છે.

બહુ ઓછા લોકો જાણે છે કે, રામાનંદ સાગર અને વિધુ વિનોદ ચોપડા પણ સાવકા ભાઇઓ છે. રામાનંદ સાગરના પિતાએ તેમની પહેલી પત્નીના નિધન બાદ વિધુ વિનોદ ચોપડાની મા સાથે લગ્ન કર્યા. રામાનંદ અને વિધુની વચ્ચે 35 વર્ષનું અંતર હતુ. રામાનંદ સાગર વિધુને તેમના દીકરાની જેમ રાખતા.

રાજ બબ્બર અને નાદિરા બબ્બરના જૂહી અને આર્યા નામથી બે સંતાન છે. આ લગ્ન બાદ રાજ બબ્બરના જીવનમાં સ્મિતા પાટિલ આવી અને બંનેને એકબીજાથી પ્રેમ થઇ ગયો. બંનેએ લગ્ન કરી લીધા. પ્રતિકને જન્મ બાદ સ્મિતિ પાટિલનું નિધન થઇ ગયું અને રાજ બબ્બરે ફરી નાદિરાના જીવનમાં વાપસી કરી. આજે ત્રણેય ભાઇ-બહેન ખુશીથી એકબીજા સાથે રહે છે.

You cannot copy content of this page