Only Gujarat

FEATURED Health

જો તમે પણ જમ્યાં પછી તરત જ ચા કે પાણી પીતા હો તો આજથી કરી દેજો બંધ નહીંતર…

અમદાવાદઃ મોટાભાગના લોકો જમ્યા બાદ તરત જ પાણી પી લેતા હોય છે. જો તમે પણ આમ જ કરતા હો તો આજે અમે તમને આનાથી થતાં નુકસાનની વાત કરીશું. જમ્યા બાદ તરત જ પાણી પીવાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. જમ્યા બાદ તમે થોડું હુંકાળું પાણી પી શકો છો. પણ યાદ રહે તે બહુ જ ઓછા માત્રામાં લેવું.

જમ્યા બાદ જો તમે ઠંડું પાણી પીધું તો તે તમારા પેટમાં ઝેર બની શકે છે, આથી જમ્યા બાદ ક્યારેય ઠંડું પાણી પીવું જોઈએ નહીં. જમ્યા બાદ શરીરનું તાપમાન વધી જાય છે, જેથી ઠંડું પાણી પીવું યોગ્ય નથી. જમ્યા બાદ ચા પણ પીવી જોઈએ નહીં.

ચામાં એસિડની માત્રા વધારે હોય છે. ભોજનમાં પ્રોટીન હોવાથી પચવામાં મુશ્કેલી સર્જાય છે. ભોજન બાદ તરત જ ક્યારેય ચા પીવી નહીં. ભોજન બાદ તરત સૂવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. જોકે, ભોજન બાદ થોડો સમય ડાબા પડખે સૂવાથી ફાયદો થાય છે.

ડૉક્ટર્સ કહે છે કે રાતના ભોજનનો સમય અને સૂવાના સમયની વચ્ચે 2-3 કલાકનું અંતર રહેવું જોઈએ. ઘણાં લોકો જમ્યા બાદ તરત જ સિગારેટ પીવે છે. આ ઘણું જ નુકસાન કારક છે. ભોજન બાદ તરત જ ફ્રૂટ્સ ખાવાથી પેટમાં ગેસ થાય છે. આથી ભોજનના એક કલાક પહેલાં ફ્રૂટ ખાઈ લેવું જોઈએ.

જમ્યા બાદ આપણે ભૂલથી પણ આવા કામ ના કરવા, જેથી શરીર તથા સ્વાસ્થ્યને નુકસાન થાય. ભોજન લીધાના એક કલાક સુધી કંઈ જ જમવું જોઈએ નહીં.

You cannot copy content of this page