Only Gujarat

Bollywood

બાળપણમાં એક જ સ્કૂલમાં ભણતાં હતાં બોલિવૂડ આ સ્ટાર્સ, જાણો આ રહ્યાં નામ

મુંબઈઃ આજે અમે તમને બોલિવૂડના એવા સેલેબ્રિટી વિશે જણાવી રહ્યાં છીએ જે એકબીજાના ક્લાસ મેટ્સ હતાં. આ સેલેબ્સ સાથે એવું પણ થયું કે તેમની સાથે સ્કૂલમાં સ્ટડી કરનારા લોકો પણ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા અને સ્કૂલ પછી સીધા પોતે જ ઇન્ડસ્ટ્રીમાં મળ્યાં હતાં.

શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફને મોટાં પડદાં પર ઘણીવાર સાથે જોઈ ચૂક્યા છો. શું તમે જાણો છો કે, બંને સ્ટારની ફ્રેન્ડશિપ આજ કાલની નથી પણ, વર્ષો જૂની છે. આ બંને એક સાથે મુંબઈની એક જ સ્કૂલમાં ભણતાં હતાં. આ બંને પ્રોફેશનલ જ નહીં પર્સનલ લાઇફમાં પણ સારા ફ્રેન્ડ છે. શ્રદ્ધા ટાઇગરનો ક્રશ પણ રહી ચૂકી છે.

કરણ જોહક-ટ્વિન્કલ ખન્ના
કરણ જોહર અને ટ્વિન્ક ખન્ના પણ બાળપણમાં સાથે ભણતાં હતાં. ટ્વિન્કલ ખન્નાએ તેમની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે કે, તે જે બોર્ડિંગ સ્કૂલમાં ભણતી હતી ત્યાં કરણ જોહર પણ ભણતો હતો.

અનુષ્કા શર્મા-સાક્ષી સિંહ ધોની
વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીની પત્નીઓ પણ સાથે ભણતી હતી. સાક્ષી અને અનુષ્કા સ્કૂલના દિવસોમાં અસમમાં સાથે ભણતાં હતાં. આ સ્કૂલનું નામ St. Mary’s School, Margherita છે. નવેમ્બર 2017માં બે ફોટોમાં સાક્ષી ધોની અને અનુષ્કા શર્મા એક સાથે જેવા મળ્યાં હતાં. એટલુ જ નહીં, સ્કૂલના ગ્રુપ ફોટ પણ શેર કર્યો હતો, જેમાં અનુષ્કા અને સાક્ષી બાળપણના ફોટોમાં જોવા મળી રહી હતી.

સલમાન ખાન -આમિર ખાન
સલમાન ખાન અને આમિર ખાને ફિલ્મ ‘અંદાજ અપના અપના’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. ઘણાં ઓછા લોકો જાણે છે કે આ બંને સ્ટાર્સ બાળપણમાં સાથે ભણતાં હતાં. આ બંને એક્ટર બીજા ધોરણમાં સાથે જ ભણતાં હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page