ટીવી ક્વીન એકતા કપૂરે પૂરા એક વર્ષ બાદ બતાવ્યો લાડલાનો ચહેરો, લાગે છે અસ્સલ નાના જીતેન્દ્ર જેવો

મુંબઈ: ટીવી ક્વિનથી ઓળખાતી એકતા કપૂરના દીકરાની પહેલી તસવીર સામે આવી છે. એકતાનો દીકરો રવિ કપૂર એક વર્ષનો થઈ ગયો છે. અત્યાર સુધી એકતા કપૂરના દીકરાનો પૂરો ચહેરો દેખાય તે રીતની ખાસ તસવીરો આવી નહોતી. દીકરા રવિના પહેલાં બર્થ-ડે પર એકતાએ તેને ગોદમાં લઈને પોઝ આપ્યા હતા.

પ્રોડ્યુસર-ડિરેક્ટર એકતા કપૂરે પહેલી વખત પોતાના દીકરા રવિ કપૂરને લોકોને દેખાડ્યો હતો. એકતાનો દીકરો રવિ ગોળ-મટોળ લાગે છે અને તેના વાળા લાંબા છે.

આ તકે એકતાના દીકરા રવિ કપૂરે બ્લ્યૂ કલરનું થ્રી પીસ સૂટ પહેર્યું હતું. રવિ પોતાના બર્થડ-ડે પર બહુ બધા લોકોને જોઈને ઉત્સાહિત થઈ ગયો હતો. એકતાની આ પાર્ટીમાં ટેલિવિઝનના અનેક કલાકારો હાજર રહ્યા હતા, જેની સાથે એકતાએ સેલ્ફી પણ લીધી હતી.


એકતાના દીકરાના જન્મ ગયા વર્ષે 27 જાન્યુઆરીએ થયો હતો. તે સેરોગસીની મદદથી લગ્ન વગર જ માતા બની હતી. પિતા જીતેન્દ્રનું અસલી નામ રવિ કપૂર તેણે પોતાના દીકરાનું નામ રાખ્યું છે.

એકતાના દીકરા રવિની આ પહેલી બર્થ-઼ડે પાર્ટીમાં નાના જીતેન્દ્ર કપૂર પણ હાજર રહ્યા હતા. એકતા કપૂરે તેની કારકિર્દીની શરૂઆત માત્ર 15 વર્ષની ઉંમરે એક એડ ફિલ્મ દ્વારા કરી હતી. પછી તેના પિતા જીતેન્દ્ર કપૂર પાસેથી પૈસા લઈને તેણે નિર્માતા બનવાનું નક્કી કર્યું હતું.

એકતાના દીકરાની બર્થ-ડે પાર્ટીમાં અક્ષય કુમારની દીકરી નતારા તેમજ હેમા માલિનીની બન્ને દીકરીઓ ઈશા અને અહાના પોતાના સંતાનો સાથે આવી હતી. ઈશાએ દીકરી રાધ્યા સાથે પોઝ આપ્યા હતા.

આ ઉપરાંત અભિનેતા આયુષ શર્મા પોતાના પુત્ર આહિલ શર્મા સાથે આવ્યો હતો.  અક્ષય કુમારની દીકરી નિતારા એકલી જ પાર્ટીમાં આવી હતી.

એકતા કપૂરનો ભાઈ તુષાર કપૂર પોતાના દીકરા લક્ષ્ય સાથે આવ્યો હતો. તુષારના દીકરા લક્ષ્યએ ભાઈ રવિ સાથે ખૂબ ધીંગામસ્તી કરી હતી.

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ અને અભિનેત્રી જેનેલિયા ડી’સોઝા પોતાના બંને પુત્રો સાથે પાર્ટીમાં આવ્યા હતા.