Only Gujarat

National

રંગીન પડદાં પર ઉતરી ચૂકેલા આઈપીએસ અધિકારીથી થરથર કાંપે છે ગુનેગારો

ભોપાલ: મધ્ય પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાને રાખતા શિવરાજ સરકારે એક સાથે 19 જીલ્લાના એસપીની બદલી કરતા 39 આઈપીએસ અધિકારીઓનું ટ્રાન્સફર કર્યું છે. જ્યારે હેડક્વાર્ટરમાં તૈનાત આઈપીએસ સિમાલા પ્રસાદને બૈતૂલના એસપી બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે, સિમાલા બોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂકી છે. કોરોના મહામારી દરમિયાન તેની એક કવિતા પણ ઘણી વાઈરલ થઈ હતી. આજે અમે અહીં આઈપીએસ સિમાલાની સંઘર્ષ અને સફળતાની કહાણી રજૂ કરી રહ્યાં છીએ.

2010ની આઈપીએસ અધિકારી સિમાલા પ્રસાદ અમુક સુંદર અને દબંગ મહિલા અધિકારીઓમાંથી એક છે. તેમના નામે ઘણા ગુનેગારો ધ્રૂજતા હોય છે. તેઓ આઈએએસ અધિકારી અને સાસંદ ડૉ. ભાગીરથ પ્રસાદ તથા સાહિત્યાકાર મેહરુન્નિસા પરવેઝની દીકરી છે.

ઉલ્લેખનીય છે કે, સિમાલાએ આઈપીએસ બનવા માટે કોઈ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટનો આધાર ના લીધો અને જાતે જ અભ્યાસ કરી એમપીપીએસસી ક્લિયર કર્યું. તેમની પ્રથમ પોસ્ટિંગ ડીએસપી તરીકે થઈ હતી. પછી તેમણે રાત-દિવસ નોકરી કરતા પોતાની શિક્ષાને આગળ વધારતા સિવિલ સર્વિસેઝની તૈયારીઓ શરૂ કરી અને વર્ષ 2011માં તેમનું સિલેક્શન આઈપીએસમાં થયું.

સિમાલાએ સ્કૂલનું શિક્ષણ ભોપાલના સેન્ટ જોસફ કોએડ સ્કૂલ ઈદગાહ હિલ્સમાં કર્યો. જે પછી સ્ટુડન્ટ ફોર એક્સીલન્સથી બીકોમ તથા બીયુથી પીઝી કર્યું. તેમણે બરકતુલ્લા યુનિ.થી સોશિયોલોજીમાં પીજી દરમિયાન ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન સિમાલાએ કહ્યું કે, તે સ્કૂલમાં ડાન્સ અને એક્ટિંગમાં ભાગ લેતી હતી. તેમણે ક્યારેય સિવિલ સર્વિસીઝમાં જવાનું વિચાર્યું નહોતું. ઈન્દોરમાં સીએસપી વિજય નગર અને એએસપી ઈસ્ટના પદ પર રહી ચૂકેલી સિમાલા બોલિવૂડ ફિલ્મ અલિફમાં લીડ રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં તેમણે એવા બાળકની બહેનનો રોલ કર્યો હતો જે મદરસામાં ભણતો હતો અને ડૉક્ટર બનવા માગતો હતો. આ રીતે સિમાલાએ પોતાની એક્ટિંગ સ્કિલ પર પણ હાથ અજમાવ્યો હતો.

ડિરેક્ટર જૈગમ ઈમામ પોતાની ફિલ્મ અલીફ માટે કાસ્ટિંગ કરતા હતા તે સમયે જ દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમની મુલાકાત સિમાલા સાથે થઈ. સિમાલાની સાદગી અને સુંદરતા જોઈ જૈગમે તેમની પાસેથી મળવાનો સમય માગ્યો. ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવ્યા બાદ જ તેમણે સિમાલાને આ રોલ ઓફર કર્યો હતો.

સિમાલાએ જણાવ્યું કે, તેમણે સ્કૂલ અને કોલેજ દરમિયાન ઘણા નાટકોમાં કામ કર્યું, તેઓ થિએટર સાથે પણ જોડાયેલા હતા. તેમને એક્ટિંગનો શોખ હોવાની સાથે તેઓ વાસ્તવમાં એક સારી એક્ટ્રેસ છે તે તેમણે દર્શાવ્યું. એક્ટિંગ અંગે તેમની અંદર ફિલ્મ પહેલાથી જ સારી એવી સમજ હતી. તેમણે લોકોમાં જાગૃકતા લાવવા માટે ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો.

આ ફિલ્મ નવેમ્બર 2016માં ઓસ્ટ્રેલિયામાં ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ક્વિન્સલેન્ડમાં વર્લ્ડ પ્રીમિયર તરીકે દર્શાવાઈ અને ફેબ્રુઆરી 2017માં રીલિઝ થઈ હતી.

You cannot copy content of this page