Only Gujarat

National

ચીનને ઘેરવા ભારતનો ‘ચક્રવ્યૂહ’, ઘૂંટણીયે પાડી દેવા અપનાવવામાં આવશે રણનીતિ

નવી દિલ્હી: એકબાજુ લદ્દાખમાં એલએસી પર તણાવ છે જ્યારે બીજી તરફ દક્ષિણ ચીન સાગરમાં પણ ચીન દાદાગીરી કરવા લાગ્યું છે. ચીનની આવી ચાલ પર ભારતે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. ચીનની ગંદી વિદેશનીતિ અને દગાબાજીની રમત હવે સમગ્ર વિશ્વ સામે જગજાહેર થઈ ચૂકી છે. ચીનને ટાર્ગેટ કરતા અમેરિકન વિદેશમંત્રી માઈક પૉમ્પિયોએ કહ્યું કે,‘અમે એક તરફ વિશ્વના સૌથી લોકપ્રિય અને લોકતાંત્રિક દેશ ભારતને જોઈ રહ્યાં છીએ જ્યારે બીજી તરફ દક્ષિણ ચીન દક્ષિણ ચીન સાગરમાં સૈન્ય સંખ્યા વધારી રહ્યું છે. તેનાથી મહત્ત્વપૂર્ણ સમુદ્રી સીમાઓને જોખણ વધુ અને ચીને ફરીવાર પોતાનો વાયદો તોડ્યો છે.’

જે દક્ષિણ ચીન સાગરમાં ચીન પોતાની દાદાગીરી દેખાડે છે, હવે ત્યાં જ તેને ઘેરવા માટે ભારત-ઓસ્ટ્રેલિયા-અમેરિકા અને જાપાનની ચોકડીએ ચક્રવ્યૂહ તૈયાર કર્યો છે. રણનીતિના ભાગ રુપે દક્ષિણ ચીન સાગર ભારત માટે ઘણું મહત્ત્વપૂર્ણ છે કારણે ભારતના વેપારનો આ પરંપરાગત રુટ છે. બીજી તરફ ચીનની વિસ્તારવાદી નીતિના કારણે પાડોશી દેશ પણ ઘણા ચિંતિત છે.

ચીન એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોન બનાવવા જઈ રહ્યું છે, જેમાં તે બળજબરીપૂર્વક તાઈવાન અને વિયેતનામના નિયંત્રણવાળા ટાપુઓને પણ સામેલ કરવા જઈ રહ્યું છે. ચીન આ ઝોનની અંદર પ્રતાસ, પાર્સેલ અને સ્પાર્ટલે ટાપુઓના સમુહોને સામેલ કરી રહ્યું છે. આ ટાપુઓ મુદ્દે તાઈવાન, વિયેતનામ અને મલેશિયાથી વિવાદ ચાલી રહ્યો છે. ચીનના કાર્યોથી પરેશાન આ દેશોની મિત્રતા ભારત સાથે વધી છે જેના કારણે ચીનની ચિંતા વધી હતી.

સમગ્ર વિશ્વના દેશોની યાદી જોઈએ તો મોટાભાગના દેશ ભારતની તરફેણમાં જોવા મળશે. 1998માં ભારતના પરમાણુ વિસ્ફોટ સમયે ફ્રાન્સે ભારતનો સાથ આપ્યો હતો. 1971 અને કારગિલ યુદ્ધમાં ઈઝરાયેલ ભારત સાથે હતું. 1962ના ચીની યુદ્ધ સમયે ઓસ્ટ્રેલિયાએ ભારતનું સમર્થન કર્યું હતું. યુરોપમાં જર્મનીથી બ્રિટન સુધીના દેશો ભારત સાથે છે.

અમેરિકા દરેક ડગલે ભારતને સપોર્ટ કરવાની વાત કરે છે અને રશિયા સાથે મિત્રતા વધારવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતે ત્યાં ગયા છે. જ્યારે ચીનની સાથે માત્ર 2 દેશ જોવા મળી રહ્યાં છે. એક પાકિસ્તાન અને બીજો ઉત્તર કોરિયા. આ બંને દેશોની કોઈ આંતરરાષ્ટ્રીય ઓળખ અને અસ્તિત્વ નથી.

 

You cannot copy content of this page