Only Gujarat

FEATURED Gujarat

ગુજરાતની આ મહિલા પોલીસ ઓફિસર્સ ડ્યુટી પછી ગરીબો માટે આ રીતે બનાવે છે જમવાનું, જાણીને નવાઈ લાગશે

વડોદરા: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના સામેની લડાઈ ગુજરાતીઓ મન મુકીને સેવા કરી રહ્યાં છે. ગુજરાતના આંગણે ઘણાં લોકો નોકરીની સાથે સાથે સેવા પણ કરી રહ્યાં હોય તેવી તસવીરો સામે આવી છે. જ્યારે લોકો ગરીબ લોકોને બે ટાઈમનું જમવાનું પણ પહોંચાડે છે તેની પણ તસવીરો સામે આવી છે તો આવી જ એક તસવીર સામે આવી છે જે જોઈને તમારી આંખમાં આંસુ આવી જશે.

Image Source

એક તસવીરમાં વડોદરાની મહિલા પોલીસ કર્મીઓ પોતાના ડ્રેસમાં જ સજ્જ થઈને કાયદો અને વ્યવસ્થા સાચવતાં જોવા મળ્યાં હતા જ્યારે બીજી તસવીરમાં આજ મહિલા પોલીસ કર્મીઓ માતા બની રસોડું ચલાવતાં જોવા મળ્યાં હતાં. જેની તસવીરો સામે આવી છે જે જોઈને લોકો વખાણ કરી રહ્યાં હતાં.

Image Source

વડોદરાની આ મહિલા પોલીસ કર્મીઓ ભૂખ્યા લોકો માટે જમવાનું બનાવતી જોવા મળી હતી. આ પોલીસ વુમન દ્વારા હાલમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ખાખી રસોડું એટલે કે પોલીસ કિચન શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં આ બહેનોએ પૂરી શાક બનાવી 400 જેટલા ઝૂંપડાવાસીઓ અને પુલ નીચે રહેતા ઘર વિહોણા ગરીબોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી પૂરું પાડ્યું હતું.

Image Source

હાલમાં આ ગણવેશ ધારી અન્નપૂર્ણા ઓ 8 કે તેથી વધુ કલાકોની નિર્ધારિત ફરજો બજાવે છે. આ ઉપરાંત ઘર પરિવાર સાચવવાની ફરજો અદા કરે છે અને નોકરીની ફરજો પૂર્ણ કર્યાં બાદ આ રસોડે પહોંચી જઈ જરૂરિયાત મંદો માટે ભોજન બનાવે છે અને વિતરણ કરે છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓએ આ મહિલા પોલીસ કર્મીઓની ફરજ સાથે સમાજ નિષ્ઠાને બિરદાવી છે.

Image Source

ગુજરાતના આ મહિલા પોલીસ કર્મીઓની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો ભરપૂર વખાણ કરી રહ્યાં હતાં. આ પોલીસ કર્મીઓ એકસાથે ત્રણ કામ કરી રહી છે જેમની પાસેથી કંઈક શીખવા જેવું છે. આ મહિલા પોલીસ કર્મીઓના વડોદરા પોલીસ સ્ટાફ અને અન્ય લોકોએ વખાણ કર્યાં હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page