Only Gujarat

FEATURED Gujarat

99 વર્ષના આ ગુજરાતી ધારાસભ્ય જ્યારે કલેક્ટર કચેરીના પગથિયા ચઢતાં હતા ત્યારે ચોકીદારે તેમને…..

અમદાવાદ; સમગ્ર ગુજરાતમાં કોરાનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેની લડાઈમાં ઘણાં લોકો દાન આપી રહ્યાં છે જ્યારે ઘણાં લોકો સેવા કરી રહ્યાં છે ત્યારે જૂનાગઢના ભૂતપૂર્વ ધારાભ્યએ કલેક્ટરને 51 હજાર રૂપિયાનું દાન આપ્યું હતું. આ કામના વખાણ છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યાં હતાં. આટલી ઉંમરે આ પૂર્વ ધારાસભ્ય કલેક્ટરની ઓફિસે જઈને જાતે કલેક્ટરને દાન આપ્યું હતું. જેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. રત્નાબાપાની એક પોસ્ટ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પોસ્ટ કરી હતી.

Image Source

એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા હતાં. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઈઝર આપતા પૂછ્યું, દાદા, કેટલા વર્ષ થયા? દાદાએ ધ્રુજતાં-ધ્રૂજતાં અવાજે કહ્યું, ભાઈ 99મું ચાલે છે.

Image Source

ચોકીદારે ફરી પૂછ્યું, કોઈ મદદ લેવા આવ્યા છો? દાદાએ જબાવ આપતાં કહ્યું, ના ભાઈ કોઈ મદદ લેવા નથી આવ્યો. આપણો દેશ અત્યારે ઉપાધિમાંથી પસાર થઈ રહ્યો છે એટલે મારી મરણમૂડી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા આવ્યો છું. મારી પાસે બચતની થોડી રકમ પડી હતી તેમાંથી 51000નો ચેક કલેક્ટર સાહેબને આપવા આવ્યો છું. આ સાંભળીને ચોકીદાર પણ બે મીનિટ માટે મોંમાં આગળાં નાખી ગયો હતો.

Image Source

આ દાદાનું નામ છે રત્નાભાઈ મનજીભાઈ ઠુમર. 51000નો ચેક જૂનાગઢના એડિશનલ કલેક્ટરને અર્પણ કર્યો ત્યારે રત્નાબાપાએ કહ્યું, સાહેબ, હું વૃદ્ધ છું એટલે આવેલા સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર તો કામમાં આવે એમ નથી પણ મારી થોડી ઘણી બચત હતી તે દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું.

Image Source

તમને જાણીને આશ્વર્ય થશે કે, 99 વર્ષની ઉંમરે પણ આ બાપા 1975થી 1980ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે.

Image Source

ભારતમાં જ્યારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે અપીલ કરી હતી. રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું જે નિયમ 99 વર્ષની જૈફ વયે તૂટવા નથી દીધો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page