Only Gujarat

Religion

આજે છે ચંદ્રગ્રહણ, ખાસ ગજકેસરી યોગ બની રહ્યો છે, આ પાંચ રાશિવાળા તો પૈસા ગણી ગણીને થાકી જશે!

અમદાવાદઃ આજે એટલે કે 5 જુલાઈએ થનારા વર્ષના ત્રીજા ચંદ્ર ગ્રહણ પર ગજ કેસરી યોગ સર્જાઈ રહ્યો છે. ચંદ્ર અને ગુરુ આ દરમિયાન ધન રાશિમાં રહેશે. એક રાશિમાં બંને ગ્રહોની હાજરીથી ગજ કેસરી યોગ બને છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન સર્જાનાર ગજ કેસરી યોગ ઘણી રાશિઓના જાતકો માટે ભાગ્ય ઉઘાડનાર સાબિત થઈ શકે છે. મિથુન, કર્ક, વૃશ્વિક, ધન અને મકર રાશિના જાતકોને ચંદ્ર ગ્રહણ પર ગજ કેસરી યોગથી વધુ લાભ થશે.

મેષ- ચંદ્ર ગ્રહણ દરમિયાન બની રહેલો ગજ કેસરી યોગ તમારા માટે શુભ છે. સ્વાસ્થ્ય માટે લાભદાયી રહેશે. વહેલા મોડે તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. ગજ કેસરી યોગના કારણે ચંદ્ર ગ્રહણનો સમય તમારી માટે શુભ સાબિત થશે.

વૃષભ- ચંદ્ર ગ્રહણની અસર તમારી નોકરી અને વેપાર પર પણ પડવાનો હતો, પરંતુ ગજ કેસરી યોગના કારણે તમને લાભ થશે. જોકે ધન લાભ માટે ઘણી મહેનતની જરૂર રહેશે.

મિથુન- લાંબા સમયથી પડતર રહેલા કાર્યો પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો ઉકેલ આવશે. પ્રોપર્ટીમાં કરેલા રોકાણનો હવે ફાયદો મળવા લાગશે. પૈસા મામલે સમજી વિચારીને નિર્ણય લેવા. સહકર્મચારીઓ સાથે વિવાદથી મુશ્કેલીઓ વધશે.

કર્ક- કરિયર મામલે ગજ કેસરી યોગથી તમને લાભ થશે. આવકમાં વધારો થશે. મહેનત કરનારાઓને યોગ્ય લાભ મળશે. ખરાબ સ્થિતિમાંથી પસાર થતા લોકોના જીવનમાં મોટા ફેરફારો થશે.

સિંહ- પ્રોપર્ટી, રોકાણ કે કાયદાકીય મામલે અંતર રાખવું હિતાવહ છે. આ સમય તમારી માટે જરાય સારો નથી. નોકરી અને વેપાર મામલે બધુ અગાઉની જેમ સામાન્ય રહેશે. ગજ કેસરી યોગથી સન્માનમાં વધારો થશે.

કન્યા- કન્યા રાશિના લોકો માટે ગજ કેસરી યોગનો લાભ વધુ નહીં હોય. પ્રોપર્ટી મામલે સમસ્યાઓ સર્જાય શકે છે. બેંક લોન ચુકવણીમાં સમસ્યા થશે. આ ગ્રહણ તમારી માટે મુશ્કેલીઓ વધારશે. ખર્ચ કરતા સમયે ઘરનું બજેટ ધ્યાનમાં રાખજો.

તુલા- તમારા દુશ્મનો અને વિરોધીઓ શાંત રહેશે. તમારા અટકેલા કામ આ ગ્રહણ પર બની રહેલા ગજ કેસરી યોગના કારણે પૂર્ણ થશે. આ ગ્રહણના કારણે કરિયરમાં સફળતા મળશે.

વૃશ્વિક- ગજ કેસરી યોગ તમને મજબૂત નિર્ણય લેવામાં મદદ કરશે. આ દરમિયાન બનાવેલી યોજનાઓ લાંબાગાળા માટે લાભદાયી રહેશે. ઘરમાં આનંદનો માહોલ રહેશે અને પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકશો.

ધન- ગજ કેસરી યોગના કારણે લગ્નના યોગ બની રહ્યાં છે. જીવનમાં કોઈના આગમનની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. જોકે શુભ કાર્ય કરવા માટે હજુ થોડી રાહ જોવી પડશે. માંગલિક કાર્ય કરવાથી બચો.

મકર- અચાનક ધન લાભ થવાના યોગ છે. નોકરી અને વેપારમાં સફળતા મળી શકે છે. જૂની ભૂલો સુધારવા માટે આના કરતા સારી તક ક્યારેય નહીં મળે. તમારી માટે આ સમય લાભદાયી રહેશે.

કુંભ- જો તમે પોતાના જીવન અને કરિયરમાં કોઈ પ્રકારનો ફેરફાર ઈચ્છો છો તો આ ગ્રહણ તમારી માટે સકારાત્મક પરિણામ લઈને આવશે.

મીન- ગજ કેસરી યોગના કારણે આર્થિક પક્ષ મજબૂત રહેશે. ભાગ્યોદય થશે. જોકે સ્વાસ્થ્ય માટે થોડી સમસ્યાઓ થઈ શકે છે. માનસિક તણાવ વધી શકે છે.

ક્યારે અને ક્યાં જોવા મળશે આ ચંદ્ર ગ્રહણ? આ ગ્રહણ એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ રહેશે, જેને ધાર્મિક રીતે વધુ માન્યતા નથી આપવામાં આવતી. જોકે જ્યોતિષવિદ થોડી સાવધાની રાખવાની સલાહ જરૂર આપે છે. આ ઉપછાયા ચંદ્રગ્રહણને ધનુર્ધારી ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે. આ ચંદ્ર ગ્રહણ અમેરિકા, આફ્રિકા અને યુરોપમાં જોવા મળશે. આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે, સૂતકના નિયમો માન્ય નહીં ગણાય કારણ કે તે તમામ નિયમ પૂર્ણ ગ્રહણમાં માન્ય રહે છે. તમે આ ગ્રહણ દરમિયાન પોતાના રોજિંદા કાર્યો અગાઉની જેમ જ કરી શકો છો.

ઉપછાયા ચંદ્ર ગ્રહણની ખાસ વાતોઃ 1. આ ચંદ્ર ગ્રહણ દરમિયાન તમે જમવાનું બનાવી શકો છો અને ભોજન પર કરી શકો છો. 2. બાળકો, વડીલો, ગર્ભવતી મહિલાઓ અને પીડિત વ્યક્તિઓ પર પણ તમામ કાર્યો કરી શકશે. તમે ગ્રહણ દરમિયાન પણ ઘરની બહાર નીકળી શકો છો.  3. ગ્રહણ દરમિયાન શુભ કાર્યો કરવા પર મનાઈ રહે છે, જોકે આ ચંદ્ર ગ્રહણ દરમિયાન આવા કોઈ પ્રતિબંધ નહીં રહે. તમારે માત્ર માંગલિક કાર્યો અટકાવવા પડે છે. 4. તમે મંદિરે જઈ પૂજા કરી શકો છો. મૂર્તિઓને સ્પર્શ કરી શકો છો અને વિશેષ મંત્રો સાથે ભગવાનની ઉપાસના પણ કરી શકો છો. 5. આ ઘટનાને નરી આંખે જોઈ શકાય છે. કારણ કે આ ચંદ્ર ગ્રહણ વધુ પ્રભાવશાળી નથી હોતો.

You cannot copy content of this page