Only Gujarat

FEATURED National

લૉકડાઉનમાં તમે ખરીદ્યું હતું મીઠું? થઈ જજો સાવધ, હોઈ શકે છે નકલી મીઠું

નવી દિલ્લી: દિલ્લીમાં ટાટા નમક કંપનીની ફરિયાદના પગલે દિલ્લી પોલીસે 3000 કિલો નકલી ટાટા નમક જપ્ત કર્યું છે. લોકડાઉનમાં છેલ્લા બે મહિનામાં લગભગ 10 હજાર કિલો ટાટા નમક બજારમાં વેચાઇ ગયું છે. લોકડાઉનમાં એક ટેકસી ડ્રાઇવરની આર્થિક સ્થિતિ વધુ લથડી તો તેમણે નકલી ટાટા કંપનીની ફેક્ટરી ખોલી દીધી. તેમણે હૂબહુ ટાટા નમક જેવા જ પેકિંગ પણ તૈયાર કર્યાં અને ક્યૂઆર કોડ છાપીને લોકડાઉન દરમિયાન નકલી ટાટા નમક બજારમાં વેચી પણ નાખ્યું.


દિલ્લીના શાહબાદ ડેરી વિસ્તારની દુકાનોમાં દરોડા પાડીને પોલીસે નકલી ટાટા નમકનો જથ્થો ઝડપી પાડ્યો. ત્યારબાદ પોલીસે ફંઝાવલામાં ફેકટરીમાં દરોડા પાડીને નકલી ટાટા નમકના જથ્થાની સાથે પેકિંગનું મટીરિયલ્સ પણ જપ્ત કર્યું છે. નકલી નમકનો મુખ્ય આરોપી સુરલજમ સિંઘલ સહિત બે આરોપીની ધરપકડ કરાઇ છે.

પોલીસના જણાવ્યા મુજબ ટાટા કંપનીને શંકા ગઇ કે લોકડાઉન દરમિયાન તેમનો માલ દિલ્લીમાં ઓછો વેચાઇ રહ્યો છે. ત્યારબાદ આ કંપનીએ જ કેટલાક નમકના સે્મ્પલ ચેક કર્યાં.ત્યારે પર્દાફાશ થયો કે નકલી ટાટા નમક હુબહુ તેવા જ પેકિંગમાં ક્યૂઆર કોર્ડ બનાવીને બજારમાં વેચાઇ રહ્યું છે.

ટાટા કંપનીએ અસલી પેકિંગ અને નકલી પેકિંગની ઓળખ કરવાનું શરૂ કર્યું તો જાણવા મળ્યું કે, આરોપીએ પેકિંગનો હુબહુ બનાવ્યું હતું. પેકિંગ પર બનેલ ફોટો પણ શંકા ન જાય તેવો જ હતો પરંતુ જ્યારે ક્યૂઆર કોડને સ્કેન કરવામાં આવ્યો તો આખું કૌભાંડ સમજાઇ ગયું. જ્યારે નક્લી ક્યૂઆર કોડની તપાસ કરાઇ તો તે ગૂગલ પર એરર બતાવતું હતું. જ્યારે અસલી ક્યૂઆર કોડ સીધી જ ટાટા નમકની વેબસાઇટ પર લઇ જતું હતું. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી અને કાર્યવાહી શરૂ કરી.

જો કે પોલીસે તપાસ શરૂ કરીને પર્દાફાશ કર્યો ત્યાં સુધીમાં નકલી નમકનો મોટો જથ્થો બજારમાં વેચાઇ ગયો હતો. આ રીતે ખાદ્યપદાર્થની નકલી બનાવટ અને ખરેખર સ્વાસ્થ્ય સાથે ચેડા તો છે જ સાથે સાથે ગ્રાહક સાથે પણ મોટી છેતરપિંડી છે. નક્લી પ્રોડક્ટરનું આ રીતે હુબહુ પેકિંગમાં વેચાણ ચિંતાનો વિષય ચોક્કસ છે.

You cannot copy content of this page