Only Gujarat

FEATURED Sports

હાર્દિક પંડ્યાનો ટેણીયો થયો 3 મહિનાનો, કોના જેવો લાગે છે, મમ્મી કેપપ્પા પર?

મુંબઈઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની એક્ટ્રેસ પત્ની નતાશા સ્ટાનકોવિકનો દીકરો અગસ્ત્ય 3 મહિનાનો થઈ ગયો છે. એવામાં હાર્દિકની પત્ની અને એક્ટ્રેસ નતાશાએ દીકરાના 3 મહિનાના થવા પર કેક કાપી સેલિબ્રેશન કર્યું હતું. એક્ટ્રેસે દીકરા સાથેની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં 3 મહિનાના દીકરાનો ચેહરો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ હવે એ ગેસ કરવા લાગ્યા છે કે અગસ્ત્ય માતા જેવો લાગે છે કે પિતા જેવો.

હાર્દિક પંડ્યા અને નતાશાનો દીકરો અગસ્ત્ય 30 ઓક્ટોબરે 3 મહિનાનો થઈ ગયો છે. અગસ્ત્યના જન્મના 21 દિવસ સુધી જ પિતા હાર્દિક પંડ્યા સાથે રહી શક્યા હતા. જે પછી આઈપીએલના કારણે તેને દુબઈ જવું પડ્યું અને ત્યારથી જ તે પત્ની અને દીકરાથી દૂર જ છે.

ક્રિકેટરે બંનેને મિસ કરતા તસવીર અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. એવામાં નતાશાએ પતિ હાર્દિક વગર જ દીકરાના 3 મહિનાના થવા પર સેલિબ્રેશન કર્યું હતું.

ઘણા યુઝર્સે કોમેન્ટ કરી કે, ‘આ તો માતા નહીં પિતા જેવો લાગે છે.’ અને ‘આ તો મોટા બાપા જેવો લાગે છે.’ અમુક યુઝરે ટ્રોલિંગ કરતા કહ્યું કે,‘માતા જેવો જ લાગે તો સારુ’. ઉલ્લેખનીય છે કે, અગસ્ત્યનો જન્મ 30 જુલાઈ 2020ના થયો હતો અને હવે તે 3 મહિનાનો થઈ ચૂક્યો છે.

નતાશાએ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે,‘અમને તમારી ઘણી યાદ આવી રહી છે હાર્દિક.’

હાર્દિકે પણ કોમેન્ટમાં લખ્યું કે,‘હું પણ તમને બંનેને મિસ કરી રહ્યો છું.’આ સાથે જ હાર્દિકે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં પત્ની નતાશા અને દીકરાની તસવીર શેર કરી લખ્યું કે,‘હેપ્પી 3 મંથ્સ ટૂ અવર બ્વૉય.’

You cannot copy content of this page