Only Gujarat

National

લગ્ન માટે નીતાએ મુકેશ અંબાણી સામે મૂકી હતી એક શરત, જાણો અતૂટ લવસ્ટોરીના રસપ્રદ કિસ્સાઓ

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી 63 વર્ષના થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે મુકેશ અને તેમના પત્ની નીતા અંબાણીની લવ સ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. આજે તમને એમના જીવન સાથે જોડાયેલા કેટલાક દિલચસ્પ કિસ્સાઓ બતાવવા જઈ રહ્યા છે.

મુકેશ અને નીતા અંબાણીના લગ્ન અરેન્જ સાથે લવ મેરેજ હતા. એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા નીતા જ્યારે પહેલીવાર મુકેશને મળવા ગયા ત્યારે દંગ રહી ગયા હતા. અસલમાં, ઘરનો દરવાજો મુકેશે જ ખોલ્યો હતો. વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટમાં મુકેશ ખૂબ જ સિમ્પલ લાગતા હતા, જેને જોઈને નીતાને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થયો. તેમણે વિચાર્યું નહોતું કે એક ધનિક વ્યક્તિનો દીકરો આટલો સિમ્પલ હોય શકે છે.

નીતાને ડાન્સ અને મ્યુઝિકમાં ખૂબ જ દિલચસ્પી હતી. 20 વર્ષની ઉંમરે તેમણે મુંબઈના બિરલા માતોશ્રીમાં કલ્ચરલ પ્રોગ્રામમાં પર્ફોર્મ કર્યું હતું. જેમાં ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન પણ પહોંચ્યા હતા. તેમને નીતા અને તેમનો ડાન્સ ખૂબ જ પસંદ આવ્યો હતો. મનમાં ને મનમાં તેમણે નીતાને મુકેશ માટે પસંદ કરી લીધા.

ધીરુભાઈએ નીતા અને તેમના પિતાને પોતાની ઑફિસે બોલાવ્યા. ધીરુભાઈએ નીતાને અનેક સવાલો કર્યા. તેમણે પુછ્યું કે, શું તું મુકેશને મળીશ? જે બાદ નીતા તેમના ઘરે પહોંચી. સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં સજ્જ એક શખ્સે દરવાજો ખોલ્યો અને નીતા તરફ હાથ આગળ વધારતા કહ્યું કે, હાય! હું મુકેશ છું.

નીતાને બિલકુલ ભરોસો નહોતો થઈ રહ્યો તે આટલા મોટા વ્યક્તિ તેમની સામે ઉભા છે. મુકેશને 6 થી કે સાતમી વાર મળ્યા બાદ પણ તે સહજ નહોતા અનુભવી રહ્યા. તેમણે વિચારી લીધું કે તે આગળનો નિર્ણય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ લેશે.

એક વાર નીતા અને મુકેશ કારથી મુંબઈના પેડર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. સાંજના સાડા સાત વાગ્યાનો સમય હતો અને ટ્રાફિક ખૂબ જ વધુ હતો. જ્યારે કાર એક સિગ્નલ પર રોકાઈ, ત્યારે જ મુકેશે ફિલ્મી અંદાજમાં નીતાને પૂછ્યું. “શું તમે મારી સાથે લગ્ન કરશો?”

નીતાએ શરમાતા મો નીચે કરી લીધું અને મુકેશને ગાડી ચલાવવા કહ્યું. સિગ્નલ ખુલી ચુક્યું હતું. પાછળ અનેક ગાડીઓ હોર્ન મારી રહી હતી, પરંતુ મુકેશે કહ્યું કે, “જ્યાં સુધી તુ જવાબ નહીં આપે ત્યાં સુધી હું ગાડી આગળ નહીં ચલાવું.” જેના કારણે રોડ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ બની રહી હતી. ત્યારે નીતાએ જવાબ આપ્યો કે, “યસ…આઈ વિલ..આઈ વિલ..”

લવ પ્રપોઝલ બાદ નીતાએ થોડે દૂર ગાડી રોકાવી અને મુકેશને ગાડીની બહાર નીકળવા કહ્યું. જ્યારે તેઓ બહાર આવ્યા તો નીતાએ તેમની કહ્યું કે, તમે અમીર છો અને હું ગરીબ. જો તમે ખરેખર મને પ્રેમ કરો છો તો મારી સાથે મારી જેમ બસમાં સફર કરવી પડશે. મુકેશે તરત જ હા પાડી અને બંને બસની સૌથી આગળની સીટમાં બેસીને જુહૂ બીચ સુધી ગયા. જેનાથી નીતા ખૂબ જ ઈમ્પ્રેસ થયા અને મુકેશના પ્રત્યે તેનો પ્રેમ વધી ગયો.

ઘણા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યૂમાં નીતાએ જણાવ્યું હતું કે, તેમણે મુકેશ સામે શરત રાખી કે જો તેઓ લગ્ન બાદ તેમને સ્કૂલમાં ભણાવવાની હા પાડે તો જ તેઓ લગ્ન માટે હા પાડશે. મુકેશ અંબાણીના હા પાડ્યા બાદ નીતાએ લગ્ન માટે હા પાડી અને અમીર ખાનદાનની વહૂ હોવા છતાં નીતાએ ખાનગી શાળામાં ભણાવવાનું ચાલું રાખ્યું હતું. બંનેના ત્રણ બાળકો છે. આકાશ, ઈશા અને અનંત. જેમાંથી ઈશા અને આકાશના લગ્ન થઈ ચુક્યા છે.

You cannot copy content of this page