Only Gujarat

FEATURED National

KBCમાં કરોડપતિ બન્યા બાદ બન્યો સેલિબ્રિટી ને પછી જ શરૂ થયો સૌથી ખરાબ સમય

મુંબઈઃ ‘કૌન બનેગા કરોડપતિ’ની 12મી સિઝન જલદી જ ટીવી પર જોવા મળશે. આ શૉના હોસ્ટ અમિતાભ બચ્ચન આ માટે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. કોરોનાવાઇરસને લીધે શૉમાં ઘણાં ફેરફાર જોવા મળી શકે છે. આ વખતે શૉમાં લાઇવ દર્શકો હશે નહીં. શૉમાં ચાર લાઇફલાઇન આપવામાં આવતી હતી. જેમાંથી 50-50, ફોન અ ફ્રેન્ડ, ઑડિયન્સ પૉલ અને એક્સપર્ટ એડવાઇસ સામેલ છે. ઑડિયન્સ પોલ દર્શકોના અભાવને લીધે અન્ય લાઇફલાઇનને રિપ્લેસ કરવામાં આવી શકે છે. આ દરમિયાન ‘કૌન બનેગા કરોડપતિ – 5’ના વિનર સુશીલ કુમારે તેના ફેસબુક પર તેમની સંઘર્ષ કહાણી જણાવી છે. તેમણે લાંબી પોસ્ટ લખી જણાવ્યું છે કે, સેલિબ્રિટી બન્યાં પછી તેમની જિંદગીનો સૌથી ખરાબ સમય શરૂ થયો છે.

સુશીલે તેમની પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘KBC જીત્યા પછી મારી જિંદગીનો સૌથી ખરાબ સમય શરૂ થયો હતો. વર્ષ 2015-2016 મારા જીવનનું સૌથી પડકારરૂપ હતું. કંઈ સમજાતું નહોતું કે શું કરવું. લોકલ સેલેબ્રિટી હોવાને લીધે મહિનામાં દસ-પંદર દિવસ બિહારના કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત રહેતો હતો. એટલે અભ્યાસ ધીરે-ધીરે છૂટી ગયો હતો.’

સુશીલે લખ્યું કે, ‘તે સમયે મીડિયા અંગે ખૂબ જ સીરિયસ રહેતો હતો અને મીડિયા પણ પૂછતી હતી કે તમે શું કરી રહ્યાં છો. જેને લીધ વગર અનુભવે બિઝનેસ કરતો હતો જેને લીધે મીડિયાને જણાવી શકું કે હું બેકાર નથી. જેનું પરિણામ એવું થતું હતું કે, થોડાં દિવસ પછી બિઝનેસમાં મોટું નુકસાન થતું હતું.’

તેમણે વધુમાં લખ્યું કે, ‘KBC પછી હું દાનવીર બની ગયો હતો અને ગુપ્ત દાનનો ચસકો લાગ્યો હતો. મહિનામાં લગભગ 50 હજાર રૂપિયા આવાં જ કાર્યોમાં જતાં રહેતાં હતાં. આ કારણે કેટલાંક લેભાગૂ લોકો પણ જોડાયે જેમણે મને છેતરીને લૂંટી લીધો હતો.’

આ અસર તેમના પરિવાર પર પણ પડી, જેના વિશે સુશીલે જણાવ્યું કે, ‘પત્ની સાથે સંબંધ ખરાબ થતાં ગયાં હતાં. તે ઘણીવાર કહેતી હતી કે તમને સાચા લોકોની ઓળખ કરતાં આવડતું નથી અને ભવિષ્યની કોઈ ચિંતાં નથી. આ વાત સાંભળી મને લાગતું હતું કે તે મને સમજતી નથી. આ વાત પર ખૂબ જ ઝઘડા થતાં હતાં.’

તેમણે એવું પણ માન્યું કે, આ સાથે કેટલીક સારી વસ્તુ પણ થઈ રહી હતી. ‘દિલ્હીમાં મેં કાર લઈ મારા એક મિત્ર સાથે ચલાવવા લાગ્યો હતો, જેને લીધે મારે લગભગ દર મહિને દિલ્હી જવું પડતું હતું. આ ક્રમમાં મારી ઓળખ જામિયા મિલિયામાં મીડિયાની સ્ટડી કરતાં સ્ટૂ઼ડન્ટ્સ સાથે થઈ, આઈઆઈએમસીમાં સ્ટડી કરી રહેલાં સ્ટૂડન્ટ્સ સાથે અને જેઅનયૂમાં રિસર્ચ કરી રહેલાં સ્ટૂડન્ટ સાથે થઈ હતી. કેટલાક થિએટર આર્ટિસ્ટ સાથે પણ ઓળખાણ થઈ. જ્યારે લોકો કોઈ વિષય પર વાત કરતાં હતાં ત્યારે મને લાગતું હતું કે, હું કૂવાનો દેડકો છું. હું ઘણી વસ્તુ વિશે જાણતો જ નથી. આ દરેક વસ્તુ સાથે મને સિગારેટ અને દારૂની લત લાગી ગઈ હતી.’

સુશીલ કેવી રીતે કંગાળ થયાં તે પણ તેમણે જણાવ્યું. સુનીલે લખ્યું કે, ‘તે દિવસે ફિલ્મ પ્યાસા જોઈ રહ્યો હતો અને તે ફિલ્મનો ક્લાઇમેક્સ ચાલી રહ્યો હતો જેમાં માલા સિન્હાને ગુરુદત્ત સાહેબ કહી રહ્યાં હતાં કે હું વિજય નથી વિજય તો મરી ગયો છે. તે સમયે પત્ની રૂમમાં આવી અને બૂમાબૂમ કરી કહેવા લાગી કે એક જ ફિલ્મ વાંરવાર જોવાથી તમે ગાંડા થઈ જશો અને આ જ જોવું હોય તો મારા રૂમમાં ના રહેશો, બહાર જતાં રહો. લેપટોપ બંધ કર્યું અને મહોલ્લામાં આમ તેમ ફરવા લાગ્યો.’

‘મહોલ્લામાં ફરી રહ્યો હતો ત્યારે એક અંગ્રેજીના પત્રકારનો ફોન આવ્યો અને થોડીવાર સુધી મેં વ્યવસ્થિત વાત કરી. પછી તેમણે કંઈક એવું પૂછ્યું જેને લીધે મને ગુસ્સો આવ્યો અને મેં કહી દીધું કે મારી પાસે રૂપિયા પુરા થઈ ગયાં છે અને બે ગાયનું દૂધ વહેંચી ગુજારો કરું છું. આ પછી તે ન્યૂઝની શું અસર થઈ તેની તમને જાણો છો. આ સમાચારે તેની અસર દેખાડી, મને લોકોએ કાર્યક્રમમાં બોલાવવાનો બંધ કરી દીધો અને ત્યારે મને સમય મળ્યો કે મારે શું કરવું જોઈએ.’

સુશીલે જણાવ્યું કે, ‘આ દરમિયાન એક દિવસ પત્ની સાથે ખૂબ જ ઝઘડો થયો અને તે પિયર જતી રહી. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. ત્યારે મને થયું કે, જો સંબંધ બચાવવો છો તો મારે બહાર જવું પડશે અને ફિલ્મ ડિરેક્ટર બનવાનું સપનું લઈ ચૂપચાપ નીકળી નવા પરિચય સાથે આવી ગયો. એક મારા પ્રોડ્યુસર મિત્ર સાથે વાત કરી જ્યારે મેં મારી વાત કહી તો તેણે ફિલ્મ સંબંધી કેટલીક ટેક્નિકલ વાતો પૂછી, જે હું જણાવી શક્યો નહીં.’

‘એક મોટાં પ્રોડક્શન હાઉસમાં આવી કામ કરવા લાગ્યો. ત્યાં વાર્તા, સ્ક્રીન પ્લે, ડાયલોગ કોપી, પ્રોપ કોસ્ટ્યૂમ અને ઘણું બધું સમજવાની તક મળઈ. આ પછી ત્યાં મારું મન બેચેન થવા લાગ્યું. ત્યાં માત્ર ત્રણ જગ્યા આંગણું, કિચન અને બેડરૂમમાં જ મોટાભાગનું શૂટ થતું હતું. હું તો મુંબઈ ફિલ્મ નિર્દેશક બનવાનું સપનું લઈને આવ્યો હતો અને એક દિવસ તે પણ છોડી મારા એક ગીતકાર મિત્ર સાથે તેના રૂમમાં રહેવાં લાગ્યો હતો.’

‘દિવસભર એકલાં જ રહેવું અને સ્ટડી કરવાને લીધે ખુદને અંદર નિષ્પક્ષતાથી જાણવાની તક મળી. અને મને એહસાસ થયો કે, સાચી ખુશી પોતાના મનનું કામ કરવામાં છે. હું મુંબઈથી ઘરે આી ગયો અને ટીચરની તૈયારી કરી અને પાસ થઈ ગયો. સાથે જ પર્યાવરણ સંબંધિત ઘણાં કાર્ય કરું છું. હવે જીવનમાં હંમેશા એક નવો ઉત્સાહ અનુભવાય છે.’ છેલ્લે સુશીલે લખ્યું કે, ‘બસ એટલું જ વિચારું છું કે જીવનની જરૂરિયાત જેટલી ઓછી રાખી શકીએ બસ, એટલું જ કમાવવાની જરૂર છે જેનાથી જરૂરિયાત પૂરી થઈ જાય.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page